Success Story : ઘર વેચીને બનાવી કંપની, વેસ્ટ મટીરિયલથી ઉભો કર્યો કોરોડોનો બિઝનેસ ; આજે દુનિયાભરમાં વાગી રહ્યો છે ડંકો..

Success Story : ઘર વેચીને બનાવી કંપની, વેસ્ટ મટીરિયલથી ઉભો કર્યો કોરોડોનો બિઝનેસ ; આજે દુનિયાભરમાં વાગી રહ્યો છે ડંકો..

Success Story: જીવનમાં કંઈક કરવાનું નક્કી કરી લેવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. દુનિયામાં એવા ઘણા ઓછા લોકો છે જેઓ ઘણી મુશ્કેલીઓમાં હોવા છતાં મોટી સફળતા હાંસલ કરે છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે છત્તીસગઢના રાહુલ સિંહે.

ઘર વેચીને શરૂ કરી હતી કંપની

રાહુલ સિંહે વેસ્ટ મટીરીયલથી કરોડો રૂપિયાનો બિઝનેસ ઉભો કરી દીધો છે. રાહુલ સિંહે ઘર વેચીને ઇકોસૌલ હોમ (EcoSoul Home) નામની કંપનીની શરૂઆત કરી હતી. આ કંપની ઝાડના પાંદડા અને વાંસ જેવા પદાર્થોમાંથી ઈકોફ્રેન્ડલસી પ્રોડક્ટ બનાવી રહી છે.

Success Story : આજે કંપનીનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. રાહુલ સિંહ આજે પર્યાવરણને બચાવવાની સાથે તેમના બિઝનેસને ઝડપથી આગળ ધપાવી રહ્યા છે. કંપનીનો બિઝનેસ આજે ઘણા દેશોમાં ફેલાયેલો છે. આજે અમે આપને જણાવીશું કે છત્તીસગઢના રાહુલ સિંહને આટલી મોટી સફળતા કેવી રીતે મળી.

મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો જન્મ

રાહુલ સિંહનો જન્મ છત્તીસગઢના ભીલાઈમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. રાહુલ સિંહે તેમના શહેરની સ્થાનિક સરકારી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. વર્ષ 2005માં સુરતથી બી.ટેક આ પછી, તેઓએ જમશેદપુરની ઝેવિયર સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએસ કર્યું. જે બાદ વર્ષ 2008માં તેઓ અમેરિકા ચાલ્યા ગયા. 2008-2019 સુધી તેમણે ત્યાં અલગ-અલગ કંપનીઓમાં કામ કર્યું.

આ પણ વાંચો: scheme : કંઈ પણ ગીરવે રાખ્યા વગર મોદી સરકાર આપે છે 10 લાખની લોન, આટલા ડોક્યુમેન્ટ લઈને પહોંચી જાવ….

અમેરિકામાં અલગ-અલગ કંપનીમાં કર્યું કામ

Success Story : રાહુલ સિંહ પોતાનો બિઝનેસ કરવા માંગતા હતા. તેઓ હંમેશાથી જ પર્યાવરણ વિશે વિચારતા રહેતા હતા. આવી સ્થિતિમાં તેમણે ખુદની કંપની શરૂ કરવાનો નિર્ણય લીધો. પરંતુ આ તેમના માટે સરળ નહોતું. રાહુલ સિંહને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેઓએ હાર ન માની.

Success Story
Success Story

2020માં કંપનીની કરી શરૂઆત

Success Story : રાહુલ સિંહ અમેરિકાની એક કંપનીમાં કામ કરતા હતા. ત્યાં તેમની મુલાકાત અરવિંદ ગણેશન સાથે થઈ. આ બંનેએ ભેગામળીને 2020માં વોશિંગ્ટનમાં ઇકોસૌલ હોમ (EcoSoul Home) નામની કંપનીની શરૂઆત કરી. જ્યારે બિઝનેસ ચાલવા લાગ્યો ત્યારે તેમણે તેને વધુ આગળ વધારવાનું વિચાર્યું. આ માટે રાહુલ સિંહ 2022માં પરિવાર સાથે ભારત પરત ફર્યા.

આ પણ વાંચોઃ Vastu Shastra : મીઠાનો ઉપયોગ કરીને નકારાત્મક શક્તિઓને સાફ કરો, આચાર્ય વિનોદ કુમાર ઓઝા તેના મહત્વ વિશે વાત કરે છે…

આજે અનેક દેશોમાં ફેલાયેલો છે બિઝનેસ

Success Story : આજે ભારત સહિત અમેરિકા, કેનેડા, યુકે, જર્મની વગેરે સહિતના ઘણા દેશોમાં તેમનો બિઝનેસ ફેલાયેલો છે અને તમામ જગ્યાએ તેમના 150થી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટ કામ કરી રહ્યા છે. આજે કંપનીનો બિઝનેસ 300 કરોડથી વધુ થઈ ચૂક્યો છે. રાહુલ સિંહે તેમની કંપની દ્વારા અત્યાર સુધીમાં 1.3 મિલિયન ટન પ્લાસ્ટિકની બચાવી છે. રાહુલ સિંહનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે.

Success Story
Success Story

more article : Bullet Train : કેટલું સસ્તું હશે બુલેટ ટ્રેનનું ભાડું? કેટલે પહોંચ્યું કામકાજ? જુઓ શું કહ્યું રેલવે મંત્રીએ, આપી તમામ જાણકારી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *