Success Story : બાળપણથી ટેક્નોલૉજી પાછળ હતા પાગલ, 26ની વયે રમત-રમતમાં બનાવેલી મેસેજિંગ એપ વેચીને બન્યા કરોડપતિ..
Success Story : કહેવાય છે કે જો તમારું મગજ તેજ હોય તો કોઈ પણ વસ્તુ તમારા માર્ગમાં અવરોધ ન બની શકે કારણ કે સ્કિલ એક એવી વસ્તુ છે, જેને કોઈ ચોરી શકતું નથી. આવું જ એક કામનામું કિશન બાગરિયા (Kishan Bagaria)એ કરી બતાવ્યું છે.
Success Story : જેઓ આ દિવસોમાં ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. આજે દરેક વ્યક્તિ તેમને તેમના નામથી ઓળખે છે, જેમની ઉંમર માત્ર 26 વર્ષ છે, પરંતુ ટેક્નોલોજી પ્રત્યેના તેમના જુસ્સાએ રમત-રમતમાં આજે તેમને કરોડપતિ બનાવી દીધા છે. ચાલો જાણીએ તેમની રસપ્રદ સક્સેસ સ્ટોરી.
એપે ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં મચાવી ધૂમ
કિશન બાગરિયા તેમની અભૂતપૂર્વ સિદ્ધિઓથી ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી છે. તેઓ જાતે જ એપ બનાવતા શીખ્યા. તેમણે Texts.com નામની મેસેજિંગ એપને પણ રમત-રમતમાં બનાવી હતી. આ એેપે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટનું ધ્યાન આકર્ષિત કર્યું. આ એપની ડીલે તેમને રાતોરાત કરોડપતિ બનાવી દીધા. કિશનની કહાની એવા અન્ય ટેક્નોલોજી દિગ્ગજોની યાદ અપાવે છે જેમણે મામૂલી શરૂઆત કરી હતી. પછી ઊંચાઈઓ સુધી પહોંચ્યા.
હાઈસ્કૂલ સુધીનો કર્યો છે અભ્યાસ
નાની ઉંમરથી જ તેમને ટેક્નોલોજી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેમણે શોખમાં એક નાનકડી વિન્ડોઝ એપ વિકસાવી. આ કારણે નવી વસ્તુઓ બનાવવાનો તેમનો જુસ્સો મજબૂત થતો ગયો. તેમણે ઓનલાઈન રિસોર્સ અને પ્રયોગો દ્વારા તેમની કુશળતાને આગળ વધારવાનું ચાલુ રાખ્યું. ખરેખર તેમણે હાઈસ્કૂલથી આગળનું શિક્ષણ લીધું ન હતું. પરંતુ, તેમનામાં ટેક્નોલોજીને જાણવા-સમજવાની જબરદસ્ત ભૂખ હતી. આ ભૂખને કારણે તેઓએ ઈન્ટરનેટની વિશાળ દુનિયામાં પોતાને ડૂબાવી દીધા.
આ પણ વાંચો : Holika Dahan : આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ
2020માં બનાવી એપ્લિકેશન
2020માં તેમણે એક નવું વેન્ચર શરૂ કર્યું. તે પોતાની મેસેજિંગ એપ્લિકેશન વિકસાવવાનું હતું. તેમણે માર્કેટમાં મેસેજિંગ એપ્સની ભરમાર જોઈ. તેઓ એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગતા હતા જે બધાને એક નજરમાં પસંદ આવે. આ રીતે Texts.comનો જન્મ થયો. Texts.comએ લોકોની ઈન્ટરેક્ટ કરવાની રીતમાં ક્રાંતિ લાવી દીધી.
વિવિધ એપ્સ નેવિગેટ કરવાને બદલે હવે યુઝર્સ તેમના તમામ મેસેજ એક જ જગ્યાએ એક્સેસ કરી શકતા હતા. આમાં WhatsApp, Instagram, Twitter અને અન્ય લોકપ્રિય પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ સિવાય કિશનની એપએ ઘણી નવી સર્વિસ પણ રજૂ કરી.
મેટ મુલેંગે 400 કરોડમાં ખરીદી એપ
ઈન્ડસ્ટ્રી એક્સપર્સને Texts.comમાં ખૂબ સંભાવનાઓ જોવા મળી. આવા જ એક શખ્સ જેમણે કિશનના ક્રિએક્શનમાં વેલ્યૂ જોઈ, તે હતા WordPress.com અને Tumblrના માલિક મેટ મુલેંગ. મેટને આ એપે ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. લગભગ ત્રણ મહિનાની વાતચીત પછી તેઓ Kishan Bagariaની સાથે એક ડીલ કરવામાં સફળ થયા. મેટ મુલેંગે મોટી કિંમતે Texts.comને ખરીદી લીધી. આ ડીલે કિશનને રાતોરાત સફળતાના શિખરો પર પહોંચાડી દીધા.
આ પણ વાંચો : Khajrana Ganesh Mandir : ખજરાના ગણેશ મંદિરનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.
કિશન બાગરિયાનું નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના નેટવર્થની વાત કરીએ તો આજે તેઓ 400 કરોડ રૂપિયાથી વધુના માલિક બની ગયા છે. તાજેતરમાં, WordPress.com અને Tumblrના માલિક મેટ મુલેંગે texts.comને રૂ. 50 મિલિયન એટલે કે અંદાજે રૂ. 400 કરોડમાં ખરીદી છે.
more article : Health Tips : આ નાનકડા ફળમાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો, વજન ઘટાડવાની સાથે સાથે હૃદયરોગ-કેન્સર માટે છે ફાયદાકારક…