Success Story : શાર્ક ટેન્કમાં જજ તરફી ના મળ્યું ફંડ, છતાં એણે બનાવી દીધી આજે કરોડોની કંપની; આખરે શું હતો આઈડિયાઝ ?
Success Story : સફળતાની આ કહાની એવા વ્યક્તિની છે જેમણે ફેશનને અનોખી રીત રજૂ કરી. તેમના આઈડિયા પર પહેલા પર કોઈને વિશ્વાસ નહોતો. અહીં સુધી કે શાર્ક ટેન્કના મંચ પરથી પણ તેઓ ખાલી હાથે પરત આવ્યા હતા. જોકે, તેમણે આ વાતની પરવા ન કરી.
Success Story : તેમના પ્રયત્નો ચાલુ રહ્યા. આજે તેમની કંપની કરોડોની બની ચૂકી છે. ઉદ્યોગજગતમાં પોતાની મહેનતના દમ પર સફળતા મેળવનાર આ વ્યક્તિ છે- યશ ગંગવાલ. તેઓ અર્બન મંકીના સ્થાપક છે. આ કંપની પુરુષો અને સ્ત્રીઓ માટે સ્ટ્રીટવેર કપડાં વેચે છે. આ બ્રાન્ડ માત્ર સ્ટાઇલિશ કપડા માટેની નથી. જોકે, આ પરંપરાગત ફેશન કરતાં અલગ એક લાઈફસ્ટાઈલ રેવોલ્યૂશન છે.
ક્યારે શરુ થઈ કંપની?
Success Story : અર્બન મંકીને શરૂ કરવા પાછળ યશ ગંગવાલનો આઈડિયા એવા સ્ટ્રીટવેર કપડા બનાવવાનો હતો, જે ટ્રેડિશનલ કરતાં થોડા હટકે હોય. જે એક ચોક્કસ વિચારનું પ્રતિનિધિત્વ કરતા હોય. આ તેમના માટે હોય જેઓ કંઈક મોટું અને અલગ કરવાનું સ્વપ્ન જોવે છે.
જેમને પોતાના પર અતૂટ વિશ્વાસ હોય. જેઓ ખૂબ ધમાલ કરતા હોય. જેઓ બધું બદલવાની શક્તિ ધરાવતા હોય. આ જ ગ્રુપને ધ્યાનમાં રાખીને, અર્બન મંકીને અસ્તિત્વમાં લાવવામાં આવ્યું. યશ ગંગવાલે 2014માં કેપ, વોલેટ અને શર્ટના સાધારણ ક્લેક્શનની સાથે બ્રાન્ડની શરૂઆત કરી. આજે કંપનીની પ્રોડક્ટ્સ રેન્જ દસ કરતાં વધુ કેટેગરીમાં વધીને 500 કરતા વધારે વસ્તુઓ સુધી ફેલાઈ ચૂકી છે.
કઈ પ્રોડક્ટસનો છે દબદબો?
Success Story : અર્બન મંકીનું કલેક્શન મુખ્યત્વે સ્ટ્રીટવેરની ફેશન પર ફોકસ છે. બ્રાન્ડ ગ્રાહકોની સાથે સીધો સંબંધ બનાવીને તેમની પ્રોડક્ટ્સ ખાસ રીતે તેમની વેબસાઈટ વેચે છે. તેમના કલેક્શનમાં કેપ અને શર્ટથી લઈને વોલેટ્સ અને સનગ્લાસ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. અર્બન મંકીના વેચાણમાં આઇવેર અને કેપનો દબદબો છે. આ તેમના કુલ વેચાણમાં 30% અને 40% ફાળો આપે છે.
આ પણ વાંચો : Botad : શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો, જાણો ક્યાંથી મંગાવ્યા આ ફુલ..
મારી પોતાની વેબસાઇટ બનાવવાનું નક્કી કર્યું
Success Story : ‘બેવકુફ’ જેવી અન્ય બ્રાન્ડની સરખામણીમાં અર્બન મંકીની વિશિષ્ટતા અંગે યશ ગંગવાલ કહે છે કે અર્બન મંકીની પ્રોડક્ટ્સ માત્ર એસ્થેસ્ટિક કે સુંદરતા સાથે જોડાયેલ નથી. તે ખાસ પ્રકારની કાર્યક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. કંપની ‘બેવકુફ’ જેવી બ્રાન્ડ્સની તુલનામાં અલગ પ્રકારના કસ્ટમર સેગમેન્ટને ટાર્ગેટ કરે છે.
શરૂઆતમાં અર્બન મંકીએ ત્રણ વર્ષ સુધી અલગ-અલગ ઓનલાઈન માર્કેટપ્લેસ પર પોતાની પ્રોડક્ટ્સ વેચી. જોકે, SEOના પડકારોને કારણે તેઓએ આ પ્રોડક્ટોને ખાસ રીતે ફક્ત તેમની વેબસાઇટ પર વેચવાનું નક્કી કર્યું. હાલમાં કંપનીનું 30% વેચાણ Google સર્ચથી થાય છે.
આ પણ વાંચો : અનોખા લગ્ન : વરરાજાને સ્મશાનમાં ઉતારો અપાશે, ભૂત-પ્રેતના સરઘસ સાથે કન્યા કાળી સાડીમાં જાનનું સામૈયું કરશે..
શાર્ક ટેન્કના જજો પાસેથી ન મળ્યા પૈસા
Success Story : શરૂઆતના વર્ષો અર્બન મંકી માટે પડકારજનક હતા. બ્રાન્ડ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન માર્કેટપ્લેસ પર ખાસ સફળતા મેળવી શકી ન હતી. જો કે, એકવાર જ્યારે યશ ગંગવાલે પોતાનું માર્કેટપ્લેસ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તે બ્રાન્ડની શરૂઆત કરી.
યશ ગંગવાલે શાર્ક ટેન્ક ઈન્ડિયા સિઝન 2માં પણ ભાગ લીધો હતો. પરંતુ, તેમને કોઈ રોકાણ મળ્યું ન હતું. આજે અર્બન મંકીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 12 કરોડ રુપિયા છે. હાલમાં તેની વેલ્યૂએશન 100 કરોડ રૂપિયા છે.
MORE ARTICLE : Vastu Shastra : તમે ઘરમાં શંખ રાખતા હોય તો આ 7 નિયમોનું જરૂરથી પાલન કરો, લક્ષ્મીજીની કૃપાથી થશે અનેક લાભ….