Success Story : દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી જૉબ, એન્જિનિયર જાગૃતિ આવી રીતે બની UPSC સેકન્ડ ટૉપર

Success Story : દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી જૉબ, એન્જિનિયર જાગૃતિ આવી રીતે બની UPSC સેકન્ડ ટૉપર

Success Story : IAS ઓફિસર બનવું એ ઘણા લોકોનું સપનું હોય છે પરંતુ થોડા જ લોકો આ સપનાને પૂરું કરી શકે છે. IAS બનવા માટે જાગૃતિ અવસ્થી અને તેમના માતા-પિતાએ ઘણા મુશ્કેલ નિર્ણયો લીધા. એક તરફ જાગૃતિ અવસ્થીએ UPSC ક્રેક કરવા માટે એન્જિનિયરની નોકરી છોડી દીધી, બીજી બાજુ તેમના માતા-પિતાએ 4 વર્ષ સુધી ટીવી ન જોયું. આજે અમે તમને IAS ઓફિસર જાગૃતિ અવસ્થીની પ્રેરણાદાયી સફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભોપાલથી કર્યો છે એન્જિનિયરિંગનો અભ્યાસ
Success Story : મધ્યપ્રદેશના જાગૃતિ અવસ્થીએ વર્ષ 2020માં સિવિલ સર્વિસ પરીક્ષામાં બીજો રેન્ક મેળવ્યો હતો. જાગૃતિ અવસ્થીએ ભોપાલના મૌલાના આઝાદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MANIT)માંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)માં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેમનું સપનું IAS અધિકારી બનવાનું હતું. આ સપનાને પૂરું કરવા માટે તેમણે નોકરી છોડી દીધી અને UPSCની તૈયારી શરૂ કરી.

Success Story
Success Story

નોકરી છોડીને શરૂ કરી તૈયારી
Success Story : તેમણે જ્યારે પહેલીવાર UPSCની પરીક્ષા આપી, ત્યારે તેમની સ્ટ્રેટજી કામ ન આવી, તેઓ પ્રિલિમ્સ પણ પાસ ન કરી શક્યા. પરિણામ આવ્યા પછી નિરાશ થવાને બદલે તેમણે બીજી સ્ટ્રેટજી અને વધુ મહેનત પર ફોક્સ કર્યું. જેનું પરિણામ તેમને બીજા પ્રયાસમાં મળ્યું.

આ પણ વાંચો : IPO : 2 દિવસમાં 23 વખત સબ્સ્ક્રિપ્શન, IPO પર દાવ લગાવવાની છેલ્લી તક, 100 રૂપિયામાં થઈ શકે છે લિસ્ટિંગ\

તેઓ આ પરીક્ષાને પાસ કરવા માટે દરરોજ 12થી 14 સુધી અભ્યાસ કરતા હતા. તેમણે વીક સેક્શન પર ફોક્સ કર્યું અને શક્ય તેટલા વધુ સિલેબસને કવર કરવાનો પ્લાન બનાવ્યો. જેમ-જેમ પરીક્ષાઓ નજીક આવતી ગઈ તેમ તેમ તેમણે તેમના અભ્યાસના કલાકો વધાર્યા અને બધી બાબતોથી દૂર થઈને ટેસ્ટ અને રિવિઝન પર ફોક્સ કર્યું.

Success Story
Success Story

દીકરી માટે માતાએ છોડી નોકરી
Success Story : જાગૃતિ અવસ્થીએ દિલ્હીના એક કોચિંગ સેન્ટરમાંથી તૈયારી પણ શરૂ કરી હતી, પરંતુ લોકડાઉનને કારણે તેમને પોતાના ઘર ભોપાલ પરત ફરવું પડ્યું હતું. તેમના પરિવારમાં તેમના માતા-પિતા ઉપરાંત એક ભાઈ પણ છે. તેમના પિતા એસસી અવસ્થી હોમિયોપેથીના ડૉક્ટર છે અને માતા સ્કૂલ ટીચર હતા. તેમની દિકરીનું સપનું પૂરું થઈ શકે, તે માટે માતાએ તેમની નોકરી છોડી દીધી અને તેમની તૈયારીમાં મદદ કરી.

બીજા પ્રયાસમાં રેન્ક 2 સાથે ક્રેક કરી પરીક્ષા
Success Story : જ્યાં સુધી તેમની તૈયારી ચાલુ રહી, ત્યાં સુધી ઘરમાં ટીવી કે બીજું કંઈ ચાલુ થતું નહોતું. પેરેન્ટ્સે દીકરીનો હોસલો વધાર્યો અને દરેક સ્થિતિમાં સાથ આપ્યો. તેનું પરિણામએ આવ્યું કે જ્યારે બીજા પ્રયાસમાં પરીક્ષા આપી, ત્યારે તેઓ ટોપર રહ્યા. તેમનો ઓલ ઈન્ડિયા રેન્ક 2 હતો.

Success Story
Success Story

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *