Success Story : અભ્યાસ માટે માતાએ ગીરવે મૂક્યા દાગીના, પિતાએ શાકભાજી વેચી; પુત્રીએ ક્રેક કરી UPSC..

Success Story : અભ્યાસ માટે માતાએ ગીરવે મૂક્યા દાગીના, પિતાએ શાકભાજી વેચી; પુત્રીએ ક્રેક કરી UPSC..

Success Story : કેટલીક સફળતાની કહાનીઓમાં માત્ર એક વ્યક્તિનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું બલિદાન સામેલ હોય છે. આવી જ એક મોટિવેશનલ સ્ટોરી સ્વાતિ મોહન રાઠોડની છે, જેમણે હાલમાં જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2023ના પરિણામમાં 492મો રેન્ક મેળવ્યો છે.

Success Story : તેમના પિતા મહારાષ્ટ્રના સોલાપુરમાં શાકભાજી વેચે છે અને તેમનો ઉછેર ખૂબ જ સાધારણ રીતે થયો છે. તેમના પરિવારમાં ત્રણ દિકરીઓ અને એક દિકરો છે અને તે બધા આર્થિક સંકડામણ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ તેનાથી તેમના સપનામાં કોઈ તકલીફ પડી નથી.

Success Story
Success Story

સરકારી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું માધ્યમિક શિક્ષણ

Success Story : સ્વાતિ મોહન રાઠોડે એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મારા અભ્યાસમાં પૈસાના કારણે કોઈ અડચણ ન આવે તેના માટે મારી માતાએ પોતાના ઘરેણાં ગીરવે મુકી દીધા.” તેઓએ તેમનું માધ્યમિક શિક્ષણ મુંબઈની એક સરકારી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું, પરંતુ આ શહેર પરિવાર માટે ખૂબ જ દુર્ગમ હતું, તેથી તેઓ 400 કિલોમીટર દૂર સોલાપુર ચાલ્યા ગયા.

આ પણ વાંચો : HEALTH TIPS : શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે આ 5 હેલ્ધી ફૂડ્સ..

સોલાપુરની કોલેજમાં કર્યો અભ્યાસ

Success Story : તેઓએ પોતાનું પ્રારંભિક શિક્ષણ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. તેમણે ધોરણ 10 સુધી મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ધોરણ 11 અને 12નો અભ્યાન સોલાપુરની ભારતી વિદ્યાલયમાંથી કર્યો હતો. જે બાદ સ્વાતિ મોહન રાઠોડે સોલાપુરની વસુંધરા કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તેમણે સોલાપુરની વાલચંદ કોલેજમાં ભૂગોળમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો.

નિષ્ફળતાઓ મળવા છતાં ન માની હાર

Success Story : કોલેજમાં અભ્યાસ દરમિયાન તેમને યુપીએસસીની પરીક્ષા આપવાની ઈચ્છા થઈ હતી. જે બાદ તેમણે તૈયારી શરૂ કરી દીધી હતી. તેઓને સતત 4 વખત નિષ્ફળતા મળી હતી. અંતે પાચમા પ્રયાસમાં તેઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી. તેઓએ કહ્યું કે, “મેં સમસ્યાઓ કરતાં ઉકેલોને વધુ મહત્વ આપ્યું અને તેના પર કામ કર્યું.”

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *