Success Story : 5 કિમી ચાલીને જતા હતા સ્કૂલે, ઉધારમાં પૈસા લઈને UPSCની તૈયારી કરી ખેડૂત પુત્ર વીર પ્રતાપસિંહ ત્રીજા પ્રયાસમાં બન્યા IAS
Success Story : UPSC જેવી પરીક્ષાને ક્રેક કરનાર ઉમેદવારોની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. આજે અમે આપને એક એવા જ ઉમેદવારોની કહાની જણાવવા જોઈ રહ્યા છીએ જેમણે લોન લઈને UPSCની તૈયારી કરી હતી. તેમની મહેનત રંગ લાવી અને તેઓ IAS બન્યા. અમે જેમની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે IAS વીર પ્રતાપ સિંહ રાઘવ.
તમિલનાડુમાં બજાવી રહ્યા છે ફરજ
Success Story : IAS ઓફિસર વીર પ્રતાપ સિંહ રાઘવ તમિલનાડુમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોસ્ટેડ છે. તેમની સફળતાની ગાથા લાખો યુવાનોને પ્રેરણા આપનારી છે. ચાલો જાણીએ તેમની સંઘર્ષની કહાની…
યુપીના રહેવાસી છે વીર પ્રતાપસિંહ રાઘવ
Success Story : ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના દલપતપુર ગામના રહેવાસી વીર પ્રતાપ સિંહ રાઘવે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા ત્રીજા પ્રયાસમાં પાસ કરી હતી અને 92મો રેન્ક મેળવીને ઈતિહાસ રચ્યો હતો. એક ખેડૂતના દીકરા વીર પ્રતાપ સિંહ રાઘવે નાનપણથી જ આર્થિક તંગી જોઈ હતી, પરંતુ અભ્યાસ પ્રત્યેના તેમના ઉત્સાહે તેમને IAS બનાવી દીધા. તેમના મોટા ભાઈનું પણ IAS બનવાનું સપનું હતું, પરંતુ આર્થિક પરિસ્થિતિ સામે તેમણે આ સપનું છોડી દીધું હતું અને CRPFની નોકરીમાં લાગી ગયા હતા અને IAS વીર પ્રતાપ સિંહ રાઘવ તમિલનાડુમાં હાલમાં આસિસ્ટન્ટ કલેક્ટર પદ પર કાર્યરત છે.
નિષ્ફળતા મળવા છતાં મનોબળ તુટવા ન દીધું
Success Story : વીર પ્રતાપ સિંહ રાઘવના પિતા સતીશ રાઘવ ખેડૂત છે. ઘરની ખાવા-પીવાની જરૂરિયાતો પૂરી કરવામાં જ તેમની કમાણી પૂરી થઈ જતી હતી. તેમની પાસે બાળકોના શિક્ષણ માટે પૈસા ખૂબ જ મુશ્કેલીથી નિકળતા હતા. બાળકો મોટા થયા ત્યારે તેમની ફીનું વધારાનું દબાણ પડ્યું. આ પછી પિતાએ વ્યાજે પૈસા લઈને તેમના પુત્ર વીર પ્રતાપ સિંહ રાઘવને UPSC માટે તૈયારી કરાવી. 2016 અને 2017માં પણ તેમણે પરીક્ષા આપી હતી પરંતુ તેઓ તેમાં સફળ થયા નહતા. નિષ્ફળતાથી તેઓ દુ:ખી તો થયા હતા પરંતુ પોતાનું મનોબળ ટુટવા ન દીધું.
આ પણ વાંચો : Sukanya Samriddhi Yojana : હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ..
લોન લઈને કરાવી યુપીએસસીની તૈયારી
Success Story : પરિવારને પણ તેમના પુત્રની પ્રતિભા અને મહેનત પર પૂરો વિશ્વાસ હતો. લોનનું વ્યાજ વધતું જઈ રહ્યું હતું પણ તેમને વિશ્વાસ હતો કે એક દિવસ દીકરો સફળ થશે અને વ્યાજની સાથે લોનની રકમ પણ ચૂકવી દેશે. તેઓએ પ્રાથમિક શિક્ષણ આર્ય સમાજ સ્કૂલ કરૌરા અને છઠ્ઠા ધોરણથી હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ સૂરજભાન સરસ્વતી વિદ્યા મંદિર શિકારપુરમાં કર્યો હતો. તેમની પ્રાથમિક શાળા તેમના ઘરથી પાંચ કિલોમીટર દૂર હતી અને તેમને ત્યાં ચાલીને જવું પડતું હતું. દરરોજ 10 કિલોમીટર ચાલીને માત્ર ભણવા માટે જતા હતા. ગામમાં પુલ ન હતો તેથી તેઓ નદી પાર કરીને સ્કૂલે જતા હતા.
અલીગઢ યુનિવર્સિટીમાંથી કર્યું છે B.Tech
Success Story : વીર પ્રતાપ સિંહ રાઘવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી 2015માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું. મુખ્ય પરીક્ષાના પરિણામમાં એન્જિનિયરિંગ બેંકગ્રાઉન્ડના વીર પ્રતાપ રાઘવ ફિલોસોફીમાં સૌથી વધુ સ્કોર કરનારના રેન્કમાં બીજા ક્રમે રહ્યા હતા. તેમને ફિલોસોફીમાં 500માંથી 306 માર્ક્સ મળ્યા હતા.
more article : Dwarka : હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો મંદિર બંધ મળશે…