Success Story Of IAS : એક ન્યૂઝ પેપર ડિલિવરી બૉય UPSC ક્રેક કર્યા વિના કેવી રીતે બન્યા IAS ઑફિસર ?
Success Story Of IAS : સિવિલ સર્વિસ પરીક્ષાને ભારતની સૌથી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. સખત મહેનત, દ્દઢ નિશ્ચય અને વર્ષોની તૈયારી પછી લાખો ઉમેદવારોમાંથી કેટલાક ઉમેદવારો IAS અને IPS પદ મેળવી શકે છે.
Success Story Of IAS : આ પરીક્ષામાં સફળ થવા માટે ઘણા વિદ્યાર્થીઓ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના વિકલ્પને પસંદ કરે છે અને મોટી ફી પણ ચૂકવે છે, પરંતુ IAS અથવા IPS બનવાનું સપનું માત્ર થોડા જ ઉમેદવારોનું પૂરું થઈ શકે છે. જોકે, આર્થિક રીતે નબળા બેકગ્રાઉન્ડવાળા ઉમેદવારો માટે સિવિલ સર્વિસ પરીક્ષા માટે કોચિંગ મેળવવું પડકારજનક હોય છે અને આજે અમે તમને એક એવા જ IAS ઓફિસર બી અબ્દુલ નાસર વિશે જણાવીશું.
Success Story Of IAS : તમને જાણીને નવાઈ લાગશે કે બી અબ્દુલ નાસરે UPSC પરીક્ષા પાસ નથી કરી, છતાં પણ તેઓ IAS ઓફિસરના પદ સુધી પહોંચવામાં સફળ રહ્યા. જી હાં, તે સાચું છે! હવે તમારા મનમાં સવાલ ચાલી રહ્યો હશે કે ‘કેવી રીતે’? તો ચાલો જાણીએ આ રસપ્રદ અને પ્રેરણાદાયી સફર વિશે.
કેરળના રહેવાસી છે બી અબ્દુલ નાસર
કેરળના કન્નુર જિલ્લાના થાલાસેરીના રહેવાસી બી અબ્દુલ નાસર માત્ર 5 વર્ષના હતા, જ્યારે તેમણે તેમના પિતાને ગુમાવી દીધા હતા. તેઓ અને તેમના ભાઈ-બહેન એક અનાથાશ્રમમાં રહેતા હતા. તેમની માતા જેમ-તેમ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. ઘણા પડકારો આવ્યા, પરંતુ અબ્દુલ નાસરે 13 વર્ષ અનાથાશ્રમમાં વિતાવ્યા અને સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું.
આ પછી તેઓ ક્લીનર અને હોટલ સપ્લાયર તરીકે કામ કરવા લાગ્યા. જેથી પરિવારની થોડી મદદ થઈ શકે.
આ પણ વાંચો : Gir Somnath : અચાનક શું થયું? ડૉ.અતુલ ચગ આપઘાત કેસનો અંત, દીકરાના ખુલાસાથી લોહાણા સમાજ ચોંક્યો..
સરકારી કોલેજમાંથી કર્યું ગ્રેજ્યુએશન
આ પછી તેમણે થાલાસેરીની જ સરકારી કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો. તેમણે અખબારો વેચ્યા અને સાથે જ ટ્યુશન પણ કરાવ્યા. આ પછી તેઓ કેરળના આરોગ્ય વિભાગમાં સરકારી નોકરી લાગ્યા. સખત મહેનત કરવા છતાં પણ પ્રમોશ તેમને ધીમે-ધીમે મળ્યું. આ પછી વર્ષ 2006માં તેઓ રાજ્ય સિવિલ સર્વિસમાં ડેપ્યુટી કલેક્શનની ભૂમિકા સુધી પહોંચ્યા.
આ પણ વાંચો : Social media : 80 વર્ષનો દુલ્હો અને 34 વર્ષની દુલ્હન સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, પછી કોર્ટમાં જઈને કરી લીધા લગ્ન..
પરીક્ષા આપ્યા વગર બન્યા IAS
વર્ષ 2015માં તેઓ કેરળના ટોપ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. આ પછી તેમને વર્ષ 2017માં IAS પદ પર પ્રમોશન મળ્યું. આ રીતે તેઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપ્યા વિના IAS અધિકારી બની ગયા. જોકે, આ સફર ઘણી મુશ્કેલીઓથી ભરેલી રહી છે. પરંતુ IAS નાસારને લોકો પ્રેરણા માને છે.