SUCCESS STORY : 17 વર્ષની ઉંમરે લગ્ન, પરિવારે ઘરની બહાર જવાનું કરી દીધું હતું બંધ…આજે 17000 મહિલાઓને બનાવી પગભર, જાણો ગુજરાતના ગૌરીબેનની સફળતાની ગાથા

SUCCESS STORY : 17 વર્ષની ઉંમરે લગ્ન, પરિવારે ઘરની બહાર જવાનું કરી દીધું હતું બંધ…આજે 17000 મહિલાઓને બનાવી પગભર, જાણો ગુજરાતના ગૌરીબેનની સફળતાની ગાથા

SUCCESS STORY : ગુજરાતના એક નાનકડા ગામના ગૌરીબેને 17 વર્ષની વયે જે પરિવર્તનનું સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે. પરિવર્તનનું સપનું, પોતાના પગ પર ઊભા રહેવાનું સપનું અને તમામ મહિલાઓ માટે કંઈક કરવાનું સપનું. ઘણા પડકારો પછી તે સ્વપ્ન સાકાર થયું અને તેમને 2012માં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ મળ્યો. આ લેખમાં તેમની સફળતાની કહાની વિશે જણાવીશું.

SUCCESS STORY : જો તમારામાં આવડત, સાહસ અને હિંમત હોય તો તમે તમારા જીવનના સૌથી મુશ્કેલ લક્ષ્યોને પણ હાંસલ કરી શકો છો. આજના આધુનિક યુગમાં શિક્ષણનું ખુબ મહત્ત્વ છે. લોકો તેમના બાળકોના શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, જેથી તેમના બાળકો મોટા થઈને પગભર બને કે પછી સારી નોકરી મેળવે.

જો કે, ગુજરાતના એક નાનકડા ગામના મહિલાના નસીબમાં શિક્ષણ તો નહોતું, પરંતુ તેમણે પોતાની કળા થકી દેશ-વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે.

SUCCESS STORY : ગુજરાતના પાટણ જિલ્લાના બકુત્રા ગામના રહેવાસી ગૌરીબેને તેમની આવડત અને હિંમત થકી હસ્તકલા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે અને આજે વિદેશમાં પણ તેમનું નામ ગુંજતું થયું છે. ગૌરીબેને 17 વર્ષની વયે જે પરિવર્તનનું સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે. ગૌરીબેન જે ગામમાંથી આવે છે, ત્યાં રોજગાર અને શિક્ષણ નથી. પાણીના અભાવે ખેતી યોગ્ય રીતે થઈ શકતી નથી.

SUCCESS STORY : ગૌરીબેને લગભગ 30 વર્ષ પહેલા હસ્તકલા એટલે કે ભરત ગૂંથણનું કામ શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેમનું કામ વધવા લાગ્યું. ગૌરીબેને પોતાની સાથે અન્ય મહિલાઓને પણ સામેલ કરી અને આજે 17 હજાર મહિલાઓ તેમના થકી પગભર બની છે. બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાન પણ તેમના કામના ચાહક છે.

SUCCESS STORY : પ્રાચીન કાળથી હસ્તકલા એ આપણી સંસ્કૃતિ અને કલાની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હેન્ડીક્રાફ્ટની લોકપ્રિયતા દૂર દૂર સુધી છે પછી ભલે તે વિદેશ હોય કે પછી આપણો દેશ. હસ્તકલા ક્ષેત્રે હસ્તકલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને હસ્તકલાને આગળ વધારવામાં તેમનું યોગદાન અને સમર્પણ ખૂબ જ પ્રશંસનીય છે.

SUCCESS STORY : ત્યારે હસ્તકલા ક્ષેત્રે સંકળાયેલ અને દેશ-દુનિયામાં જેમણે તેમની આ કળા થકી ડંકો વગાડ્યો છે એવા પાટણના બકુત્રાના ગૌરીબેનની સફળતાની કહાની વિશે આ લેખમાં જાણીશું.

SUCCESS STORY
SUCCESS STORY

માત્ર 17 વર્ષની ઉંમરે લગ્ન

ભુજ જિલ્લાના માખેલ ગામમાં 1963માં જન્મેલા ગૌરીબેન લગ્ન બાદ પાટણ જિલ્લાના બકુત્રા ગામમાં આવ્યા હતા. ગૌરીબેન જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા. એ સમયે આ ગામમાં મહિલાઓ કે દીકરીઓને ગામની બહાર જવાની પરવાનગી ન હતી.

પરિવારના લોકોએ તેમને ઘરે આવતાની સાથે જ આ અંગે કહી દીધું હતું. આવા રૂઢિચુસ્ત નિયમો વચ્ચે પણ ગૌરીબેન અડગ રહ્યા અને પોતાની જેવી અનેક બહેનો માટે ઘરે બેઠા રોજગારી મેળવી શકાય એવું કંઈક કરવાનો વિચાર કર્યો.

આ પણ વાંચો : Success Story : દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી જૉબ, એન્જિનિયર જાગૃતિ આવી રીતે બની UPSC સેકન્ડ ટૉપર

કેવી રીતે શરૂઆત ?

દર વર્ષે આ નાનકડા ગામમાં પીવાના પાણીની સમસ્યાને કારણે ઘણા પરિવારો ગામ છોડીને શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા હતા. આ ઉપરાંત ગામડાઓમાં પાણીના અભાવે ખેતીમાં મોટી સમસ્યાઓ હતી. તેથી ગામમાં લોકો પાસે કમાણીનું કોઈ સાધન નહોતું.

ગૌરીબેનનો પરિવાર પણ આ જ સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. પછી તેમણે નક્કી કર્યું કે તેઓ આ ગામનું ચિત્ર બદલશે અને તેની શરૂઆત તે પોતાની જાતથી કરશે. ગૌરીબેને હસ્તકળાને પોતાનો વ્યવસાય બનાવ્યો અને  ભરત ગૂંથણનું કામ શરૂ કર્યું. ધીમે ધીમે તેમાં બીજી મહિલાઓ પણ સામેલ થવા લાગી.

માત્ર પરિવાર જ નહીં, આખું ગામ ગૌરીબેનના વિરુદ્ધમાં હતું

આ કામમાં અન્ય મહિલાઓ સામેલ થતાં અમદાવાદની એક સેવા સંસ્થામાં જોડાયા. જેના દ્વારા મહિલાઓને પણ થોડી આવક થવા લાગી. વર્ષ 2001માં આ સંસ્થાને ભરત કામ માટે સરકાર તરફથી મદદ પણ મળી. પરંતુ થોડા સમય બાદ એ પણ બંધ થઈ ગઈ. જો કે, ત્યાં સુધીમાં સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓએ કામ અને માર્કેટને બરાબર સમજી લીધું હતું.

ગૌરીબેને રાજ્યમાં વિવિધ સ્થળોએ હસ્તકલાના એક્ઝિબેશનના સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું. પરંતુ તેમની સફર સરળ ન હતી. ગામ છોડીને શહેરમાં ગયા પછી તેમનો આખો પરિવાર તેમની વિરુદ્ધ થઈ ગયો. તેમના પતિએ તેમને જવા દેવાની ના પાડી.

તેમની માતાએ તેમને ત્યાં સુધી કહ્યું કે જો તેઓ ગામની બહાર જશે તો તેમના માટે ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે. ગૌરીબેન જણાવે છે કે તે સમય હતો જ્યારે માત્ર પરિવાર જ નહીં પરંતુ આખું ગામ તેમની વિરુદ્ધ થઈ ગયું હતું.

SUCCESS STORY
SUCCESS STORY

17000 મહિલાઓને રોજગાર

પરિવાર અને સમાજ વિરુદ્ધ હોવા છતાં ગૌરીબેન અટક્યા નહી અને પોતાની યાત્રા ચાલુ રાખી. તેઓ કહે છે કે ઘણા લોકોએ તેને ડરાવવા અને ધમકાવવાની કોશિશ કરી, પરંતુ હું મારા કામમાં વિશ્વાસ કરતી હતી અને તેથી જ તો આજે આ પદ સુધી પહોંચી શકી છું. ગૌરીબેને માત્ર 10 મહિલાઓ સાથે હસ્તકળાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ આજે 17000થી વધુ મહિલાઓને રોજગારી આપે છે.

હસ્તકળાનું કામ પારંપરિક કામ હતું, પરંતુ ગૌરીબેનના પ્રયાસોથી આજે આ કામ ઘણા બધા પરિવારો માટે આવકનું સાધન બની ગયું છે. આજે તેમની સાથે જોડાયેલી બહેનો ઘરે બેસીને મહિને 7-8 હજાર રૂપિયા કમાય છે. આજે તેમની સાથે જોડાયેલી મહિલાઓના બાળકોને સારું શિક્ષણ મળી રહ્યું છે અને લોકોને તમામ જરૂરી સુવિધાઓ મળી રહી છે. ગૌરીબેને વિદેશમાં ગુજરાતની આ કળાને એક મોટી ઓળખ અપાવી છે.

રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત

ગૌરીબેનને વર્ષ 2012માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે બેસ્ટ હેન્ડીક્રાફ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધીમે-ધીમે તેમના ઉત્પાદનોએ વિદેશમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું. તેમને અલગ-અલગ જગ્યાએ બોલાવવા લાગ્યા. ગૌરીબેન ઘણી વખત અમેરિકા પણ ગયા છે.

ત્યાર બાદ સિડની, દક્ષિણ આફ્રિકા અને ઇટાલી જેવા દેશોમાં પણ તેમની હસ્તકલા લોકપ્રિય બની. ગૌરીબેને જણાવ્યું કે અમેરિકામાં બનાવેલી તમામ પ્રકારની વસ્તુઓ લોકોને ગમે છે. તો દક્ષિણ આફ્રિકામાં મોટાભાગના લોકો કાળા અને લાલ રંગની બનેલી વસ્તુઓ પસંદ કરે છે.

વિદેશમાં પણ ગૌરીબેનની હસ્તકલાના ચાહકો

અમદાવાદ અને મુંબઈની ઘણી કંપનીઓ દેશ-વિદેશમાં ગૌરીબેનની પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરી રહી છે. વિદેશમાં પણ ગૌરીબેનના ચાહકો છે. મોટી મોટી હસ્તીઓ પણ ગૌરીબેનને મળી છે, જેમાં યુએન પ્રમુખના કોર્ડિનેટર શોમ્બી શાર્પ, યુએન ચીફ રાધિકા કૌલ બત્રા અને તેમનો સ્ટાફ, UNEP ઈન્ડિયાના ચીફ અતુલ બગાઈ અને UNEP સલાહકાર રાહુલ અગ્નિહોત્રી વગેરેનો સમાવેશ થાય છે.

બોલિવૂડમાં પણ પાટણના હેન્ડીક્રાફ્ટની ડિમાન્ડ છે. એટલું જ નહીં તેમના દ્વારા બનાવેલી વસ્તુઓ પણ ઓનલાઈન વેચાય છે.

SUCCESS STORY
SUCCESS STORY

more article : HEALTH TIPS : ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *