Success Story : સ્કૂલ ડ્રોપ આઉટ, કમિશન પર બીજાનો માલ વેચ્યો ; આજે હજારો કરોડની કંપનીના છે માલિક..
Success Story : ભારતમાં ઘણા લોકોએ અત્યંત ગરીબીમાંથી ઉઠીને બિઝનેસ જગતમાં તેમની સખત મહેનત અને સમર્પણ દ્વારા એક અલગ મુકામ હાસલ કર્યું છે. આવું જ એક વ્યક્તિત્વ છે પોલીકેબ ઈન્ડિયાના ફાઉન્ડર અને એમડી ઈન્દર જયસિંઘાની (Inder Jaisinghani).
Success Story : 1 5 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ એક સમયે મુંબઈની લોહાર ચાલમાં એક નાનાકડા ઇલેક્ટ્રિક સ્ટોરમાં પંખા અને બલ્બ વેચનાર ઈન્દર જયસિંઘાનીનો બિઝનેસ આજે 43 દેશોમાં ફેલાયેલો છે. પોલીકેબ ઈન્ડિયા આજે વાયર અને કેબલ બનાવનારી ભારતની અગ્રણી કંપની છે. ફોર્બ્સ ઈન્ડિયાની 2023ની 100 સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ઈન્દર જયસિંઘાની 32માં સ્થાને છે.
આજે 50 હજાર કરોડની નેટવર્થ
પોલિકેબ ઇન્ડિયાની માર્કેટ કેપ 75,000 કરોડની નજીક છે. ચાર દાયકા પહેલા રોજના 50 રૂપિયા પણ માંડ કમાનારા ઈન્દર જયસિંઘાનીની નેટવર્થ આજે 50 હજાર કરોડ રૂપિયા (Inder Jaisinghani Net worth)થી પણ વધુ છે. ઈન્દર જયસિંઘાનીનું બાળપણ ઘણા સંઘર્ષમાં વીત્યું.
Success Story : 1968માં જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. તેમના પિતાના મૃત્યુ પછી તેમની માતાએ તેમની સ્કૂલ છોડાવીને તેમના પિતાની દુકાને બેસાડ્યા. તેમણે નાની દુકાન સારી રીતે સંભાળી. થોડા સમય પછી તેમણે તેમના ભાઈઓને પણ દુકાનમાં કામે લગાવી દીધા.
વાયર બનાવવાનું કર્યું શરૂ
ઈન્દર જયસિંઘાનીને તેમની દુકાન પર કામ કરતી વખતે વીજ વાયરની સારી સમજ થઈ ગઈ હતી. તેઓ સમજી ગયા કે જો તેઓ વાયર બનાવવાનું શરૂ કરશે તો તેમને સારી કમાણી થઈ શકે છે. શરૂઆતમાં તેમણે એક નાના ગેરેજમાં વાયર બનાવવાનું શરૂ કર્યું. તેમણે અને તેમના ભાઈઓએ આ કામમાં ઘણી મહેનત કરી. લોકલ માર્કેટમાં ટૂંક સમયમાં જ પ્રખ્યાત થઈ ગયા.
આ પણ વાંચો : Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ
ગુજરાતમાં સ્થાપ્યું પ્રોડક્શન યુનિટ
Success Story : જયસિંઘાનીએ ગુજરાતમાં પોતાનું પ્રોડક્શન યુનિટ સ્થાપ્યું. સૌથી પહેલા પોલિકેબે ગુજરાતમાં પીવીસી ઇન્સ્યુલેટેડ વાયર અને કેબલનું મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગનું કામ શરૂ કર્યું. ઈન્દર જયસિંઘાનીના ભાઈ પ્રોડક્શનનું કામ જોતા હતા. જ્યારે તેઓ સેલ્સ અને માર્કેટિંગ સંભાળતા હતા.
Success Story : થોડા જ વર્ષોમાં તેમનો બિઝનેસ સારો ચાલવા લાગ્યો. તેમની ફેક્ટરીમાં વાયર અને કેબલની સાથે પાવર કેબલ, કંટ્રોલ કેબલ, બિલ્ડીંગ કેબલ અને કોમ્યુનિકેશન કેબલનું ઉત્પાદન પણ શરૂ કર્યું. તેઓ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ વાયર અને કેબલ બનાવવા લાગ્યા. તેમણે કેટલાક ગ્રાહકો માટે તેમની જરૂરિયાતોને આધારે કસ્ટમાઈઝ પ્રોડક્ટ્સ પણ બનાવી.
2008માં મળ્યું મોટું રોકાણ
પોલિકેબ માટે વર્ષ 2008 ઘણી તકો લઈને આવ્યું. આ વર્ષે કંપનીને વર્લ્ડ બેંકની પ્રાઈવેટ ઇક્વિટી શાખા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન તરફથી રોકાણ મળ્યું. 2014માં કંપનીએ તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં LED લાઇટ, સ્વીચો અને ઇલેક્ટ્રિક પંખાને સામેલ કર્યા.
આ પણ વાંચો : Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ
Success Story : 2019માં ઇન્દર જયસિંઘાનીએ પોલીકેબને શેરબજારમાં લિસ્ટ કર્યું . વર્ષ 2021માં તેમનું નામ ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં સામેલ કરવામાં થયું હતું.
more article : Dividend stocks : જે લોકો પાસે આ 9 કંપનીઓના શેર હશે એમના ઘરે દિવાળી, કંપની આપશે ઢગલો રૂપિયા..