Success Story : લંડનમાં નોકરી છોડીને બન્યા IAS, કોચિંગ વગર કરી તૈયારી, પ્રથમ પ્રયાસમાં ક્રેક કરી UPSC પરીક્ષા

Success Story : લંડનમાં નોકરી છોડીને બન્યા IAS, કોચિંગ વગર કરી તૈયારી, પ્રથમ પ્રયાસમાં ક્રેક કરી UPSC પરીક્ષા

Success Story : IAS દિવ્યા મિત્તલ યુપીમાં મહિલાઓ માટે કામ કરવાની રીતને કારણે ઘણા ચર્ચામાં રહ્યા હતા. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમના પર ફૂલ વરસાવતી જોવા મળી હતી. આ તે સમયની વાત છે જ્યારે તેઓ મિર્ઝાપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ હતા અને તેમને બસ્તીના DM બનાવવામાં આવ્યા હતા.

Success Story : મિર્ઝાપુરની મહિલાઓએ તેમની વિદાય વખતે તેમના પર ફૂલો વરસાવ્યા હતા. અભ્યાસમાં તેમનો જબરદસ્ત ટ્રેક રેકોર્ડ રહ્યો છે. દિવ્યા IIT અને IIMમાંથી પાસઆઉટ છે. ચાલો, અહીં તેમની સફર વિશે જાણીએ.

થોડા સમય માટે લંડનમાં પણ કામ કર્યું

દિવ્યા મિત્તલ મૂળ હરિયાણાના રેવાડીના રહેવાસી છે. તેમણે 2012 UPSC CSE માં ઓલ ઈન્ડિયા લેવલ પર 68મો રેન્ક મેળવ્યો હતો. તેમણે પ્રતિષ્ઠિત IIT દિલ્હીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. બાદમાં તેમણે IIM બેંગ્લોરમાંથી MBA કર્યું. થોડા સમય માટે તેમણે લંડનમાં પણ કામ કર્યું . બાદમાં તેમના પતિ ગગનદીપ સાથે ભારત પરત આવી ગયા હતા.

Success Story
Success Story

તૈયારી કરતા ઉમેદવારોને આપી સલાહ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેઓએ તેમની સફળતાની તકનીકો પણ શેર કરી હતી. તેઓ એ વાતથી સહમત હતા કે તૈયારી દરમિયાન ફોક્સ ન ગુમાવવું તેમના માટે પણ સરળ નહોતું. પરંતુ, તેમણે પોતાની કેટલીક રણનીતિઓને અપનાવીને આ બધા પર કાબૂ મેળવી લીધો હતો.

દિવ્યા મિત્તલે જણાવ્યું હતું કે સવારે ઉઠીને અભ્યાસ કરવા માટે તેઓ તેમના એલાર્મને તેનાથી દૂર રાખતા હતા. જેના કારણે સવારે એલાર્મ બંધ કરવા માટે દૂર સુધી જવું પડતું હતું. આ પછી તેઓ 90-120 મિનિટ સુધી સતત અભ્યાસ કરતા હતા. ત્યારબાદ 15 મિનિટનો બ્રેક લેતા હતા.

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

ફોકસ વધારવા માટે શું કરતા હતા?

ફોકસ વધારવા માટે તેઓએ એક્સરસાઇઝ કરવા કે બહાર સમય વિતાવવાની પણ વાત કહી હતી. તેમના મતે ઓછામાં ઓછું 20 મિનિટ ચાલવું, કોઈ પાર્કમાં જઈને પ્રકૃતિને નજીક જોવું અથવા ત્યાં થોડો સમય વિતાવવાથી મદદ મળે છે. આ સિવાય તેઓ દરરોજ 5-10 મિનિટ માટે સૂર્યપ્રકાશ લેવાના મહત્વને પણ જણાવે છે.

Success Story
Success Story

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

IPS બનવાથી નહતા સંતુષ્ટ

તેઓએ 2012માં UPSC પાસ કરી અને IPS ઓફિસર બની ગયા હતા. તેમને ગુજરાત કેડર મળ્યું હતું. પરંતુ તેઓ સંતુષ્ટ ન હતા. તેમણે 2013માં ફરીથી UPSCની પરીક્ષા આપી અને તેમની મહેનત રંગ લાવી. તેઓ IAS ઓફિસર બની ગયા. તેઓ તૈયારી કરી રહેલા લોકોને ફોક્સ વધારવાનું સૂચવે છે.

Success Story
Success Story

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *