Success Story Of Khan Sir : એક બાળકથી શરૂ કર્યું હતું હૉમ ટ્યુશન, આજે યુ-ટ્યુબ થકી કમાય છે લાખો રુપિયા..
Success Story Of Khan Sir : દેશમાં સિવિલ સર્વિસની તૈયારી કરતા ઉમેદવારોની વચ્ચે ‘ખાન સર’નું નામ ખૂબ જ લોકપ્રિય છે. પટનાના ખાન સર તેમના ખાસ અંદાજમાં ભણાવવા માટે જાણીતા છે. યુટ્યુબ પર લાખો ઉમેદવારો તેમના ટીચિંગ વીડિયો જુએ છે.
Success Story Of Khan Sir : જોકે, આજે ખાન સર જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેઓએ ઘણી મહેનત કરી છે. આજે લાખો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવનાર ખાન સર, કમનસીબે પોતે કોઈ મોટી પરીક્ષા પાસ કરી શક્યા ન હતા.
Success Story Of Khan Sir : ખાન સરના ટીચિંગ પ્રોફેશનની સફર પણ સરળ નથી રહી. પોતાના કોચિંગ ક્લાસ ચલાવવા માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. યુટ્યુબ પર એક વીડિયોમાં ખાન સરે પોતે જ પોતાના સંઘર્ષ અને સફળતાની કહાની સંભળાવી હતી. તો ચાલો જાણીએ કે આખરે કેવી રીતે તેઓએ આ મોટું મુકામ હાસિલ કર્યું.
વિદ્યાર્થીઓ પાસેથી લે છે સાવ ઓછી ફી
Success Story Of Khan Sir : આજે લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જે ખાન સરના ટ્યુશનમાં અભ્યાસ કરે છે. તમને જણાવી દઈએ કે ખાન સરના ટીચિંગ ક્લાસ ખૂબ જ સસ્તા છે. તેઓ UPSCની તૈયારી માટે વિદ્યાર્થીઓ પાસેથી ખૂબ જ ઓછી ફી લે છે. એટલા માટે ગરીબથી લઈને અમીર પરિવારોના બાળકો તેમના કોચિંગમાં જોડાય છે અને આ રીતે તેમના સપનાને સાકાર કરે છે.
સરકારી નોકરીનું હતું સપનું
Success Story Of Khan Sir : વાસ્તવમાં, ખાન સરનું અન્ય યુવાનોની જેમ મોટા થઈને ભણીને સરકારી નોકરી મેળવવાનું સપનું હતું. આ માટે તેમણે સેનામાં જોડાવાની પરીક્ષા પણ આપી હતી, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. આ પછી તેમણે એન્જિનિયરિંગ અને એનડીએની પણ પરીક્ષાઓ આપી, અહીં પણ તેમને મેડિકલી અનફિટ હોવાને કારણે તક મળી નહીં. જે પછી તેમણે B.Scના અભ્યાસની સાથે ઘરે એક બાળકને ટ્યુશન આપવાનું શરૂ કર્યું.
તેમનું નસીબ તો ત્યારે ચમક્યું જ્યારે તે બાળકે સ્કૂલમાં ટોપ કર્યું.આવી સ્થિતિમાં ખાન સરે ઘણા પણ ઘણા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આ રીતે તેઓ ધીમે-ધીમે આગળ વધવા લાગ્યા. જોકે, તેઓ આર્થિક રીતે બહુ મજબૂત નહતો. જેના કારણે તેમણે કેટલાક લોકોની મદદ લીધી અને પોતાનું એક કોચિંગ સેન્ટર ખોલ્યું.
આ પણ વાંચો : Success Story : અભ્યાસ માટે માતાએ ગીરવે મૂક્યા દાગીના, પિતાએ શાકભાજી વેચી; પુત્રીએ ક્રેક કરી UPSC..
બોમ્બ ફેંકીને કર્યો હતો હુમલો
Success Story Of Khan Sir : આ સમયગાળા દરમિયાન તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, એક સમય તો એવો આવ્યો હતો જ્યારે કેટલાક લોકોએ ખાન સરના કોચિંગ સેન્ટર પર બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો, પરંતુ તેમનાથી ડર્યા વગર ખાન સર તેમના માર્ગ પર આગળ વધતા રહ્યા અને આજે તેઓ એટલા લોકપ્રિય થઈ ગયા છે કે તેઓએ હવે ઓનલાઈન કોચિંગ આપવાનું પણ શરૂ કરી દીધું છે.
આપે છે ઓનલાઈન ક્લાસ
જે રીતે દરેક સફળતાની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. તે જ રીતે ખાન સરની સફળતા પાછળ પણ તેમનું બાળપણ છુપાયેલું છે. હકીકતમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમનું બાળપણ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયું છે.
Success Story Of Khan Sir : તેમનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો, જ્યાં તેમને કોઈપણ વસ્તુ ખૂબ જ મર્યાદિત મળતી હતી. પરિસ્થિતિ એવી હતી કે જ્યારે તેઓ સ્કૂલે ભણવા જતા હતા ત્યારે તેમને અડધી પેન્સિલ આપવામાં આવતી હતી.
આવી સ્થિતિમાં તેઓ મોટો થઈને સરકારી ઓફિસર બનવા માંગતા હતા. જેના માટે તેમણે સતત ઘણા પ્રયત્નો પણ કર્યા, પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ હતું. આજે તેઓ યુટ્યુબના બાદશાહ બની ગયા છે. કરોડો સબ્સ્ક્રાઇબર્સ તેમની ચેનલ જુએ છે. તેમની શીખવવાની શૈલી એકદમ અનોખી છે. એટલા માટે બાળકો તેમની સાથે ઝડપથી જોડાઈ રહ્યા છે.
લાખો રૂપિયાની છે આવક
Success Story Of Khan Sir : મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાન સરની માસિક આવક 10થી 12 લાખ રૂપિયા છે. માત્ર આટલું જ નહીં તેઓ યુટ્યુબ પર ખાન GS રિસર્ચ સેન્ટરના નામથી પોતાની ચેનલ ચલાવે છે, જે વેરિફાઈડ અને ઓફિશિયલ છે. તેના લગભગ 2 કરોડથી વધુ સબ્સક્રાઈબર્સ છે.
પટના નિવાસી ખાન સરની નેટવર્થની વાત કરીએ તો તેઓ 5 કરોડ રૂપિયાથી વધુના માલિક બની ગયા છે. હાલમાં જ તેઓ કેબીસીના સેટ પર જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાની સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવી હતી કે, કેવી રીતે તેઓ આ પદ સુધી પહોંચ્યા છે.
more article : Agola Village : ગુજરાતનું એવું ગામ જે ચૈત્ર સુદ પૂનમના દિવસે થઈ જાય છે ખાલી, શ્રાપ બાદ શરૂ થઈ પરંપરા.