SUCCESS STORY : IAS મુસ્કાન ડાગરે પાસ થવા છતાં ફરી આપી UPSCની પરીક્ષા, વાંચો તેમની સક્સેસ સ્ટોરી..

SUCCESS STORY : IAS મુસ્કાન ડાગરે પાસ થવા છતાં ફરી આપી UPSCની પરીક્ષા, વાંચો તેમની સક્સેસ સ્ટોરી..

SUCCESS STORY : દર વર્ષે લાખો ઉમેદવારો UPSCની તૈયારી કરે છે અને પરીક્ષામાં સામેલ થાય છે. જોકે, થોડા લોકો જ આ પરીક્ષાને પાસ કરીને પોતાના સપનાને સાકાર કરી શકે છે. આમાંથી કેટલાક ઉમેદવારોમાં મહિલાઓની પણ ભાગીદારી છે. મહિલાઓ પણ UPSCની સિવિલ સર્વિસ પરીક્ષામાં પાસ થવાના પોતાના સપનાને સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. આવા જ એક મહિલા IAS ઓફિસરની સફળતાની કહાની આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

હરિયાણાના રહેવાસી છે મુસ્કાન ડાગર

SUCCESS STORY : અમે વાત કરી રહ્યા છીએ IAS મુસ્કાન ડાગર વિશે, તેમની સફળતાની કહાની રસપ્રદ હોવાની સાથે ખૂબ જ પ્રેરણાદાયી પણ છે. તેઓ હરિયાણાના ઝજ્જરના સેહલંગા ગામના રહેવાસી છે. તેમને સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી દિલ્હીની હિન્દુ કોલેજમાંથી B.Scમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેમણે UPSCની તૈયારી શરૂ કરી દીધી હતી.

SUCCESS STORY
SUCCESS STORY

2021માં મેળવ્યો હતો 474મો રેન્ક

તેમણે UPSC CSE 2021માં 474 રેન્ક મેળવ્યો હતો, પરંતુ તેઓ તેમના રેન્કથી બિલકુલ પણ ખુશ નહતા. UPSCમાં પોતાનો રેન્ક સુધારવા માટે તેમણે વધુ એક વર્ષ મહેનત કરી અને ફરીથી UPSCની પરીક્ષા આપી. આ રીતે તેમની મહેનત રંગ લાવી અને તેમણે ઓલ ઈન્ડિયા 72માં રેન્ક મેળવ્યો.

આ પણ વાંચો : Mulitbagger stock : 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત..

આ રીતે કરી UPSCની તૈયારી

એક ઈન્ટરવ્યુ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, તેઓ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં તો જોડાયા હતા, પરંતુ ચાર મહિના પછી તેમણે સેલ્ફ-સ્ટડી કરવાનું નક્કી કર્યું અને કોચિંગ છોડી દીધું. તેઓ મોટેભાગે 8થી 10 કલાક અભ્યાસ કરતા અને જ્યારે પરીક્ષા નજીક આવતી ત્યારે તેમના અભ્યાસના કલાકો વધારી દેતા હતા.

SUCCESS STORY
SUCCESS STORY

પરિવારે આપ્યો દરેક પરિસ્થિતિમાં સાથ

SUCCESS STORY : મુસ્કાને ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું હતું કે, તેમના પરિવારે તેમને દરેક રીતે સપોર્ટ કર્યો. આટલું જ નહીં રેન્ક અપેક્ષા મુજબ ન આવતા ફરીથી UPSC પરીક્ષા આપવા માટે પણ પરિવારે જ તેમને પ્રેરિત કર્યા હતા.

આ પણ વાંચો : Health Tips : શું તમે પણ ગરમીમાં વારંવાર કરો છો ફેસ વોશ? સ્કીન બચાવવી હોય તો જાણી લો આ વાત

સફળતાનો મૂળ મંત્ર

SUCCESS STORY : મુસ્કાન ડાગરે જણાવ્યું કે તેમણે NCERT, લક્ષ્મીકાંત અને કેટલાક બેઝિક પુસ્તકોમાંથી UPSCની તૈયારી કરી હતી. તેમનું કહેવું છે કે આ મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો સફળતા નિશ્ચિત છે.

SUCCESS STORY
SUCCESS STORY

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *