Success Story : મેટ્રોમાં ખિસ્સું કપાયું તો આવ્યો બિઝનેસનો આઇડીયા, નોકરી છોડી ઉભી કરી દીધી ₹30 કરોડની કંપની..

Success Story : મેટ્રોમાં ખિસ્સું કપાયું તો આવ્યો બિઝનેસનો આઇડીયા, નોકરી છોડી ઉભી કરી દીધી ₹30 કરોડની કંપની..

Success Story : શાર્ક ટેંક ઇન્ડીયા (Shart Tank India)ના શોમાં એવા સ્ટાર્ટઅપ્સ આવે છે, જે પોતાના આઇડિયાએ ફક્ત શાર્ક્સ જ નહી લોકોના દિલ જીતી લે છે. ફંડિંગ મળે કે ન મળે આંતરપ્રિન્યોર્સ બિઝનેસના આઇડીયા જરૂર શિખવાડે છે. એવો જ એક સ્ટાર્ટઅપ અને ફાઉન્ડર શાર્ક ટેંક ઇન્ડીયા (Shart Tank India Season 3) ની સીઝન ત્રણમાં પહોંચ્યા.

જેણે બિઝનેસ આઇડીયા પોતાની પર્સનલ લાઇફમાંથી મળ્યો. આ સ્ટાર્ટઅપનું નામ છે આરિસ્તા વોલ્ટ (Arista Vault). એન્ટી થેપ્ટ લગેજ બનાવનાર કંપની પાછળ અતુલ ગુપ્તા અને પૂર્વી રોયનું મગજ છે.

Success Story
Success Story

ટીટીઇની નોકરીથી લઇને UPSE ઓફિસર સુધીની નોકરી છોડી

આરિસ્તા વોલ્ટના ફાઉન્ડર અતુલ ગુપ્તા, દિલ્હીના રહેવાસી છે. શરૂઆતી ઉંમરમાં તેમની સરકારી નોકરી લાગી ગઇ. રેલવેમાં તેમણે ટિકિટ કલેક્ટર (TTE) ની નોકરી મળી ગઇ. સરકારી નોકરી કોને સારી લાગતી નથી, પરંતુ અતુલ અહીં ક્યાં અટકવાના હતા. નોકરી સાથે-સાથે તેમણે અભ્યાસ શરૂ કરી દીધો.

આ પણ વાંચો : Post Office Scheme : પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરનારી આ સ્કીમ છે જોરદાર, માત્ર ₹1000 થી શરૂ કરી શકો છો રોકાણ..

Success Story : ચાર વખત ફેલ થયા બાદ તેમણે UPSC CSE ની પરીક્ષા પાસ કરી દીધી અને ઓફિસર બની ગયા. તેમણે કેન્દ્ર સરકારની નેશનલ નવરત્ન કંપની અને મહારત્ન પીએસયૂમાં ઓડિટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી. 13-14 વર્ષ સુધી સિવિલ સર્વિસની નોકરી કર્યા બાદ પણ તેમણે અધૂરુ લાગતું હતું. દિલ્હી મેટ્રોમાં જ્યારે ખિસ્સુ કપાઇ ગયું તો બિઝનેસનો આઇડીયા મળ્યો.

Success Story
Success Story

Success Story : અતુલ કોઈ કામથી દિલ્હી આવ્યા હતા. દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તેનું પર્સ ચોરાઈ ગયું હતું. તે કલાકો સુધી મેટ્રો સ્ટેશન પર પૈસા વગર ઉભો રહ્યા. આ ઘટનાએ તેમને વિચારવા માટે મજબૂર કર્યા અને અહીંથી તેને પોતાના બિઝનેસનો આઈડિયા આવ્યો. એક ફેશન શો દરમિયાન તેમની મુલાકાત પૂર્વી સાથે થઇ અને તેઓએ સાથે મળીને અરિસ્તા વોલ્ટ (Arista Vault) ની શરૂઆત કરી હતી.

તમને ફોલો કરનાર સૂટકેશ

અતુલે એવા ઉત્પાદનો બનાવ્યા જે મુસાફરીનો અનુભવ બહેતર બનાવે છે. તેઓએ સ્માર્ટ લગેજ સાથે મુસાફરીને સરળ બનાવી. એક એવી સૂટકેશ બનાવીએ જે તમને ફોલો કરે છે. તેનું નામ રાખ્યું ફોલો મી સુટકેસ. એટલે કે તમારે આ બેગ ખેંચવાની જરૂર નહીં પડે, બેગ આપમેળે તમારી પાછળ આવશે. એ જ રીતે એન્ટી થેપ્ટ વોલેટ અને પર્સ બનાવ્યા.

આ પણ વાંચો : Ramalingeshwar Mandir : સાક્ષાત ભગવાન શિવ છે આ મંદિરમાં 800 વર્ષથી અહીં પાણી પર પથ્થરો તરતા રહે છે,જાણો આ મંદિર વિશે..

30 કરોડની કંપની

શાર્ક ટેન્ક ઇન્ડિયામાં અતુલે રૂ. 30 કરોડ રૂપિયાની વેલ્યૂએશન પર 1.5 ટકા ઇક્વિટીના અવેજમાં રૂ. 45 લાખ માંગ્યા હતા. જો કે, શાદી.કોમના ફાઉન્ડર અનુપમ મિત્તલે તેમની કંપનીમાં રૂ. 20 લાખનું રોકાણ રૂ. 20 કરોડના વેલ્યૂએશન પર 1 ટકાના બદલામાં 20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. આ સાથે જ 25 લાખ રૂપિયા 2 વર્ષ માટે 18 ટકાના વ્યાજ દરે લોન આપી.

Success Story
Success Story

more article : Health Tips : ઝડપથી વજન ઓછું કરવામાં કારગર છે વોટર ફાસ્ટિંગ, જાણો શું કહે છે એક્સપર્ટ્સ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *