SUCCESS STORY : ‘એક પથ્થર તો તબિયત સે..!’ ધો.12માં માત્ર 41 ટકા લાવનાર જુનૈદ અહેમદે બે વખત પાસ કરી UPSC, ઑલ ઈન્ડિયામાં ત્રીજો રેન્ક મેળવી બન્યા IAS

SUCCESS STORY : ‘એક પથ્થર તો તબિયત સે..!’ ધો.12માં માત્ર 41 ટકા લાવનાર જુનૈદ અહેમદે બે વખત પાસ કરી UPSC, ઑલ ઈન્ડિયામાં ત્રીજો રેન્ક મેળવી બન્યા IAS

SUCCESS STORY : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની સિવિલ સર્વિસ પરીક્ષાને ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ સિવિલ સર્વિસ પરીક્ષામાં સામેલ થાય છે, પરંતુ તેમાંથી માત્ર થોડા જ ઉમેદવારો UPSCની આ પરીક્ષામાં સફળ થઈ શકે છે.

દિવસમાં 4 કલાક કર્યો અભ્યાસ

આજે અમે તમને આ આર્ટીકલમાં IAS ઓફિસર જુનૈદ અહેમદ વિશે જણાવીશું, જેમણે પોતાની સ્કૂલ અને કોલેજ લાઈફમાં ક્યારેય 60 ટકા માર્ક્સ નથી મેળવ્યા, તેમણે દેશની સૌથી અઘરી પરીક્ષા માટે દિવસમાં માત્ર 4 કલાક જ અભ્યાસ કર્યો અને પરીક્ષા પાસ કરી. આ ઉપરાંત તેઓ યુપીએસસી ટોપર પણ બન્યા. તેમણે ઓલ ઈન્ડિયામાં ત્રીજો રેન્ક મેળવીને આ પરીક્ષા પાસ કરી હતી.

ઉત્તર પ્રદેશના રહેવાસી છે જુનૈદ અહેમદ

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના નગીનાના રહેવાસી જુનૈદ અહેમદે વર્ષ 2018ની UPSC પરીક્ષામાં સફળતા મેળવી હતી. તમને જણાવી દઈએ કે IAS ઓફિસર જુનૈદ અહેમદે નોઈડાની શારદા યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેમની માતા એક ગૃહિણી છે. તેમજ તેમના પિતા એક વકીલ છે. તેમના બે નાના ભાઈ-બહેન અને એક મોટી બહેન પણ છે.

SUCCESS STORY
SUCCESS STORY

UPSCમાં ત્રણ વખત થયા ફેલ

સ્કૂલ અને કોલેજમાં જુનૈદ અહેમદ ભણવામાં બહુ હોશિયાર નહોતા. પરંતુ તેમણે એ સાબિત કરી બતાવ્યું કે સખત મહેનતથી કંઈપણ અસંભવ નથી. જુનૈદ અહેમદ સતત ત્રણ વખત યુપીએસસી પરીક્ષામાં નાપાસ થયા હતા, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની અને ફરી પ્રયાસ કર્યો.

આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદના માધુપુરા આવેલું છે જગદંબાનું મંદિર, 200 વર્ષથી થાય છે ઘીના બે અખંડ દીવા, માનતા માનો એટલી પૂરી..

SUCCESS STORY : તેમના ચોથા પ્રયાસમાં જુનૈદ અહેમદે UPSC પરીક્ષામાં ઓલ ઈન્ડિયા 352મો રેન્ક મેળવીને IRS ઓફિસરનું પદ મેળવ્યું. જોકે, જુનૈદ અહેમદ IAS ઓફિસર બનવાની જીદ્દ પર મક્કમ હતા, એટલા માટે તેમણે પાંચમો પ્રયાસ કર્યો અને આ વખતે ઓલ ઈન્ડિયા 3મો રેન્ક મેળવીને તેમનું સપનું પૂરું કરી લીધું.

SUCCESS STORY
SUCCESS STORY

ઈન્ટરનેટ કરી શકે છે મદદ

અહેમદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે “મારી પાસે સિનિયર્સ દ્વારા સૂચવેલી કેટલીક બુક્સ હતી, જેનાથી મને મારો બેસ તૈયાર કરવામાં ઘણી મદદ મળી.” અહેમદે કહ્યું, “ઈન્ટરનેટ તમને ઘણી મદદ કરે છે, આજકાલ બધું જ ઓનલાઈન ઉપલબ્ધ છે. ઈન્ટરનેટના યોગ્ય ઉપયોગથી મને ઘણી મદદ મળી.”

આ પણ વાંચો : Ambalal Patel : ઉનાળામાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ આવશે, અંબાલાલ પટેલની આ આગાહીથી ચેતીને રહેજો

4-5 કલાક કરતા હતા અભ્યાસ

આ સિવાય તેમણે કહ્યું કે, “મેં મેરિટ લિસ્ટમાં આવવાની અપેક્ષા રાખી હતી પરંતુ ત્રીજા રેન્કની ક્યારેય આશા રાખી નહોતી.” મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે તેઓ દરરોજ ચારથી પાંચ કલાક અભ્યાસ કરતા હતા.

SUCCESS STORY
SUCCESS STORY

MORE ARTICLE : Chirag Yojana : ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની મળશે તક, જાણો શું છે ચિરાગ યોજના..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *