Success Story Of Harsh Jain : 150 વખત આઈડિયા રિજેક્ટ થવા છતાં હાર ના માની, રમત-રમતમાં ઉભી કરી દીધી રૂ. 64 હજાર કરોડની કંપની..

Success Story Of Harsh Jain : 150 વખત આઈડિયા રિજેક્ટ થવા છતાં હાર ના માની, રમત-રમતમાં ઉભી કરી દીધી રૂ. 64 હજાર કરોડની કંપની..

Success Story Of Harsh Jain : ‘કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’, આ માત્ર એક કહેવત નથી, પરંતુ લાખો લોકોને પ્રેરણા આપતા સુવર્ણ શબ્દો (ગોલ્ડન વર્ડ્સ) છે. આવી જ પ્રેરણાથી હર્ષ જૈને પણ ક્યારેય હાર ન માનવાની ભાવના વિકસાવી અને વારંવાર રિજેક્ટ થયા પછી પણ પોતાના આઈડિયા પર ટકી રહ્યા.

Success Story Of Harsh Jain : આખરે તેમનો વિશ્વાસ અને સમર્પણ સંઘર્ષમાંથી સફળતા તરફ આગળ વધ્યું અને તેમણે રમત-રમતમાં જ 64 હજાર કરોડની કંપની ઉભી કરી દીધી.

ડ્રીમ ઈલેવનના આઈડિયાને કરાયો હતો રિજેક્ટ

Success Story Of Harsh Jain : ખરેખર, અમે વાત કરી રહ્યા છીએ ઓનલાઈન બેટિંગ એપ ડ્રીમ 11 (Dream 11)ની. આજે આ એપ વિશે દેશના બધા લોકો જાણે છે. આ એપ પર ક્રિકેટ, હોકી, ફૂટબોલ સહિત તમામ રમતો પર સટ્ટાબાજી કરવામાં આવે છે.

Success Story Of Harsh Jain : પરંતુ આજે આ સફળતાના મંચ પર બેઠેલી આ કંપની એક સમયે એક-એક પૈસા પર નિર્ભર હતી અને તેને બનાવનાર સર્જકો હર્ષ અને ભાવિત શેઠના આઈડિયાને એક-બે વાર નહીં પરંતુ 150 વખત રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ તેમના કો-ફાઉન્ડર અને CEO હર્ષ જૈનની સફળતાની કહાની….

Success Story Of Harsh Jain
Success Story Of Harsh Jain

150 વખત રિજેક્ટ થયો બિઝનેસ આઈડિયા

Success Story Of Harsh Jain : હર્ષ જૈન અને તેમના બિઝનેસ પાર્ટનર ભાવિત શેઠ (Bhavit Sheth)ને કંપની માટે રોકાણકારો લાવવા માટે ઘણો પરસેવો પણ વળ્યો છે. તો સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં હર્ષ જૈને પોતે કહ્યું હતું કે, તેમના બિઝનેસ આઈડિયાને કુલ 150 વેન્ચર કેપિટાલિસ્ટ્સ રિજેક્ટ કર્યો હતો. ડ્રીમ 11 ભારતમાં સ્થિત એક ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ છે. તે યૂઝર્સને ફેન્ટસી ક્રિકેટ, હોકી, ફૂટબોલ, કબડ્ડી અને બાસ્કેટબોલ રમવાની તક આપે છે.

આ પણ વાંચો : NAVRATRI : ચૈત્રી નોરતામાં એકવાર ચોક્કસ આ મંદિરોમાં દર્શન કરવા જજો, માતાજી દરેક અધૂરી ઈચ્છા કરશે પૂરી..

આ રીતે થઈ Dream11ની શરૂઆત

Success Story Of Harsh Jain : હર્ષ જૈન મુંબઈના રહેવાસી છે. તેમને શરૂઆતથી જ સ્પોર્ટ્સ, ટેક્નોલોજી અને ગેમિંગમાં મજા આવતી હતી. તેમણે પોતાનું સ્કૂલિંગ મુંબઈથી કર્યું હતું. આ પછી હાઈ એજ્યુકેશન માટે તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા. તેમણે અમેરિકામાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી 2007માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું અને ત્યારબાદ વર્ષ 2014માં કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું.

માઈક્રોસોફ્ટમાં કરઈ ઈન્ટર્નશિપ

Success Story Of Harsh Jain : તેમણે માઈક્રોસોફ્ટમાં સમર ઈન્ટર્નશિપની સાથે તેમના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે જય કોર્પ લિમિટેડમાં માર્કેટિંગ મેનેજર તરીકે પણ કામ કર્યું. જ્યારે વર્ષ 2008માં IPLની શરૂઆત થઈ, ત્યારે તેમને અને તેમના મિત્ર ભાવિતને ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ શરૂ કરવાનો વિચાર આવ્યો. આ સાથે જ ડ્રીમ 11ની શરૂઆત થઈ ગઈ.

Success Story Of Harsh Jain
Success Story Of Harsh Jain

અને પછી ચમકી કંપની …

Success Story Of Harsh Jain : હર્ષ કંપનીમાં પ્રોડક્ટ અને માર્કેટિંગની સાથે જ ડિઝાઇન અને ટેક વર્કનું કામ કરતા હતા. સાથે જ ભાવિત ઓપરેશનનું કામ સંભાળતા હતા. શરૂઆતમાં હર્ષ અને ભાવિતને ફંડિગ એકત્ર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી.

Success Story Of Harsh Jain : તેમણે 2 વર્ષમાં લગભગ 150 વેન્ચર કેપિટાલિસ્ટ્સ સાથે સંપર્ક કર્યો. પરંતુ બધાએ તેમના આઈડિયાને નકારી કાઢ્યો. ઘણા બધા રિજેક્શન અને મુશ્કેલીઓ પછી વર્ષ 2020માં તેઓને IPLના સ્પોન્સરશિપ અધિકારો મળ્યા. ત્યારથી કંપની ચમકી ગઈ. આજે ડ્રીમ 11નું નામ દરેક લોકો જાણે છે.

કેટલી છે નેટવર્થ

Success Story Of Harsh Jain : હર્ષ જૈન આજે 65,000 કરોડની કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ છે. તેમના પોતાના નેટવર્થ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે લગભગ 67 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ ડ્રીમ11માંથી 4 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર લે છે. એટલે કે માસિક પગાર લગભગ 33 લાખ રૂપિયાની છે. તેમની કુલ વાર્ષિક આવક 7-8 કરોડ રૂપિયા છે.

Success Story Of Harsh Jain
Success Story Of Harsh Jain

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *