SUCCESS STORY : ગુજરાતની બે દીકરીઓએ શોધ્યું પરાળી બાળવાની વર્ષો જૂની સમસ્યાનું સોલ્યુશન, ખેડૂતો માટે આર્શીવાદરૂપ બનશે આ શોધ..

SUCCESS STORY : ગુજરાતની બે દીકરીઓએ શોધ્યું પરાળી બાળવાની વર્ષો જૂની સમસ્યાનું સોલ્યુશન, ખેડૂતો માટે આર્શીવાદરૂપ બનશે આ શોધ..

SUCCESS STORY : બે વિદ્યાર્થીનીની શોધ -ઉત્તર ભારતમાં શિયાળાન દરમિયાન પરાળ બાળવાના કારણે પ્રદૂષણ થાય છે. વર્ષોથી આ સમસ્યા જેમની તેમ છે. પરંતુ સુરતની બે વિદ્યાર્થીનીઓએ બે મહિનાની મહેનત બાદ ઘઉંની પરાળમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મેળવી છે. જે ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. બંને વિદ્યાર્થીનીઓએ વેસ્ટમાંથી ઈકો ફ્રેન્ડલી કમ્પોઝિટ મટીરીયલ બનાવ્યું છે.

SUCCESS STORY : દર વર્ષે શિયાળા દરમિયાન પરાળ બાળવાને લીધે થતું પ્રદૂષણ આપણાથી અજાણ નથી. પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિતના ઉત્તર ભારતનાં રાજ્યો માટે માથાનો દુખાવો બન્યો છે. ત્યારે સુરતની ગાંધી ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજમાં પર્યાવરણ ઇજનેરીના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હેતવી બુરખાવાળા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની યાશી પટેલ દ્વારા મંત્રાના સાઈન્ટિસ્ટ્સના માર્ગદર્શનમાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણ અટકાવવા એક અદ્ભુત પ્રયાસ કરવામાં આવ્યો છે.

છેલ્લા બે મહિનાની મહેતના અંતે બંને વિદ્યાર્થિનીને ઘઉંની પરાળીમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા સાંપડી છે. જે ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

 

SUCCESS STORY
SUCCESS STORY

કેવી રીતે બનાવાયું મટીરિયલ

હેતવી બુરખાવાળાએ જણાવ્યુ હતુ કે, વિવિધ પ્રકારના ટેક્સ્ટાઈલ વેસ્ટમાંથી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ માટેના કોમ્પોઝિટ મટીરિયલ તૈયાર કરવામાં આવ્યા છે. વિસકોસ, પોલિયેસ્ટર, પાઈનેપલ જેવા વિવિધ પ્રકારના ટેક્સ્ટાઈલ ફાઈબર્સ વેસ્ટ મટીરિયલમાંથી કોમ્પોઝિટ શીટ તૈયાર કરી છે.

ઘઉંની પરાળીમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મેળવી છે. પરાળીમાંથી સીધું કમ્પોઝિટ મટીરિયલ બનવું મુશ્કેલ હોય છે. મંત્રા (ધ મેન મેઈડ ટેક્સ્ટાઈલ રિસર્ચ સેન્ટર ભારત સરકાર) ના વૈજ્ઞાનિક મુર્તુજા ચાંદીવાલા અને શિવાની પ્રજાપતિના માર્ગદર્શનમાં રાસાયણિક અને માઈક્રોબાયોલોજી પ્રક્રિયાનો ઉપયોગ કરાયો હતો અને બાઈડિંગ થાય માટે ઉન અને નારિયેળના રેસા જેવી કુદરતી સામગ્રી વાપરવામાં આવી છે.

આ પણ વાંચો : Swin Flu Cases : ગુજરાતમાં નવી બીમારીની એન્ટ્રી : જાન્યુઆરીથી અત્યાર સુધી 180 કેસ, 9 લોકોના મોત..

આ મટીરિયલનો ઉપયોગ

યાશી પટેલે જણાવ્યુ હતુ કે, આ મટીરીયલ ગરમીમાં અવાહક હોવાથી કાર જેવા વાહનોમાં આંતરિક લેટર કે પડ તરીકે ઉપયોગ કરી શકાય છે. જેને લીધે એસીનો લોડ ઓછો થશે. આ ઉપરાંત કારના છાપરા તપશે, પરંતુ કારની અંદર ગરમી ઓછી લાગશે.

બાઈડિંગ થાય માટે ઉન. નારિયેળના રેસા જેવી કુદરતી સામગ્રી વાપરવામાં આવી છે. જે ગરમીમાં અવાહક હોવાથી કાર જેવા વાહનોમાં આંતરિક લેટર કે પડ તરીકે ઉપયોગ કરી શકાય છે. જેને લીધે એસીનો લોડ ઓછો થશે. આ ઉપરાંત કારના છાપરા તપશે, પરંતુ કારની અંદર ગરમી ઓછી લાગશે,

SUCCESS STORY
SUCCESS STORY

SUCCESS STORY : મંત્રાના ચીફ સાયન્ટીસ્ટ મુર્તુજા ચાંદીવાલાએ જણાવ્યું હતું કે, આ કોમ્પોઝિટ મટીરિયલ નોન વૂવન છે,જેના માટે વિદ્યાર્થિનીઓએ પેટર્નની અરજી પણ કરી દીધી છે. ઊન, નારિયેળના રેસા અને ઘઉંની પરાળીમાંથી કોમ્પોઝિટ મટીરિયલ તૈયાર કરાયું છે.

SUCCESS STORY : બે કે તેનાથી વધુ ઘટકોમાંથી બનેલી આ સામગ્રી અલગ ભૌતિક અને રાયાણિક ગુણધર્મ ધરાવે છે. જે જોડવામાં આવે છે, ત્યારે વ્યક્તિગત ઘટકોથી અલગ લાક્ષણિકતાઓ ધરાવતી સામગ્રી ઉત્પન્ન કરે છે. ઘઉંની પરાળીમાંથી કોમ્પોઝિટ મટીરિયલમાંથી કારના ડેસબોર્ડ બની શકે છે અને ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં બેસવાના આસન, પરદા, ઓટોમોબાઈલ માટે સીટકવર સહિતની સામગ્રીમાં ઉપયોગી બની શકે છે.

MORE ARTICLE : Gujarat : ગુજરાતમાં સિવીયર હીટવેવની આગાહી 40 ડિગ્રી સુધી પારો જશે..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *