Success Story : માત્ર દસમાં સુધી ભણ્યા છે કૈલાશ કાટકર, કેલ્ક્યુલેટર રિપેરથી કરી શરૂઆત, આજે છે કરોડોની કંપનીના માલિક

Success Story : માત્ર દસમાં સુધી ભણ્યા છે કૈલાશ કાટકર, કેલ્ક્યુલેટર રિપેરથી કરી શરૂઆત, આજે છે કરોડોની કંપનીના માલિક

Success Story : કોમ્પ્યુટ એક એવું નામ જે પહેલા માત્ર ટીવી જેવા એક બોક્સ પૂરતું જ મર્યાદિત હતું. પરંતુ ટેક્નોલોજી જેમ-જેમ આગળ વધી, તેમ-તેમ આ તે બોક્સમાંથી લેપટોપ, ટેબ અને સ્માર્ટફોન સુધી ફેલાતું ગયું. આજે મોટાભાગના લોકો માટે કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન એક સામાન્ય ટેક્નોલોજી બની ગઈ છે. પરંતુ ટેક્નોલોજીમાં વાયરસનો ખતરો પણ બન્યો રહે છે. એક વાયરસ અને આખું કમ્પ્યુટર કે સ્માર્ટફોન નકામો. વાયરસથી આ ડિવાઈસને બચાવવા માટે શોધ થઈ એન્ટીવાયરસ સોફ્ટવેરની. એન્ટીવાયરસ સોફ્ટવેરની વાત કરીએ અને ક્વિક હીલનું નામ સામે ન આવે, એવું તો બની જ ન શકે.

બે ભાઈઓએ શરૂ કરી કંપની

Success Story : ભારતની સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સ પ્રોવાડર ક્વિક હીલ આજે 54.8 કરોડ રુપિયાની આવકવાળી કંપની છે. BSE પર ક્વિક હીલ ટેક્નોલોજીસની માર્કેટ કેપ 1,341.80 કરોડ રુપિયા છે. આ કંપનીની શરૂઆત આમ તો બે ભાઈઓ કૈલાશ કાટકર અને સંજય કાટકરે કરી હતી, પરંતુ આ આઈડિયા કૈલાશ કાટકરના મગજ આવ્યો હતો. કૈલાશ કાટકર જ્યારે ક્વિકહીલના MD અને CEO છે, ત્યારે સંજય કટકર કંપનીના CTO છે. સ્કૂલ ડ્રોપ આઉટ કૈલાશ કાટકરને ક્વિક હીલનો વિચાર કેવી રીતે આવ્યો? કેવી રીતે બંને ભાઈઓ જમીનથી આસમાન સુધી પહોંચ્યા…

ધોરણ 10 પછી છોડ્યો અભ્યાસ

Success Story : કૈલાશ કાટકરનો જન્મ વર્ષ 1966માં મહારાષ્ટ્રના રહીમતપુરમાં થયો હતો. તેમનો ઉછેર પુણેમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ પણ આ જ શહેરમાં થયું હતું. જોકે, ધોરણ 10 પછી તેમણે અભ્યાસ છોડી દીધો અને પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે વર્ષ 1985માં કેલ્ક્યુલેટર અને રેડિયો રિપેરિંગની દુકાન પર કામ કરવાનું શરૂ કરી દીધું. આ દુકાનમાં તેમને દર મહિને 400 રૂપિયા મળતા હતા. ધીમે-ધીમે તેમની કમાણી વધતી ગઈ. વર્ષ 1990માં તેમણે 15,000 રૂપિયાનું રોકાણ કરીને પોતાની રિપેરિંગ દુકાન ખોલી લીધી.

22 વર્ષની ઉંમરે જોયું હતું કોમ્પ્યુટર

Success Story : 22 વર્ષની ઉંમરે તેઓએ પહેલીવાર કમ્પ્યુટર જોયું હતું. પરંતુ ટૂંક સમયમાં જ તેમણે 50 હજાર રૂપિયામાં પહેલું કોમ્પ્યુટર ખરીદ્યું. તેનો ઉપયોગ તેઓ બિલિંગ માટે કરવા લાગ્યા. તે સમયે કોમ્પ્યુટરનો એટલો ક્રેઝ હતો કે લોકો તેમની દુકાને માત્ર કોમ્પ્યુટર જોવા જ આવતા હતા. તે સમયે દેશમાં સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી ઝડપથી વધી રહી હતી.

આ પણ વાંચો : Gausneswar Mahadev : ગાય પથ્થર ઉપર કરતી હતી દુગ્ધાભિષેક, ખોદયું તો નીકળ્યું શિવલિંગ, ગુજરાતના ગૌષ્ણેશ્વર મહાદેવની અનોખી ગાથા

કૈલાશ કાટકર કોમ્પ્યુટરના શોર્ટ ટર્મ કોર્સ કર્યા અને વર્ષ 1993માં CAT કોમ્પ્યુટર સર્વિસની શરૂઆત કરી. આ કંપની કોમ્પ્યુટર રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ કરતી હતી. આ સમય દરમિયાન તેમણે જોયું કે જે કોમ્પ્યુટર તેમને ત્યાં રિપેર કરાવવા માટે આવે છે, તેમાં વાયરસની સમસ્યા સૌથી વધુ છે.

એન્ટી વાયરલ સોફ્ટવેર કંપની કરી શરૂ

Success Story : આ જોઈને તેમણે અને તેમના ભાઈ સંજય કાટકરે એન્ટી વાયરસ પ્રોગ્રામ્સ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ 1995માં તેઓએ DOS એન્ટી વાયરસનું પ્રથમ વર્ઝન બનાવ્યું. આ પછી એન્ટી વાયરસ સોફ્ટવેર કંપની શરૂ કરી. જેનું નામ ક્વિક હીલ છે. વર્ષ 1998માં કાટકર ભાઈઓએ રિપેરીંગનું કામ સંપૂર્ણપણે બંધ કરી દીધું અને એન્ટી વાયરસ સોફ્ટવેર પર શિફ્ટ થઈ ગયા. ઘણી નિષ્ફળતાઓ પછી કંપની ઝડપથી આગળ વધવા લાગી. વર્ષ 2002માં કંપનીએ પુણેની બહાર તેમનો બિઝનેસ વિસ્તાર્યો.

60થી વધુ દેશોમાં છે બિઝનેસ

Success Story : તેમણે નાશિકમાં પોતાની બ્રાન્ચ ખોલી. વર્ષ 2007માં તેમની ઓળખને મજબૂત કરવા ક્વિક હીલ ટેક્નોલોજીની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2010માં કંપનીને સેક્વોઇયા કેપિટલ પાસેથી 60 કરોડ રુપિયાનું ફંડિગ મળ્યું. આ પછી કંપની ઝડપથી આગળ વધવા લાગી. આજે આ કંપનીનો બિઝનેસ 60થી વધુ દેશોમાં છે. હાલમાં કંપનીની કુલ સંપત્તિ હજારો કરોડ રૂપિયા છે.

more article :Holi : હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *