Success Story : એક સમયે ધોતા હતા ગાડીઓ, PFના પૈસાથી શરૂ કર્યો બિઝનેસ; આ રીતે ચમકી કિસ્મત,જાણો સફળતાની કહાની ….
સફળ થવા માટે ખૂબ મહેનત અને દ્રઢ સંકલ્પની જરૂર પડે છે અને આવી જ કહાની એક્વાપોટ (AQUAPOT)ના સ્થાપક અને સીઈઓ બી. એમ બાલકૃષ્ણ (B.M. Balakrishna)ની છે. તેમણે તેમના શરૂઆતના દિવસોમાં ખૂબ જ મહેનત કરી અને તેમના બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. ચાલો જાણીએ બીએમ બાલકૃષ્ણની Success Story
આંધ્ર પ્રદેશમાં થયો હતો જન્મ
બી. એમ બાલકૃષ્ણનો જન્મ આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના એક નાનકડા ગામ શંકરયાલપેટા (Sankarayalapeta)માં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા અને તેમની માતા ઘરે સીવણ સિવાય એક આંગણવાડીમાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા. તેમના પિતાનો દૂધનો પણ વ્યવસાય હતો. બી. એમ બાલકૃષ્ણ જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેઓ ગણિતમાં 6 વખત નાપાસ પણ થયા હતા.
ડિપ્લોમાનો કર્યો અભ્યાસ
શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે નેલ્લોરમાં ઓટોમોબાઈલ્સમાં ડિપ્લોમા કર્યું. આ દરમિયાન તેમણે નક્કી કર્યું કે તેઓ વધુ સમય નહીં બગાડે. જ્યારે તેઓ ડિપ્લોમા કરી રહ્યા હતા, ત્યારે તેમના માતા-પિતા મુશ્કેલથી તેમની ફી ચૂકવી શકતા હતા. બી. એમ બાલકૃષ્ણ ઈચ્છતા ન હતા કે તેમની મહેનત વ્યર્થ જાય. તેમણે તેમના માતા-પિતાના સમર્થનનું મહત્વ સમજાયું. તે દિવસોમાં દૂધ 3 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાતું હતું, જેનો અર્થ એ હતો કે તેમના માતા-પિતા તેમને 1000 રૂપિયા મોકલવા માટે 350 લિટર દૂધ વેચતા. આ બધું સમજીને તેમણે લગનથી અભ્યાસ કર્યો, 74% સાથે પરીક્ષા પાસ કરી અને કોલેજના બીજા ટોપર બન્યા.
પરિવારને આર્થિક મદદ કરવા વિચાર્યું
તેમના માતા-પિતા તેમના પરિણામથી ખૂબ જ ખુશ હતા અને તેમને વધુ ભણાવવા માંગતા હતા. બી. એમ બાલકૃષ્ણ તેમના પરિવારની જીવનશૈલી સુધારવા માંગતા હતા અને ઘરે આર્થિક મદદ કરવા માંગતા હતા. તેથી તેમણે નોકરી શોધવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેમની માતાએ તેમને 1000 રૂપિયા આપ્યા અને તેમણે બેંગ્લોરની આસપાસ નોકરી શોધવા કહ્યું.
કારને ધોવાનું કર્યું કામ
ત્યારબાદ બાલકૃષ્ણ બેંગ્લોર આવ્યા અને ઘણી ઓટોમોબાઈલ કંપનીઓમાં નોકરી માટે અરજી કરી પરંતુ તેમને ક્યાંય સફળતા ન મળી. તેમનો બધો ઉત્સાહ ડગમગી ગયો. અંતે તેમણે નક્કી કર્યું કે તેઓ કોઈપણ કામ કરશે અને થોડા દિવસો પછી તેમણે કાર ધોવાનું શરૂ કર્યું. અહીં તેમને 500 રૂપિયાનો પગાર મળતો હતો. તેમણે એક ટેલિફોન બૂથમાં મહિને 300 રૂપિયામાં કામ પણ કર્યું.
માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કર્યું કામ
આ દરમિયાન તેમને એક પંપ ચલાવવાનો બિઝનેસ ઓફર કરવામાં આવ્યો. તે તેમની આવડત સાથે સંબંધિત ન હતું, પરંતુ તેમને 2,000 રૂપિયાનો પગાર મળતો હતો જે તેમના પરિવારને મદદ કરવા માટે પૂરતો હતો. તેથી તેમણે ત્યાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું, તેમણે ત્યાં 14 વર્ષ કામ કર્યું.
પીએફના પૈસાથી બિઝનેસ શરૂ કર્યો
કામના બોજને કારણે તેમણે નોકરી છોડી દીધી અને અહીંથી તેમના સપનાની પરિપૂર્ણતાની શરૂઆત થઈ. વર્ષ 2010માં તેમણે તેમના પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી રૂ.1.27 લાખ સાથે પોતાની બ્રાન્ડ AQUAPOT શરૂ કરી. બિઝનેસ શરૂ કર્યા બાદ શરૂઆતના દિવસોમાં તેમના માટે ફંડ એકઠું કરવું થોડું મુશ્કેલ કામ હતું.
શરૂઆતમાં પોતે રિપેર કરવા જતા
બાલકૃષ્ણએ માત્ર તેમની દિલની વાત સાંભળી. શરૂઆતમાં તેમણે બહુ ઓછા લોકો સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ પોતે આર.ઓ.ના પંપ રિપેર કરવા જતા હતા. તેમના લોકો સાથે સારા સંબંધો હતા, ટૂંક સમયમાં જ તેમના ગ્રાહકો વધવા લાગ્યા અને તેમણે હોલસેલ બિઝનેસ શરૂ કર્યો. તેમણે માર્કેટિંગ પર ખૂબ જ મહેનત કરી. તેઓએ ટી-શર્ટ, બ્રોશર જેવી વસ્તુઓનું વિતરણ કરવાનું શરૂ કર્યું. આખરે તેમના પ્રયત્નો ફળ્યા. તેમની પ્રોડક્ટ AQUAPOT દેશના ટોચના 20 વોટર પ્યુરીફાયર્સમાં પોતાનું નામ બનાવવા માટે સફળ રહી.
યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે બાલકૃષ્ણ
આજે તેમની કંપનીની પ્રોડક્ટ્સ આખા દેશમાં પ્રખ્યાત છે. તેમની બ્રાંચ હૈદરાબાદ, બેંગ્લોર, વિજયવાડા, તિરુપતિ અને હુબલીમાં પણ ફેલાયેલી છે અને હાલમાં તેમનો બિઝનેસ 25 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. બાલકૃષ્ણ ક્યારેય બ્રેક લેતા નથી અને સતત કામ કરે છે. તેઓ ઘણા યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
more article : Success Story : 14 વર્ષની ઉંમરે પાસ કરી IIT JEE, 19 વર્ષે બની ગયા અમેરિકામાં Phd સ્કોલર, વાંચો સહલ કૌશિકની સફળતાની કહાની