Success Story Of Ramachandran : 5000 રૂપિયા ઉધાર લઈને શરૂ કર્યો હતો બિઝનેસ, આજે 16 હજાર કરોડની કંપનીના છે માલિક
Success Story Of Ramachandran : ‘આયા નયા ઉજાલા, ચાર બૂંદો વાલા…’ કપડાઓમાં ચમક લાવવા માટે ઉજાલા નીલની આ જાહેરાત 90ના દાયકામાં લોકોના હોઠ પર હતી. ઉજાલા નીલના નિર્માણની કહાની પણ ઘણી પ્રેરણાદાયી છે.
Success Story Of Ramachandran : આ નીલને બનાવતી કંપનીના માલિક એમપી રામચંદ્રનની સફર ઘણી સંઘર્ષભરી રહી છે. તેમણે કંપનીની શરૂઆત 5000 રૂપિયા ઉધાર લઈને કરી હતી. આજે આ કંપનીની વેલ્યૂ લગભગ 16 હજાર 9 સો કરોડ રૂપિયા છે.
આ રીતે શરૂ કરી કંપની
Success Story Of Ramachandran : એમપી રામચંદ્રનની સફર સરળ નહોતી. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આનાથી તેમનો બિઝનેસમાં ઘણો રસ વધ્યો અને તેમણે બિઝનેસ કરવાનું નક્કી કર્યું. આ પછી તેમણે તેમના ભાઈ પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા હતા. આ પૈસાથી તેમણે જ્યોતિ લેબોરેટરીઝ નામની કંપની બનાવી અને તેને ઉજાલા નામથી માર્કેટમાં લૉન્ચ કરી.
આ રીતે બની ઉજાલા
Success Story Of Ramachandran : તેઓ કપડાં માટે વ્હાઈટનર બનાવવા માંગતા હતા. આ માટે તેઓ રસોડામાં પ્રયોગો કરતા હતા. એક દિવસ તેમની નજર એક મેગેઝીન પર પડી. તેમાં લખ્યું હતું કે જાંબલી રંગનો ઉપયોગ કરીને કપડાંને વધુ સફેદ અને ચમકદાર બનાવી શકાય છે. આ પછી તેમણે તેના પર કેટલાક પ્રયોગો કર્યા. એમપી રામચંદ્ર એક વર્ષ સુધી જાંબલી રંગોની સાથે પ્રયોગ કરતા રહ્યા. આ પછી તેઓ ઉજાલા નીલ બનાવવામાં સફળ રહ્યા.
આ પણ વાંચો : Hanuman mandir : બોટાદમાં બિરાજે રોકડિયા હનુમાન, પાલખી યાત્રાનો 70 વર્ષ જૂનો ઈતિહાસ, અહીં ભાવિકોનું કામ થાય રોકડું\
દીકરીના નામે કંપની
તેમણે તેમના ભાઈ પાસેથી ઉછીના લીધેલા પૈસાથી 1983માં કેરળના ત્રિશૂરમાં પારિવારિક જમીનના એક નાના ભાગ પર કામચલાઉ ફેક્ટરી ખોલી. તેમણે તેમની દીકરી જ્યોતિના નામ પરથી કંપનીનું નામ જ્યોતિ લેબોરેટરીઝ રાખ્યું હતું. આ પ્રોડક્ટ શરૂઆતમાં 6 મહિલાઓના એક ગ્રુપે ઘરે-ઘરે જઈને વેચી હતી.
આ પ્રોડક્ટ છે ખૂબ જ ફેમસ
Success Story Of Ramachandran : બાદમાં તેમની ઉજાલા બ્રાન્ડ દેશના લગભગ દરેક ઘર સુધી પહોંચી ગઈ હતી. આ ઈન્ડિગોનો ઉપયોગ સફેદ કપડાંને ચમકાવવા માટે થાય છે. જ્યોતિ લેબોરેટરીઝના બે મહત્વની પ્રોડક્ટ ઉજાલા લિક્વિડ ક્લોથ વ્હાઈટનર અને મેક્સો મોસ્કિટો રિપેલન્ટ્સ દેશમાં ખૂબ પ્રખ્યાત થયા છે.
more article : Astro Tips : ભગવાન શિવજીની પૂજા કરતી વખતે અવશ્ય કરો આ મંત્રોનો જાપ, શિવજી દરેક મનોકામના કરશે પૂર્ણ