Success Story Of Nayan Shah : પિતાનો બિઝનેસ છોડી આ અમદાવાદીએ પાણી વેચવાનું શરૂ કર્યું, એક વર્ષમાં રૂ. 250 કરોડની કમાણી કરી લીધી

Success Story Of Nayan Shah : પિતાનો બિઝનેસ છોડી આ અમદાવાદીએ પાણી વેચવાનું શરૂ કર્યું, એક વર્ષમાં રૂ. 250 કરોડની કમાણી કરી લીધી

Success Story Of Nayan Shah : અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઘણા લોકોની એવી ઈચ્છા હોય છે કે તેઓ તેમના પારિવારના બિઝનેસમાં જોડાય અને તેને આગળ વધારે. કેટલાક લોકો પારિવારના બિઝનેસમાં નવા-નવા પ્રયોગો કરે છે તો કેટલાક બિઝનેસ કરવાની રીત બદલે છે. નયન શાહ આ બધાથી અલગ છે. તેમણે પોતાનો પારિવારિક બિઝનેસ છોડીને ખુદનો બિઝનેસ શરૂ કર્યો અને કરોડો રૂપિયા કમાયા.

ઓસ્ટ્રેલિયામાં કર્યો અભ્યાસ

Success Story Of Nayan Shah : નયન શાહ વર્ષ 2002માં ઓસ્ટ્રેલિયાથી MBA કર્યા બાદ ભારત પરત ફર્યા હતા. જ્યારે તેઓ ભારત પાછા આવ્યા ત્યારે તેમની પાસે આવો કોઈ પ્લાન નહતો. પરંતુ તેઓ કંઈક એવું કરવા માંગતા હતા જે તેમનું પોતાનું હોય. તેમના પરિવારનો અમદાવાદમાં વાયર અને કેબલ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ હતો. પરંતુ તેઓ આનાથી કંઈક અલગ કરવા માંગતા હતા.

નોકરી મૂકી શરૂ કર્યો બિઝનેસ

Success Story Of Nayan Shah : MBA કર્યા બાદ તેમણે એક કંપનીમાં નોકરી કરી. અહીં તેઓ માત્ર બે વર્ષ જ રહ્યા. આ પછી તેમણે તેમના કોર્પોરેટ કરિયરને વિરામ આપ્યો અને કંઈક એવું કરવાનો પ્લાન બનાવ્યો જે તેમનો પોતાનું હોય. આ પછી તેમણે 2005માં પોતાનો પહેલો બિઝનેસ શરૂ કર્યો. તેમણે એનર્જી ડ્રિંક લૉન્ચ કર્યું. તેમણે આ બિઝનેસ તેમના પૂર્વ બોસ સાથે મળીને શરૂ કર્યો હતો.

Success Story Of Nayan Shah
Success Story Of Nayan Shah

Success Story Of Nayan Shah ધીમે-ધીમે વેચાણ ઘટ્યું

એનર્જી ડ્રિંક્સ સાથે સંબંધિત બિઝનેસ શરૂઆતમાં ખૂબ સારો ચાલ્યો. આ જ કારણ હતું કે તેમને 2007 સુધીમાં 3.20 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જોકે, પછી તેમનો આ બિઝનેસ ઘટવા લાગ્યો. તેનું કારણ એ હતું કે તેમના ડ્રિંકની કિંમત ચા અને કોફીની કિંમત કરતાં વધુ હતી.

તેથી તેમની પ્રોડક્ટનું વેચાણ ઘટવા લાગ્યું. વર્ષ 2009 સુધીમાં વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો અને આવક ઘટીને માત્ર 60 લાખ રૂપિયા રહી ગઈ. આ નુકસાન જોઈને તેમના પાર્ટનરે કંપની છોડી દીધી.

આ પણ વાંચો  : HEALTH TIPS : મોટી-મોટી હસ્તીઓ સવારે ઉઠતા જ આ 5 વસ્તુઓનું કરે છે પાલન, સફળ થવું હોય તો જાણો ટિપ્સ

Success Story Of Nayan Shah ભૂલમાંથી ઘણું શીખ્યા

તેમણે પોતાની આ ભૂલમાંથી ઘણું શીખ્યું અને FMCG માર્કેટને સમજ્યું. પછી તેમણે માનવીની મૂળભૂત જરૂરિયાતોને સમજી અને જોયું કે ભારતમાં ઘણા લોકોની પાસે પીવા માટે શુદ્ધ પાણી નથી. બસ પછી શું હતું. તેમણે બોટલમાં પાણી વેચવાનું વિચાર્યું. ફેબ્રુઆરી 2010માં તેમણે તેમની કંપની હેઠળ Clear Pani નામની એક બ્રાન્ડ શરૂ કરી. તે વર્ષે તેમણે માત્ર 500 બોટલ જ વેચી.

Success Story Of Nayan Shah
Success Story Of Nayan Shah

Success Story Of Nayan Shah યુનિક ડિઝાઈન અને ચાલ્યો બિઝનેસ

પાણી માર્કેટમાં પહેલાથી જ ઘણી કંપનીઓ હાજર હતી. આ કંપનીઓની વચ્ચે પોતાની કંપનીની ઓળખ બનાવવા માટે સૌથી પહેલા તેઓએ બોટલનો આકાર યૂનિક રાખ્યો. અન્ય કંપનીઓના નળાકાર આકારથી વિપરીત તેમણે તેમની બ્રાન્ડની બોટલનો આકાર ચોરસ રાખ્યો. તેમણે લેબલ પણ પ્રીમિયમ લુકનું રાખ્યું. આ પછી તેમનો બિઝનેસ ચાલ્યો. આજે તેઓ ઘણી હોટલો, એરલાઈન્સ વગેરેની સાથે તેમની બ્રાન્ડનું પાણી વેચે છે.

Success Story Of Nayan Shah નજર 1000 કરોડના બિઝનેસ પર નજર

તેમની કંપનીનું આ પાણી આજે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં તેમની કંપનીએ પાણીથી 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તેમનું કહેવું છે કે તેમની કંપનીનું લક્ષ્ય આ આવકને વર્ષ 2025-26 સુધીમાં 1000 કરોડ સુધી લઈ જવાનું છે.

Success Story Of Nayan Shah
Success Story Of Nayan Shah

MORE ERTICLE : Shribai Mataji : તાલાળામાં આવેલું છે શ્રીબાઈ ધામ, ધર્મને બચાવવા થયા હતા પ્રગટ, પરચા પૂરી કર્યા અદભૂત ચમત્કારો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *