Success Story : 13 વર્ષની છોકરીનું અનોખું કામ જોઈને ઈમ્પ્રેસ થઈ ગયા જજ, ઇનોવેશન માટે રિયાલિટી શોમાંથી મળ્યું 50 લાખનું ફંડ

Success Story : 13 વર્ષની છોકરીનું અનોખું કામ જોઈને ઈમ્પ્રેસ થઈ ગયા જજ, ઇનોવેશન માટે રિયાલિટી શોમાંથી મળ્યું 50 લાખનું ફંડ

Success Story : આઠમા ધોરણમાં અભ્યાસ કરતી અનુષ્કા વિદ્યાર્થીઓને ‘બુલિંગ’થી બચાવવા માટે કરી રહી છે કામ, ઈનોવેશનથી ઈમ્પ્રેસ થઈને અનુપમ મિત્તલ અને અમન ગુપ્તાએ કર્યું 50 લાખનું રોકાણ.

Success Story : ટીવી રિયાલિટી શૉ શાર્ક ટેન્ક ઈન્ડિયાની પ્રથમ સીઝન તાજેતરમા જ સમાપ્ત થઈ ગઈ છે અને તેને ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. લોકોને આ રિયાલિટી શૉ ખૂબ પસંદ આવી રહ્યો છે. આટલુ જ નહીં, લોકો સોશિયલ મીડિયા પર આ રિયાલિટી શૉના મીમ્સ પણ ખૂબ શેર કરી રહ્યા છે. આ રિયાલિટી શૉની એક ખાસિયત એ હતી કે લોકોને જોવા મળ્યું કે, દેશભરમાં લોકો કેવા નવા-નવા વિચારો સાથે બિઝનસ કરી રહ્યા છે.

Success Story : આવી જ એક કન્ટેસ્ટન્ટ હતી ગુરુગ્રામની એક વિદ્યાર્થિની અનુષ્કા જૉલી, જેના સ્ટાર્ટઅપનો વિચાર શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજને પસંદ આવ્યો. અનૂષ્કા જોલીને 50 લાખ રુપિયાનું ઈન્વેસ્ટમેન્ટ પણ મળ્યું છે.

Success Story
Success Story

આ પણ વાંચો : Success Story : ચાર ભાઈઓએ 50 હજારની લોન લઈને ઉભું કર્યું પૈડાનું સામ્રાજ્ય, આજે વિશ્વની સૌથી મોટી સાયકલ કંપની બનીને હજારો લોકોને આજે આપે છે રોજગારી…

Success Story : અનુષ્કાની ઉંમર માત્ર 13 વર્ષની છે. તે કવચ નામની એક એપ બનાવવાની છે. તેનું પ્રેઝન્ટેશન જોઈને જજ ઈમ્પ્રેસ થઈ ગયા. અનુષ્કાની એપ કવચ બુલિંગ એટલે કે કોઈને ડરાવવા-ધમકાવવાથી બચાવશે. આ એપની મદદથી નામ વિના પણ રિપોર્ટ કરી શકાશે. અનુષ્કાએ રિયાલિટી શૉમાં જણાવ્યું કે, તે જ્યારે નાની હતી ત્યારે બુલિંગનો શિકાર બની હતી.

તેણે જોયું કે પ્રત્યેક પાંચમાંથી એક બાળક બુલિંગનો શિકાર બને છે. માટે તેણે આ બાબતે કંઈક કરવાનો નિર્ણય લીધો. તે આ સમસ્યા માટે નિરાકરણ શોધવા માંગતી હતી.

Success Story
Success Story

Success Story : અનુષ્કાએ 3 વર્ષ પહેલા એન્ટી બુલિંગ સ્ક્વોડ નામથી એક અભિયાનની શરુઆત કરી. તે અલગ અલગ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને પ્રેરિત કરતી હતી, જ્ઞાન આપતી હતી. 8મા ધોરણમાં અભ્યાસ કરતી અનુષ્કાએ અત્યાર સુધી 100થી વધારે શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા છે.

Success Story
Success Story

Success Story : ઉલ્લેખનીય છે કે શાર્ક ટેન્ક ઈન્ડિયા રિયાલિટી શૉ માટે 50,000 અરજી આવી હતી, જેમાંથી 198 કેન્ડિડેટની પસંદગી કરવામાં આવી હતી. આ 98 માંથી એક અનુષ્કા જોલી પણ છે. અનુષ્કાનું એન્ટી બુલિંગ સ્ક્વોડ એક વેબ પ્લેટફોર્મ છે, જે નિષ્ણાંતોની મદદથી શાળાઓમાં વ્યક્તિગત સેશન્સનું આયોજન કરે છે. તે એન્ટી બુલિંગ મર્ચેન્ડાઈઝનું વેચાણ પણ કરે છે.

Success Story
Success Story

Success Story : અનુષ્કા જૉલીના પ્લેટફોર્મ માટે શાદી.કોમના ફાઉન્ડર અને CEO અનુપમ મિત્તલ તેમજ બોટના કો-ફાઉન્ટર અમન ગુપ્તાએ રોકાણ કર્યું છે. આ સિવાય નમિતા થાપરે પણ અનુષ્કાના ખૂબ વખાણ કર્યા હતા. તેઓ પણ અનુષ્કાના વિચારોથી ઈમ્પ્રેસ થઈ ગયા હતા. અનુષ્કા જૉલી પોતાના પ્લેટફોર્મના માધ્યમથી બોડી પોઝિટિવિટી, સેલ્ફ-લવ, સાયબરબુલિંગ જેવા વિષયો પર પણ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. પોતાની એપની મદદથી તે મહત્તમ લોકો સુધી પહોંચવા માંગે છે.

Success Story
Success Story

more article : Viral video : વિદેશ જઈને ભારતીયો શું કરતા હશે? જુઓ વિડિઓ… લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ગયેલા આ કાકા જીન્સ-ટીશર્ટ પહેરી વીણી રહ્યા છે મરચા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *