Success Story : સાંકડી શેરીમાં હતી નાનકડી દુકાન, ડૉર ટૂ ડૉર જઈને સામાન વેચ્યો; આજે તેમની પ્રોડક્ટ વિદેશી બ્રાન્ડને આપી રહી છે ટક્કર..
Success Story : એક જમાનો હતો જ્યારે લોકો સ્થાનિક દુકાનોમાંથી પરચૂરણ સામાન ખરીદતા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં મોલ કલ્ચર, ગ્રોસરી સ્ટોર્સ અને હોમ ડિલિવરીની સુવિધા શરૂ થયા પછી લોકો આ દુકાનોને ભૂલી ગયા છે. તમામ શહેરોમાં કેટલીક સ્થાનિક દુકાનો તેમના નામથી ખૂબ જ ફેમસ છે અને એક બ્રાન્ડ પણ બની ચૂકી છે. અમે તમને કરિયાણાની દુકાનના માલિકની સક્સેસ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.
Success Story : જેમની શેરી-ગલીમાં આવેલી દુકાન એક બ્રાન્ડ બની ગઈ છે અને આજે દેશભરમાં પ્રખ્યાત છે. માર્કટમાં આજે જોવા મળતી ઘણી લોકપ્રિય બ્રાન્ડ્સ એક સમયે નાના બિઝનેસ તરીકે શરૂ થઈ હતી. કેટલીક બ્રાન્ડની શરુઆત તો એક નાના રૂમમાંથી થઈ અને પછી સફળ બિઝનેસ સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ. આવી જ કહાની છે ફેમસ બ્રાન્ડ વિક્કોની, જેની સ્થાપના કેશવ વિષ્ણુ પેંઢારકરે 1952માં કરી હતી.
Success Story : તમે 90ના દાયકામાં વિક્કો વજ્રદંતી ટૂથ પાઉડરની જાહેરાત જરૂર જોઈ હશે. આ વિક્કો બ્રાન્ડની પહેલી પ્રોડક્ટ હતી. આજની પેઢીએ ભલે જ VICCO પ્રોડક્ટસનો ઉપયોગ ન કર્યો હોય, પરંતુ ‘વજ્રદંતિ વજ્રદંતી વિક્કો વજ્રદંતિ’ આ લોકપ્રિય જાહેરાત જરુર જોઈ હશે. તો ચાલો જાણીએ આજે તેની સ્થાપના કરનાર કેશવ વિષ્ણુ પેંઢારકરની…
કોણ છે કેશવ વિષ્ણુ
Success Story : કેશવ વિષ્ણુ પેંઢારકરનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેઓ ત્યાં જ મોટા થયા. ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. આ કારણે કેશવ વિષ્ણુ પેંઢારકર ખૂબ જ ઝડપથી કમાવવા માટે નીકળી પડ્યા હતા. જોકે, ત્યારે તેમણે પોતાના ઘરે જ એક કરિયાણાની દુકાનની શરૂઆત કરી હતી.
પરંતુ તેમણે તે દુકાન થોડા જ દિવસોમાં બંધ કરી દીધી અને મુંબઈ ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે અનેક નાના-મોટા ઉદ્યોગોનું નિરીક્ષણ કર્યું અને બિઝનેસ માર્કેટિંગને લગતી ટેકનિકોને શીખી. આ વસ્તુઓને શીખ્યા પછી તેમણે પોતાની બનાવેલી વસ્તુઓને વેચીને બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો : HEALTH TIPS : ઉનાળામાં તરબૂચ કરતા પણ બેસ્ટ છે આ ફળ, ગરમીમાં શરીર માટે કહેવાય છે ‘અમૃતફળ’..
મુંબઈ જઈને માર્કેટને સમજ્યું
Success Story : તેઓએ મુંબઈ જઈને ઘણા નાના બિઝનેસ શરૂ કર્યા હતા. આ દરમિયાન તેઓ માર્કેટને સમજતા રહ્યા અને ભૂલોમાંથી શીખતા રહ્યા. અહીં તેમનું ધ્યાન એલોપેથિક દવાઓ અને પોન્ડ્સ, નિવિયા, અફઘાન સ્નો જેવી કોસ્મેટિક પ્રોડક્ટ્સ તરફ ગયું. આ તમામ વિદેશી બ્રાન્ડ્સ હતી.
આવી સ્થિતિમાં તેઓએ નેચરલ આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવાનું વિચાર્યું. તેમને આ માટે આયુર્વેદિક દવાઓ વિશેની માહિતી જોઈતી હતી. તેમાં તેમના સાળાએ તેમની મદદ કરી હતા. ત્યારબાદ તેઓએ પોતાની બ્રાન્ડ લૉન્ચ કરવાનું નક્કી કર્યું, જે કોસ્મેટિક બ્રાન્ડ્સ માટે કેમિકલમુક્ત વિકલ્પ સાબિત થઈ.
1952માં શરૂ કરી કંપની
Success Story : તેઓ ત્રણ રૂમના મકાનમાં રહેતા હતા. તેમણે તેમના રસોડાને જ આયુર્વેદિક પ્રોડક્ટ માટે મેન્યુફેકિચરિંગ યુનિટ બનાવી લીધું હતું. અન્ય રૂમોને વેરહાઉસ અને ઓફિસ બનાવી લીધા હતા. આ રીતે એક નાનાકડા મકાનમાં વિક્કો કંપનીની શરૂઆત વર્ષ 1952માં થઈ હતી. પહેલી આયુર્વેદિક પ્રોડક્ટ ‘વિક્કો વજ્રદંતિ ટૂથ પાઉડર’ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રોડક્ટ માટે દાવો કરવામાં આવ્યો હતો કે તે 18 જડીબુટ્ટીઓમાંથી બનેલી છે.
ટૂંક સમયમાં ફેક્ટરીમાં ફેરવાઈ
Success Story : તેઓ લોકોના ઘરે જઈને પોતાની પ્રોડક્ટ વેચતા હતા. તેમની મહેનત રંગ લાવી અને કંપની શરૂ કર્યાના ત્રણ વર્ષમાં તેમણે મોટી સફળતા મેળવી, 1955 સુધીમાં કંપનીનું ટર્નઓવર વાર્ષિક 10 લાખ સુધી પહોંચી ગયું હતું. પરેલના એક નાના વેરહાઉસમાં શરૂ થયેલી આ કંપની ટૂંક સમયમાં જ મોટી ફેક્ટરીમાં ફેરવાઈ ગઈ.