Success Story : આ અમદાવાદી કપલ અમેરિકામાં સારામાં સારી જૉબ છોડી સ્વદેશ પરત ફર્યું, ‘કપ કેક’ના બિઝનેસ થકી આજે લાખોની કરે છે કમાણી..
Success Story : આજે અમે તમને એવા કપલ સાથે પરિચય કરાવવાના છીએ જેમણે પોતાના કરિયર વિશે એક મોટો નિર્ણય લીધો. તેમના નામ છે અમર અને દર્શિની પટેલ. અમેરિકામાં જોરદાર નોકરી છોડીને તેઓએ ભારત આવીને તેમણે ખુદના વેન્ચરની શરૂઆત કરી.
Success Story : વર્ષ 2012માં ગુજરાતના અમદાવાદમાં બંનેએ પહેલી ઓથેંટિક કપકેક શોપ ખોલી. તેનું નામ હતું બટરકપ. આજે બટરકપની માસિક આવક 6 લાખ રુપિયા છે. વેચાણ એટલું ધુઆંધાર છે કે કપકેક ખૂબ જ ઝડપથી ખાલી થઈ જાય છે.
પરિવારની યાદ ભારત સુધી લઈ આવી
Success Story : જ્યારે અમર અને દર્શિની પટેલ તેમની બેગ પેક કરીને 2011માં યુએસથી ભારત પાછા ફર્યા ત્યારે તેઓને અંદાજો નહોતો કે તેઓ પોતાનું જીવન કેવી રીતે ગુજારશે. અમર મિકેનિકલ એન્જિનિયર છે. દર્શિની એચઆર પ્રોફેશનલ. બંનેની પાસે સારા પગારવાળી નોકરીઓ હતી. તેઓ અમેરિકામાં ખુશીથી કામ કરી રહ્યા હતા. પરંતુ, પરિવારની સાથે રહેવાની ઈચ્છા તેમને ભારત લઈ આવી. તેમણે પોતાના કરિયરની ટોચ પર નોકરી છોડવાનો નિર્ણય કર્યો.
ગોલ્ડ મેડલિસ્ટ છે અમર
Success Story : નીરમા યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ અમર પટેલની ડબલ માસ્ટર્સ પૂર્ણ કરતા પહેલા જ ગ્લોબલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની કેટરપિલર ઇન્ક દ્વારા પસંદગી કરવામાં આવી હતી. દર્શિની પટેલનું બેકગ્રાઉન્ડ ફાઇન આર્ટ્સમાં છે. પરંતુ, તેમણે અમેરિકામાં લેબર મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. ભારત આવતા પહેલા તે મલ્ટીનેશનલ કંપની કમિન્સ માટે કામ કરી રહ્યા હતા.
આ પણ વાંચો : Golibar Hanuman Temple : સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાન મંદિરના મહંત મદનમોહનદાસજીનું નિધન , 115 વર્ષે લીધા અંતિમ શ્વાસ.
દર્શિનીએ બનાવી શાનદાર કેક
Success Story : એક દિવસ દર્શિની પટેલે ઓરેન્જ બંડટ કેક બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ હતી. પછી અમરના મનમાં વિચાર આવ્યો કે તેમણે પ્રોફેશનલ રીતે બેકિંગ કરવું જોઈએ. દર્શીની પટેલની તાત્કાલિક પ્રતિક્રિયા એ હતી કે તેઓ આખો દિવસ રસોડામાં રહેવા માંગતા નથી. તેઓ એચઆરમાં કામ કરવા માંગતા હતા. પરંતુ, એવું બન્યું કે તેઓ બેકિંગમાં લાગી ગયા. બટરકપમાં પોતાની બધી બચત રોકવી એક હિંમતવાન નિર્ણય હતો. જોકે, તેનું ફળ મળ્યું.
આ રીતે દર્શિની સાથે જોડાયા અમર
અમર ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે, બટરકપની પ્રારંભિક પ્રતિક્રિયા એટલી જબરજસ્ત હતી કે તેમણે તેમની યોજનાઓ બદલી નાખી. વર્ષ 2012માં જ્યારે બેકરીએ તેમના દરવાજા ખોલ્યા, ત્યારે તેઓ એક દિવસમાં 500 કપકેક વેચતા હતા. આજે લાખો રૂપિયામાં તેમનું ટર્ન ઓવર છે. આ રીતે અમર પણ બિઝનેસમાં જોડાઈ ગયા.
more article : Health Tips : પ્રિયંકા ચોપડા ત્વચાને સુંદર બનાવવા લગાડે છે આ ફેસપેક, જાણો બનાવવાની રીત..