SUCCESS STORY : UPSCની પરીક્ષામાં ગુજરાતમાં જેનો ડંકો વાગ્યો છે તે મિતુલ પટેલ કોણ છે ? જાણો તેમના વિશે બધુ
SUCCESS STORY : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતના 25 ઉમેદવાર પાસ થયા છે. આ પરીક્ષામાં પાટીદાર સમાજના 8 તારલાઓ છે. તેમાથી એક મિતુલ પેટલ પણ છે. જેનો ઓલ ઈન્ડિયા રેન્ક 139 છે જ્યારે ગુજરાતમાં તે પ્રથમ નંબરે છે. ફાઈનલ ઈન્ટરવ્યુમાં તમને પુછવામાં આવ્યું હતું કે તમે ગુજરાતી છો અને ગુજરાતીઓ તો વેપાર-ધંધામાં વધારે માને છે તો તમે આમા કેમ આવવા માંગો છો?
SUCCESS STORY : મુળ સાબરકાંઠાને મોહનપુર ગામના મિતુલ પટેલે ગુજરાતી જાગરણ સાથે યુપીએસસી પરીક્ષામાં પોતાની સફળતાની વાતો શેર કરી હતી. તેમણે પોતાની સફળતાનો મંત્ર પણ શેર કર્યો હતો અને કહ્યું હતું કે મન ન હોય તો પણ તમે જે કામ કરો છો તે કરતા રહો તમને સફળતા જરૂર મળશે.
SUCCESS STORY : ગાંધીજીએ કહ્યું હતું કે સામાન્ય માણસની આંખના આસુ દૂર કરવાનું કામ કરવું જોઈએ. આ ભાવનાથી દેશ સેવા કરવા મેં આ લાઈન પસંદ કરી છે. દરેક સફળતા પાછળ હાર્ક વર્ક રહેલું છે. હાર્ડ વર્કનો બીજો વિકલ્પ જ નથી. તમને સફળતા જરૂર મળે છે.
આ પણ વાંચો : World Liver Day : ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન..
SUCCESS STORY : આવો મિતુલ પટેલ વિશે વિગતવાર જાણીએ….
મુળગામ: મોહનપુર, સાબરકાંઠા
ઉંમર: 26 વર્ષ
અભ્યાસ: આઈઆઈટી કાનપુરથી ફિજિક્સમાં બીએસસી કર્યું છે.
કેટલા વર્ષથી તૈયારી કરતા હતા: છેલ્લા 4 વર્ષથી.
રોજ કેટલો કલાક મહેનત કરતા હતા: રોજ 10 કલાક. પરીક્ષા નજીક હોય ત્યારે 10 કલાકથી પણ વધારે થઈ જાય.પિતા: અશ્વિનભાઈ પટેલ, પ્રાથમિક શાળામાં શિક્ષક છે.
માતા: ચેતનાબેન પટેલ. હાઉસ વાઈફ છે.
ફેવરિટ ફૂડ: રાજ કચોરી.
ફેવરિટ સ્થળ: ગિર.
ફ્રી સમયમાં શું કરો છો: ગિટાર વગાડું છું.
more article : Stock Market : 6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ !