Success Story : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરી દૂધ વેચીને દર મહિને 3.50 લાખથી 4 લાખ રુપિયાની કમાણી કરે છે. તેમણે વર્ષ 2020માં કુલ 1.10 કરોડનો રુપિયાનો નફો મેળવ્યો. તેના આગળના વર્ષે 2019માં નવલબેને 87.95 લાખ રૂપિયાનું દૂધ વેચ્યું હતું.
આ રીતે થઈ શરૂઆત
Success Story : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવલબેને ક્યારેય સ્કૂલ જોઈ નથી. તેમના લગ્ન બનાસકાંઠાના નગાણા ગામે રહેતા દલસંગભાઈ ચૌધરી સાથે થયા હતા. જ્યારે તેઓ તેમના સાસરે ગયા ત્યારે તેમના સાસરિયાના ઘરે 15-20 પશુઓ હતા. તેમણે આ જ પશુઓમાંથી દૂધ ઉત્પાદનનું કામ શરૂ કર્યું અને સતત મહેનત કરીને કરોડો રૂપિયાની કમાણી કરી.
નવલબેનને 4 દીકરાઓ પણ છે, જેઓ શહેરમાં રહીને કમાણી કરી રહ્યા હતા. આ ચારેયની આવક મળીને પણ નવલબેનની આવક કરતાં ઓછી છે.
આ પણ વાંચો : Akhatrij : અક્ષય તૃતીયા પર બનાવો ફૂલોની સુંદર રંગોળી , કુબેર ભગવાન થશે પ્રસન્ન..
ઘણી થઈ રહી હતી કમાણી
Success Story : વર્ષ 2019માં જ્યારે કોરોના મહામારીને કારણે લોકડાઉન થયું હતું, ત્યારે નવલબેને તેમના ઘરે જ ડેરીની શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે લાખો રૂપિયાનું દૂધ વેચ્યું હતું. વર્ષ 2020માં તેમની કમાણી વધી અને તે 1 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી. રિર્પોટ અનુસાર, નવલબેન દરરોજ લગભગ એક હજાર લિટર દૂધ વેચે છે. આમાંથી તેમને દર મહિને 3.5થી 4 લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે.
મળ્યો છે પુરસ્કાર
આજે નવલબેનની પાસે 80થી વધુ ભેંસ અને 45 ગાયો છે. તેમાંથી ઉત્પાદિત દૂધને તેઓ વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરે છે. નવલબેનને તેમની સિદ્ધિઓ બદલ ત્રણ વખત બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ ‘પશુપાલન’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેમજ તેમને બે વખત ‘લક્ષ્મી’ પુરસ્કારથી પણ સમ્માનિત કર્યા છે.