Success Story: કોચિંગ વગર UPSCમાં મેળવ્યો છઠ્ઠો રેન્ક, બીજા પ્રયાસમાં મળી સફળતા…

Success Story: કોચિંગ વગર UPSCમાં મેળવ્યો છઠ્ઠો રેન્ક, બીજા પ્રયાસમાં મળી સફળતા…

Success Story : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) પાસ કરવી મુશ્કેલ તો છે, પરંતુ ઈમાનદારીથી મહેનત કરનારા લોકો આ પરીક્ષાને એકવારમાં કોચિંગ વગર પણ પાસ કરી નાખે છે. આજે અમે લઈને આવ્યા છીએ ગેહના નવ્યા જેન્સ (Gehana Navya James)ની સફળતાની કહાની. જેમણે બીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી અને તે પણ કોચિંગ વગર. ચાલો જાણીએ તેમની સફર વિશે.

નાનપણથી જ IFS ઓફિસર બનાવું હતું સપનું

Success Story  : ગેહના નવ્યા જેમ્સના કાકા એક IFS ઓફિસર હતા અને તેઓએ કાકાને જઈને જ નાનપણથી જ આ પોસ્ટને પોતાનું સપનું બનાવી લીધું. તેથી ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તેમણે તેમાં IFS ઓફિસરના પોસ્ટની પસંદગી કરી હતી. પરંતુ તેમના રેન્કના કારણે તેમને IASનું પદ મળ્યું. જેને તેમણે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો અને IFS પસંદ કર્યું. હવે તેઓ હાલમાં તે જ પોસ્ટ પર પોસ્ટેડ છે.

આ પણ વાંચો  : Scheme : દીકરીના જન્મથી લઈને ગ્રેજ્યુએશન સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે, જાણો કેવી રીતે લઈ શકો છો આ યોજનાનો લાભ

ગ્રેજ્યુએશન બાદ મેળવી માસ્ટર્સની ડિગ્રી

Success Story  : તેમણે પ્રાથમિક શિક્ષણ કોટ્ટયમમાંથી પૂર્ણ કર્યા પછી ધોરણ 10 અને 12નો અભ્યાસ પબ્લિક સ્કૂલમાંથી પૂરું કર્યો છે. ધોરણ 12 પછી તેમણે અલ્ફોન્સા કોલેજમાંથી ઈતિહાસમાં BA કર્યું. ગ્રેજ્યુએશન બાદ તેમણે રાજકીય વિજ્ઞાન વિષયમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. આ સાથે જ તેમણે UGC NET/JRF પરીક્ષા પણ પાસ કરી છે.

કોચિંગ વગર પાસ કરી પરીક્ષા

Success Story  : તેઓએ UPSCની પરીક્ષા સેલ્ફ સ્ટડીના આધારે જ પાસ કરી. તેઓ આ માટે કોઈ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાયા નહતા. પહેલા પ્રયાસમાં તેઓ પ્રિલિમ પરીક્ષા પણ પાસ કરી શક્યા ન હતા પરંતુ તેમણે પોતાના અભ્યાસને ચાલુ રાખ્યો અને બીજા પ્રયાસમાં તેમણે પરીક્ષા પાસ કરીને AIR 6 મેળવ્યો.

more article : Isha Ambani : નીતા અંબાણી બાદ ઇશા અંબાણીનો નેકલેસ ચર્ચામાં, જાણો 7 વર્ષ જૂના હારની કહાની

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *