Success Story : કેવી રીતે ખેડૂતનો દીકરો બન્યો કરોડોની કંપનીનો માલિક, જાણો પીપી રેડ્ડીની સફળતાની કહાની …
પીપી રેડ્ડી દેશના 54માં સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સે તેમની કુલ સંપત્તિ અંદાજે 37 હજાર 300 કરોડ રૂપિયા આંકી છે. 360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર, આ બિઝનેસ ટાયકૂન એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાં સૌથી ધનિક વ્યક્તિ છે.
પીપી રેડ્ડીએ છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ 24 હજાર 700 કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે. પીપી રેડ્ડીને આ બિઝનેસ વારસામાં મળ્યો છે, એમ તમે વિચારતા હોય તો તમે બિલકુલ ખોટુ છે.
પી પી રેડ્ડીનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ તેમના માતા-પિતાનું પાંચમું સંતાન છે. તેમના પરિવારમાં કોઈને બિઝનેસ સાથે કોઈ સંબંધ ન હતો, પરંતુ 1989માં રેડ્ડીએ બે કર્મચારીઓ સાથે મેઘા એન્જિનિયરિંગ એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી હતી.
આ કંપનીએ છેલ્લા 33 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે અને તેમને ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ કર્યા છે. પીપી રેડ્ડીની કંપનીનું નામ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે. શરૂઆતમાં પીપી રેડ્ડીની કંપની નગરપાલિકાઓ માટે નાની પાઈપો બનાવતી હતી.
લગભગ 2 વર્ષ પછી, પીપી રેડ્ડીના ભત્રીજા પીવી કૃષ્ણા રેડ્ડી પણ કંપનીમાં જોડાયા. આ પછી બંનેએ ક્યારેય પાછું વળીને જોયું નથી. નાની પાઈપલાઈનો બનાવતી મેઘા એન્જીનીયરીંગે રસ્તાઓ, ડેમ અને કુદરતી ગેસ વિતરણ નેટવર્ક અને લિફ્ટ ઈરીગેશન પ્રોજેક્ટ બનાવવાનું શરૂ કર્યું.
હવે કંપનીએ પોતાની જાતને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણમાં વિશેષતા ધરાવતી એક મોટી ખેલાડી તરીકે સ્થાપિત કરી છે. રેડ્ડીની કંપનીએ ભારતનો સૌથી મોટો લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ બનાવ્યો છે. રેડ્ડી હૈદરાબાદમાં એક આલીશાન ઘરમાં રહે છે. આ ઘરને ડાયમંડ હાઉસ કહેવામાં આવે છે. રેડ્ડીનો પોતાનો ખાનગી ગોલ્ફ કોર્સ પણ છે.
more article : Success Story : 14 વર્ષની ઉંમરે પાસ કરી IIT JEE, 19 વર્ષે બની ગયા અમેરિકામાં Phd સ્કોલર, વાંચો સહલ કૌશિકની સફળતાની કહાની