success story : હાથ ન હોવા છતા મેડિકલ ક્ષેત્રે મક્કમ મને આગળ વધી, ખુબ મહેનત કરી અને ડોક્ટર બની સપનું કર્યું પૂરું…

success story : હાથ ન હોવા છતા મેડિકલ ક્ષેત્રે મક્કમ મને આગળ વધી, ખુબ મહેનત કરી અને ડોક્ટર બની સપનું કર્યું પૂરું…

વડોદરામાં રહેતી મુસ્કાન શેખે એક અકસ્માતમાં પોતાનો એક હાથ ગુમાવી દીધો હતો. હાથ ન હોવા છતા મેડિકલ ક્ષેત્રે મક્કમ મને આગણ વધી રહી છે. હાલ મેડિકલની ડિગ્રી પૂરી કરી સયાજી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહી છે.

success story
success story

હાથમાં નસીબની લકીર ના હોય તો પણ પ્રબળ પુરુષાર્થ, મક્કમ મનોબળ અને નૈતિક હિંમત સાથે આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે છે, એ વાતની પ્રતીતિ વડોદરા શહેરની મુસ્કાન શેખે કરાવી છે. એક દુર્ઘટનામાં પોતાનો એક હાથ ખોઇ બેઠેલી આ યુવતીએ હિંમત હાર્યા વિના પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને એસ.એસ.જી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહી છે.

success story
success story

આજથી નવેક વર્ષ પહેલા મુસ્કાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એક પ્રવાસ દરમિયાન નડેલા અકસ્માતમાં તેણીએ પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો.

આ પણ વાંચો : LPG cylinder : દિવાળી પહેલા એલપીજી સિલિન્ડર થયુ મોંઘુ, અહીં જાણો કેટલા વધ્યા ભાવ…

શરીરનું એક અંગ ઓછું થાય એટલે ભારોભાર તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ, ભણવામાં ખૂબ જ મેઘાવી મુસ્કાને હિંમત હાર્યા વિના ડાબા હાથે લખવાનો મહાવરો સાધી લીધો અને દીલ લગાવી પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો હતો.

success story
success story

મુસ્કાનના માતાપિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પણ પોતાની વ્હાલસોયી પુત્રીને ભણવામાં કાંઇ ઓછું ના આવે તેની તકેદારી રાખી. વર્ષ 2014માં અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મુસ્કાનને ધોરણ 8ની પરીક્ષા આપવાની હોવાથી ડાબા હાથેથી લખવાનો મહાવરો કેળવવાની શરૂઆત કરી દીધી હતી.

success story
success story

પ્રથમ વખત ડાબા હાથે લખી પરીક્ષા પણ સારી રીતે આપી હતી. તેની તેજસ્વીતાનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને તેણીએ ધોરણ 10માં 94 ટકા, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 81 ટકા મેળવ્યા હતા. એ બાદ મેડિકલ શાખામાં પ્રવેશ માટેથી નીટમાં સારા ગુણાંક મેળવી શારીરિક અશક્ત શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી હતી.

success story
success story

વડોદરા શહેરની મુસ્કાન શેખે શહેરનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સાથે સાથે માતા પિતાનું નામ રોશન કર્યું છે. મુસ્કાન શેખ દરેક દિવ્યાંગજનો માટે એક ઉત્તમ ઉદાહરણ છે, કે ભલે શરીરનું એક અંગ ગુમાવ્યું પણ હાર ન માની આગળ વધવું જોઈએ.

more article : Success Story : 100 રૂપિયાથી 11 હજાર કરોડના માલિક સુધીની સફર, ફિલ્મી છે શાહરુખ ખાનના પડોશી સુભાષ રુનવાલની કહાની

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *