Success Story of Nandan Reddy : 2014માં 6 ડિલિવરી બૉય સાથે શરૂ કરી કંપની Swiggy, આજે કરોડો કમાઈ રહ્યાં છે નંદન રેડ્ડી..

Success Story of Nandan Reddy : 2014માં 6 ડિલિવરી બૉય સાથે શરૂ કરી કંપની Swiggy, આજે કરોડો કમાઈ રહ્યાં છે નંદન રેડ્ડી..

Success Story of Nandan Reddy : ભારતમાં ઘણી કંપનીઓ એવી છે જે ફૂડ ઈન્ડસ્ટ્રીમાં બ્રાન્ડ બની ગઈ છે. જેમાં Zomato અને Swiggy વગેરેના નામ સામેલ છે. જ્યારે પણ લોકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું હોય, ત્યારે લોકો આ એપ પર જાય છે, જ્યાં તેઓને 30થી 35 મિનિટના સમયગાળામાં તેમનું મનપસંદ ફૂડ તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવે છે. આ સર્વિસે લોકોની ચિંતાઓ ઘણી હદ સુધી દૂર કરી દીધી છે.

Success Story of Nandan Reddy : ઉદાહરણ તરીકે, તમે ક્યાંયથી ફરીને પાછા આવ્યા છો અને તમારું રસોઈ બનાવવાનું મૂડ નથી, તો તમે સ્વિગી અથવા ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરી લો છો. રાત્રે ભૂખ લાગે તો પણ તમે ખૂબ જ સરળતાથી ફૂડ ઓર્ડર કરી શકો છો. આવી સ્થિતિમાં આજે અમે તમને ડિલિવરી એપ સ્વિગી (Swiggy)ની સક્સેસ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.

Success Story of Nandan Reddy : જેના કો-ફાઉન્ડર નંદન રેડ્ડી છે. એક નાના રોકાણથી શરૂ કરેલી કંપનીનું ટર્નઓવર આજે કરોડોમાં છે. ચાલો જાણીએ વિગતવાર…

Success Story of Nandan Reddy
Success Story of Nandan Reddy

2014માં કરી હતી શરૂઆત

સ્વિગી (Swiggy) કંપનીની શરુઆત વર્ષ 2014માં થઈ હતી, જેને નંદન રેડ્ડીએ તેમના બે મિત્રોની સાથે મળીને શરૂ કરી હતી. શરૂઆતના દિવસોમાં 25 રેસ્ટોરાંમાંથી ફૂડ લોકો સુધી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ આજે દરેક શહેરમાં સ્વિગીની ડિલિવરી સર્વિસ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Stock Market : બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર..

લાખો લોકોને મળે છે રોજગારી

આ સાથે જ લાખો લોકોને તેનાથી રોજગારી મળી છે. તમને જણાવી દઈએ કે નંદન રેડ્ડીએ આ કંપનીને સૌથી પહેલા રેસ્ટોરન્ટની જેમ શિફ્ટ કરવાનો પ્લાન બનાવ્યો, જે સફળ રહ્યો. આ કંપનીમાં લોકોને ઓનલાઈન ફૂડ ડિલિવરી કરવાની સુવિધા આપવામાં આવે છે. ઘરે બેઠા લોકો સ્વિગી એપ્લીકેશન પર જઈને મનપસંદ ફૂડ વધુ સારા ડિસ્કાઉન્ટ સાથે ઓર્ડર કરી શકે છે. આ માટે તેમને બહાર જવાની જરૂર પડતી નથી.

Success Story of Nandan Reddy
Success Story of Nandan Reddy

કંપનીની વેલ્યુએશન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં કંપનીની વેલ્યુએશન 3.6 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે એટલે કે કંપનીનું ટર્નઓવર લગભગ 26,000 કરોડ રૂપિયાથી વધુ છે. આ કંપનીમાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓએ શેર ખરીદ્યા છે.

આ પણ વાંચો : Diabetes : ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ મીઠા ફળ, ગળ્યું ખાવાની ક્રેવિંગને કરે છે કંટ્રોલ..

મહેનત કરવાથી મળે છે સફળતા

કહેવાય છે કે જો લોકોમાં દૃઢ નિશ્ચય હોય તો લોકો તેમના માર્ગમાં આવતી દરેક પરિસ્થિતિને પાર કરીને એક દિવસ ચોક્કસપણે સફળતાની સીડી ચઢી જાય છે. એવું કહેવાય છે કે ભાગ્ય ક્યારે બદલાઈ જાય તે કોઈ નથી જાણતું, પરંતુ આ માટે તમારે સખત મહેનત કરવી પડે છે.

Success Story of Nandan Reddy
Success Story of Nandan Reddy

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *