Success Story : વર્ક ફ્રોમ હોમથી બનાવી દીધી રૂ. 200 કરોડની બ્રાન્ડ, જાણો નિધિ યાદવની ઝળહળતી સફળતાની કહાની..

Success Story : વર્ક ફ્રોમ હોમથી બનાવી દીધી રૂ. 200 કરોડની બ્રાન્ડ, જાણો નિધિ યાદવની ઝળહળતી સફળતાની કહાની..

Success Story : કંપનીમાં એક પ્રેઝન્ટેશન આપતી વખતે જ્યારે બોસે પૂછ્યું કે છેલ્લી વાર તેને ક્યારે ઓફિસ આવવાનું મન થયું હતું..? થોડીવાર મૌન રહ્યા પછી જ્યારે તે યુવતીએ જવાબ આપ્યો ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. યુવતીનો જવાબ હતો ક્યારેય નહીં…!

Success Story : આ તે જ પ્રશ્ન હતો જેણે તે યુવતીને એક સફળ ઉદ્યોગસાહસિક બનાવી દીધી. તેના પ્રયાસોથી આજે એક એવી બ્રાન્ડ બની ગઈ છે જેની આવક 200 કરોડ રુપિયાથી વધુ છે. ખાસ વાત એ છે કે આ કંપનીની શરૂઆત વર્ક ફ્રોમ હોમથી થઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ ગુડગાંવ ખાતે આવેલી એથનિક ક્લોથ કંપની AKSની, જેની શરુઆત ઈન્દોરના રહેવાસી નિધિ યાદવે કરી હતી. ચાલો જાણીએ AKS બ્રાન્ડની સક્સેસ સ્ટોરી.

ફ્લોરેન્સથી કર્યો અભ્યાસ

નિધિ યાદવ એક સમયે મલ્ટીનેશનલ કંપની ડેલૉઈટમાં કામ કરતા હતા. તેઓ હંમેશા ફેશનની દુનિયામાં એન્ટ્રી કરવા માંગતા હતા. આ સેગમેન્ટમાં અનુભવ મેળવવા માટે તેમણે ફ્લોરેન્સની પોલિમોડા ફેશન સ્કૂલમાં એક વર્ષનો કોર્સ પણ કર્યો હતો. તેમને ઈટાલીમાં નોકરી મળી. પરંતુ તેઓએ તેમના પરિવારની સાથે રહેવા માટે ભારત પરત ફરવાનું નક્કી કર્યું.

Success Story
Success Story

2014માં શરૂ કરી કંપની

2014માં નિધિ યાદવે AKS નામની કંપનીની શરૂઆત કરી હતી. તેની શરૂઆત માત્ર 3.5 લાખ રૂપિયાના રોકાણથી થઈ હતી. કંપનીનો ઉદ્દેશ્ય 18 થી 35 વર્ષની વયની મહિલાઓને ઓછા ભાવે એથેનિક ક્લોથ પ્રદાન કરવાનો હતો. જોકે, તેમાં તેને તાત્કાલિક સફળતા મળી ન હતી. તેને જામવામાં થોડો સમય લાગ્યો.

2020માં ઉભી કરી 100 કરોડની આવક

કંપનીએ પાંચ વર્ષ પછી મોટી સિદ્ધિ હાંસલ કરી. નાણાકીય વર્ષ 2019-2020માં તેમને 100 કરોડથી વધુની આવક ઊભી કરી. નિધિ યાદવે ગુરુગ્રામમાં તેમના 2BHK ઘરથી AKSની શરૂઆત કરી હતી. એકમાત્ર આઈડિયા ફ્યુઝન થીમની સાથે એથનિક ફેશન માર્કેટને જીવંત બનાવવાનો હતો. નવી પેઢીની મહિલાઓની રોજિંદી જરૂરિયાતો અનુસાર ફેશન વેર આપવાનો આશ્ય હતો.

Success Story
Success Story

આફતને તકમાં ફેરવી

કોરોના સમયે કંપની મુસીબતોથી ઘેરાઈ ગઈ, ત્યાં સુધીમાં કંપનીની રેવેન્યૂ 100 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ કોરોનાના સમયે કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. કર્મચારીઓ માટે પગાર કાઢવો પણ પડકાર બની ગયો. આવી સ્થિતિમાં નિધિ યાદવે આપત્તિને તકમાં ફેરવી દીધી અને માસ્ક અને PPE કિટ બનાવવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો: ASTRO TIPS : ભગવાનને ભોગ અર્પણ કરતી વખતે ઘંટડી કેમ અને કેટલીવાર વગાડવી જોઈએ ?

Success Story : આ માસ્ક તે કાપડમાંથી બનાવવામાં આવ્યા જેને કાપડ કાપતી વખતે બચતા હતા. તેનાથી તે કાપડનો ઉપયોગ પણ થયો અને કોરોનામાં પણ કંપની ચાલતી રહી.

2021માં મેળવી 200 કરોડની આવક

આમ તો 2014માં કંપનીની સ્થાપના પછી જ બિઝનેસે ઠીકઠાક શરૂઆત કરી હતી. તેના બીજા વર્ષે કંપનીની આવક 8.50 કરોડ રુપિયા થઈ ગઈ હતી. 2018માં કંપનીની આવક વધીને 48 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. 2021ના ​​અંત સુધીમાં AKSએ 200 કરોડથી વધુની આવક મેળવી હતી. આ પણ કોઈ બાહ્ય ફાઈનેન્સિંગ વિના જ થયું હતું.

Success Story
Success Story

more article : Khajurbhai : ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *