Success Story Of Artinci : પતિ-પત્નીએ જૉબ છોડીને શરું કર્યું સ્ટાર્ટઅપ, માત્ર 4 વર્ષમાં જ બની ગયા કરોડપતિ.
Success Story Of Artinci : આ કહાની છે એક એવા પતિ-પત્નીની જેમણે નોકરી છોડીને ખુદનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. ખૂબ જ ઓછા સમયમાં તેમણે આ બિઝનેસને ઊંચાઈ સુધી પહોંચાડી દીધો. તેમનું નામ છે આરતી લક્ષ્મણ અને સુમિત રસ્તોગી.
બંને Artinci નામના સ્ટાર્ટઅપના સ્થાપક છે. આ એક ફૂડ સ્ટાર્ટઅપ છે જે સમગ્ર વિશ્વમાં ગ્લુટેન અને સુગર-ફ્રી મીઠાઈઓ સપ્લાય કરે છે. ચાલો અહીં આરતી લક્ષ્મણ અને સુમિત રસ્તોગી સફર વિશે જાણીએ.
પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી
આરતી લક્ષ્મણ અને સુમિત રસ્તોગી બંનેના પરિવારોમાં ડાયાબિટીસની હિસ્ટ્રી રહી છે. જોકે, બંને મીઠાઈ ખાવાના ખૂબ જ શોખીન હતા. જ્યારે તેમને જાણવા મળ્યું કે માર્કેટમાં સુગર ફ્રી મીઠાઈના વિકલ્પો ખૂબ જ મર્યાદિત છે, ત્યારે જાતે જ ડાયાબિટીસ-ફ્રેન્ડલી મીઠાઈઓ બનાવવાનું નક્કી કર્યું.
2015માં પોતાની રેસિપી વિકસાવી
રસોઈમાં ખૂબ જ રસ ધરાવતા HR પ્રોફેશનલ આરતી લક્ષ્મણે સુગર-ફ્રી ડેસર્ટની સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું. 2012માં તેમણે એક કાઉન્ટરટોપ આઈસ્ક્રીમ મશીન ખરીદ્યું. પહેલેથી ઉપલબ્ધ રેસિપીની સાથે આરતી લક્ષ્મણે મીઠાઈઓ બનાવવાનું શરૂ કરી દીધું. 2015 સુધીમાં આરતી લક્ષ્મણે ખાંડનો ઉપયોગ કર્યા વિના પોતાની રેસિપી વિકસાવી. ત્યારબાદ તેમણે કેક અને કૂકીઝમાં પણ હાથ અજમાવ્યો.
આ પણ વાંચો : Ambalal Patel : ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે..
નોકરી છોડવાનો નિર્ણય
2019માં સુમિત રસ્તોગીઅને આરતી લક્ષ્મણે તેમની નોકરી છોડવાનું નક્કી કર્યું. સુમિત રસ્તોગીએ આ પહેલા નીલ્સન, સિનોવેટ અને અન્ય ઘણી જાણીતી કંપનીઓની સાથે કામ કર્યું હતું. તેમજ આરતી લક્ષ્મણ એક્સેન્ચર અને સિટીગ્રુપ ગ્લોબલ સર્વિસીસ સાથે જોડાયેલા હતા. પછી બેંગલુરુના આ કપલે 25 લાખ રુપિયાની પોતાની બચતથી જાન્યુઆરી 2020માં Artinci શરૂઆત કરી.
શાર્ક ટેન્ક ઇન્ડિયાથી મળી ઓળખાણ
ફૂડ સ્ટાર્ટઅપના સ્થાપક શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 3માં પણ ગયા હતા. તેણે આર્ટિન્સીને રાષ્ટ્રીય સ્તરે ઓળખાણ અપાવી. માત્ર 24 કલાકમાં ઓર્ડરમાં 700 ટકાનો જંગી વધારો જોવા મળ્યો. બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં રહેતા અનેક ડાયાબિટીસના દર્દીઓએ પણ પૂછપરછ કરી.
આર્ટિન્સીએ ત્રણ વર્ષમાં તેની ઉત્પાદન ક્ષમતાને ત્રણ ગણી કરી દીધી છે. 25 લાખ રુપિયાની બચતની સાથે શરૂ થયેલી આર્ટિન્સીની આવક નાણાકીય વર્ષ 2022-23માં વધીને 4.4 કરોડ રૂપિયા થઈ ગઈ.
more article : Kutch Ajrakh Art : કચ્છી કલાકારોની વર્ષોની તપસ્યા ફળી , અજરખ કળાને મળ્યું GI ટેગ