Success Story : શરૂઆતમાં મળ્યો નબળો પ્રતિસાદ, પછી YouTube ચેનલ થકી થયો પૈસાનો વરસાદ, અત્યારે છે કરોડોની નેટવર્થ..
Success Story : આશિષ ચંચલાનીની યુટ્યુબ પર આશિષ ચંચલાની વાઈન્સ નામની ચેનલ છે. તેને લોકો ખૂબ જ પસંદ કરે છે. આ ચેનલે આશિષ ચંચલાનીને કરોડપતિ બનાવી દીધા છે. તેમની નેટવર્થ આશરે 40 કરોડ રૂપિયા છે. શરૂઆતમાં તેઓ ફિલ્મોના રિવ્યૂ આપતા હતા.
Success Story : જોકે, બાદમાં તેમણે વાઈન બનાવવાનું શરૂ કરી દીધું. આશિષ ચંચલાનીએ 7 જુલાઈ 2009ના રોજ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જોકે, તેમનો પહેલો વીડિયો 2014માં અપલોડ કરવામાં આવ્યો હતો. તેમની ચેનલના 3 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તો ચાલો અહીં તેમની સફર વિશે જાણીએ.
કોલેજમાં અભ્યાસ દરમિયાન શરૂ કરી ચેનલ
Success Story : બી.ટેક.ના અભ્યાસ દરમિયાન આશિષ ચંચલાનીએ યુટ્યુબ પર કોમેડી વીડિયો જોવાનું શરૂ કર્યું હતું. આનાથી તેમને પોતાના કોમેડી શોર્ટ્સ બનાવવાની પ્રેરણા મળી. શરૂઆતમાં તેઓએ તેને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. ત્યારપછી તેમણે તેમની યુટ્યુબ ચેનલ પર નાના-નાના વીડિયોમાં અલગ-અલગ પાત્રો દર્શાવવાનું શરૂ કર્યું.
Success Story : સમયની સાથે તેમનું કન્ટેન્ટ લાંબુ અને કહાની-આધારિત વીડિયોમાં વિકસિત થયું. શરૂઆતમાં હળવો પ્રતિસાદ મળ્યા બાદ તેમને પછીથી સારો પ્રતિસાદ મળવા લાગ્યો.
અલગ-અલગ સ્ત્રોતોમાંથી કમાય છે પૈસા
યુટ્યુબથી કમાણી સિવાય આશિષ ચંચલાની અલગ-અલગ રીતે તેમની આવકમાં વિવિધતા લાવ્યા છે. તેઓ લાઈવ શૉમાં સામેલ થાય છે. વસ્તુઓ વેંચે છે. એડવર્ટાઈઝમેન્ટ કરે છે. આવકના આ વધારાના સ્ત્રોતોએ તેમની નેટવર્થને વધારવામાં મદદ કરી છે. તેઓ જાણીતી બ્રાન્ડ્સ અને સેલિબ્રિટી સાથે પણ કોલૈબરેટ કરે છે. તેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે.
આ પણ વાંચો : World Liver Day : ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન..
સ્પોન્સર્ડ પોસ્ટ્સથી લાખોની કમાણી
આમ તો તેમની આવકનો મુખ્ય ભાગ હજુ પણ તેમની યુટ્યુબ ચેનલની આસપાસ ફરે છે. પરંતુ તેમની લોકપ્રિયતા બ્રાન્ડ માલિકોને આકર્ષિત કરે છે. તેઓ પ્રોડક્ટ પ્રમોશન માટે તેમની મદદ લે છે. બ્રાન્ડ સ્પોન્સરશિપ અને ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ દ્વારા આશિષ ચંચલાની ઈન્સ્ટાગ્રામ પર દરેક સ્પોન્સર્ડ પોસ્ટ માટે 15 લાખથી રુપિયાથી વધુ ચાર્જ લે છે.
3 કરોડથી વધુ છે સબ્સ્ક્રાઈબર્સ
તેની શરૂઆત થતા જ આશિષની YouTube ચેનલ ઝડપથી રમૂજ અને મનોરંજનનું કેંન્દ્ર બની ગયું. વર્ષ 2020 સુધીમાં તેમણે 2 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ બનાવી લીધા હતા. આજે તેની સંખ્યા વધીને 3 કરોડથી વધુ થઈ ગઈ છે. તેઓ ભારતના સૌથી લોકપ્રિય યુટ્યુબર્સમાંથી એક છે.
more article : Stock Market : 6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ !