Success Story : ઘર થી શરૂ કરેલ લોજ આજે ગુજરાત સહિત દુબઈમાં પણ પ્રખ્યાત છે…આ સફળતાની કહાની એકવાર વાંચવા જેવી છે…

Success Story : ઘર થી શરૂ કરેલ લોજ આજે ગુજરાત સહિત દુબઈમાં પણ પ્રખ્યાત છે…આ સફળતાની કહાની એકવાર વાંચવા જેવી છે…

Success Story : ઘર થી શરૂ કરેલ લોજ આજે ગુજરાત સહિત દુબઈમાં પણ પ્રખ્યાત છે…આ સફળતાની કહાની એકવાર વાંચવા જેવી છે…

Success Story : ગુજરાતમાં ભરપેટ ભોજન કરવાનું કે, મુસાફરીનો થાક ઉતારવાનું સ્થાન એટલે ધી ગ્રાન્ડ ઠાકર! આપણે સૌ કોઈ આ નામથી પરિચિત છીએ. આજે ધ ગ્રાન્ડ ઠાકર ગુજરાતનાં દરેક શહેરોમાં થી લઈને વિદેશોમાં પણ એટલું જ લોકપ્રિય છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે કંઈ રીતે ધ ગ્રાન્ડ ઠાકરની શરૂઆત થયેલ.

Success Story
Success Story

Success Story : આમ પણ કહેવાય છે ને કે, જીવનમાં ક્યારેક સફળતા અમસ્તા જ નથી મળતી તેની પાછળ અનેક સંઘર્ષ અને અથાગ પરિશ્રમ રહેલ હોય છે. સાથો સાથ કોઈપણ કાર્યમાં કોઈક વ્યક્તિની પ્રેરણા કે પછી સહકાર રહેલ હોય છે. ચાલો ત્યારે આજે અમે આપને ધ ગ્રાન્ડ ઠાકરની સફળતાની કહાની વિશે જણાવીએ.

Success Story
Success Story

Success Story : ઘણા લોકોને ખબર હશે કે આ બ્રાન્ડનો પાયો ગુરુદેવની આજ્ઞાથી ઠાકર પરિવારે નાંખ્યો હતો. આજથી ૪૨ વર્ષ અગાઉ મોરબીમાં ગુરુદેવ જોગબાપુએ કરુણાશંકરભાઈ ઠાકરને તેમના ઘરે આવીને કહ્યું કે, અહીંયા રોટલા ખવડવાનું શરૂ કરો બસ પછી તો ગુરુના એક વેણ થી વર્ષ ૧ ૯૬૫માં મોરબીમાં કરુણાશંકરભાઈ ઠાકરે તેમના સંતાન રાજુભાઈ, હસુભાઈ અને નરેન્દ્રભાઈએ સાથે મળીને પોતાનાં જ ઘરમાં એક નાનકડી લોજની શરૂઆત કરી. જ્યાં ઘરની સ્ત્રીઓ સ્નેહથી રસોઈ કરતી અને ઘરનાં પુરુષો લોજમાં જમવા આવતાં ગ્રાહકોને પ્રેમથી પીરસતા. આમ, ઠાકર પરિવાર દ્વારા દરેક ગ્રાહકકોને જમવાની ઉત્તમ સુવિધા સાથે સ્વાદ મળતો હતો.

જ્યાં ઘરની સ્ત્રીઓ સ્નેહથી રસોઈ કરતી અને ઘરનાં પુરુષો લોજમાં જમવા આવતાં ગ્રાહકોને પ્રેમથી પીરસતા.

Success Story
Success Story

Success Story : ગ્રાહકોના સંતોષ અને સ્વીકારથી આગળ જતા ઠાકર પરિવારે મોરબીમાં જ ૨૨ વર્ષથી ઘરમાં ચાલતી ઠાકર લોજને એક તદ્દન નવું રૂપ આપી ૧૯૮૮ની સાલમાં એ.સી. ઠાકર રેસ્ટોરન્ટની શરૂઆત કરી. ઘરઘરાઉ લોજના કામમાં ધીમેધીમે સફળતાની સીડી ચડતાં ઠાકર બંધુઓએ ૮૦નાં દસકમાં મોરબીમાં એ.સી. રેસ્ટોરન્ટ શરૂ કરી.

આ પણ વાંચો : Success Story : એક સમયે ઘણી રાતો સુધી ભૂખ્યા સૂઈ ગયા, બિસ્કિટ ખાઈને પેટ ભર્યું આજે છે ,કરોડોની સંપત્તિના માલિક…

Success Story : વર્ષ૨૦૦૦ની સાલમાં ઠાકર બંધુઓ અને તેમનાં સંતાનોએ ઠાકર રેસ્ટોરન્ટનાં વિસ્તરણના ભાગરૂપે રાજકોટમાં પણ તેની એક બ્રાંચ ખોલવાનું નક્કી કર્યું. કૃષાંકભાઈ, અમિતભાઈ અને ગોપાલભાઈએ રંગીલા રાજકોટીયનને સ્વાદનું ઘેલું લગાડવા માટે ૧૯૯૯ની સાલમાં કાંતાશ્રી વિકાસ ગૃહ રોડ પર મિલપરા વિસ્તારમાં ભાડે મકાન લઈ નવી બ્રાન્ચ ખોલી હતી. બસ.. અહીંથી આજની ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરની સફળતા દિવસે ને દિવસે વધતી ગઈ.

ઠાકર પરિવારનાં જ સંતાનો રોહિતભાઈ, પિયુષભાઈ અને હિમાંશુભાઈ સંચાલન સંભાળે છે.

Success Story
Success Story

Success Story : રાજકોટની ટીજીટી ધી ગ્રાન્ડ ઠાકરનાં સંચાલક ગોપાલભાઈ ઠાકરનાં જણાવ્યા અનુસાર મોરબી, રાજકોટ અને અમદાવાદ બાદ ટૂંકસમયમાં ધી ગ્રાન્ડ ઠાકરનો લીંબડી અને બરોડામાં શુભારંભ થશે. રાજકોટ સિવાય ૨૦૧૬ની સાલમાં અમદાવાદનાં ઇસ્કોન ચાર રસ્તા પાસે શરૂ થયેલી ટીજીટીમાં ઠાકર પરિવારનાં જ સંતાનો રોહિતભાઈ, પિયુષભાઈ અને હિમાંશુભાઈ સંચાલન સંભાળે છે. મોર્બો બાદ રાજકોટ અને હવે અમદાવાદમાં પણ ટીજીટીને સારી સફળતા મળી છે અને આજે ગુજરાતનાં અનેક શહેરોમાં તેમજ દુબઈમાં પણ ધ ગ્રાન્ડ ઠાકરનું નામ છે.

more article : Khajurbhai : ધન્ય છે ખજુરભાઈની દાતારીને, એક વિધવા મહિલાના મુશ્કેલી ભર્યા જીવન વિષે જાણ થતા જ ખજુરભાઈએ મહિલાની મદદ કરીને માનવતા મહેકાવી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *