Success Story : ફેશનથી બિઝનેસ વર્લ્ડ સુધી, કંઈક આવી છે જયંતી ચૌહાણની સફળતાની કહાની; જે આપી રહી છે ટાટા-અંબાણીને ટક્કર..

Success Story : ફેશનથી બિઝનેસ વર્લ્ડ સુધી, કંઈક આવી છે જયંતી ચૌહાણની સફળતાની કહાની; જે આપી રહી છે ટાટા-અંબાણીને ટક્કર..

Success Story : પહેલા ટાટાને બાય-બાય, હવે દીકરીએ કર્યો ઈનકાર, બિસલેરીની સ્ટોરીમાં ફરી મોટો ટ્વીસ્ટ !

Success Story :પુત્રી જયંતિ ચૌહાણની બિઝનેસ સંભાળવાની અનિચ્છાને કારણે,દેશની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની બિસલેરી રમેશ ચૌહાણે હવે કંપનીના સંચાલનની જવાબદારી આ વ્યક્તિને સોંપી દીધી છે. રિપોર્ટ અનુસાર, આ પગલું પૂર્વ આયોજિત નહોતું, એટલે કે આ નિર્ણય અચાનક લેવો પડ્યો છે.

કોણ છે બિસલેરીના નવા બોસ ?

રમેશ ચૌહાણ તેમની પુત્રી જયંતિને મિનરલ વોટર કંપની બિસલેરી બોસ તરીકે જોવા માંગતા હતા, પરંતુ જયંતિની આ બિઝનેસમાં સંભાળવાની ના પાડી દીધી હતી. આ સિવાય પિતા અને પુત્રી વચ્ચે ઘણી બાબતો પર મતભેદ જોવા મળી રહ્યા છે. જેના કારણે બિસલેરીની કમાન પ્રોફેશનલ સીઈઓ એન્જેલો જ્યોર્જને સોંપવામાં આવી છે. આ નિર્ણય અગાઉથી લેવામાં આવ્યો ન હતો. આ અચાનક લેવામાં આવેલો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

Success Story
Success Story

જયંતિએ બિસલેરીને સંભાળવાની ના પાડી

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ઘટનાક્રમથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, રમેશ ચૌહાણ તેમની એકની એક પુત્રી જયંતિ ચૌહાણને બિસલેરીની કમાન સોંપવા માંગતા હતા પણ જયંતિ ચૌહાણે ઓછા માર્જિનના આ બિઝનેસમાં કામ કરવાની અને તેનો કાર્યભાર સંભાળવાની ના પાડી દીધી હતી.

જો કે ચૌહાણ કંપનીનો બહુમતી હિસ્સો ટાટાને વેચવા માંગતા હતા. ત્યારે ગયા નવેમ્બરમાં, ટીસીપીએલ સાથેની તેમની ચર્ચા દરમિયાન, ચૌહાણે મીડિયા અહેવાલોને જણાવ્યું હતું કે તેઓ યોગ્ય ખરીદદારની શોધમાં હતા, કારણ કે જયંતિને આ બિઝનેસમાં રસ નહોતો.

આ પણ વાંચો : Khajurbhai : ગરીબ ભાઈ-બહેનનું દર્દ જોઈ દોડી આવ્યા ખજૂરભાઈ, મસીહાએ કર્યું મોટું દાનનું કામ..

 લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. ગઈકાલે જ સમાચાર આવ્યા હતા કે બિસલરીને ટાટા ગ્રુપને સોંપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે રમેશ ચૌહાણે કહ્યું હતું કે તેમની પુત્રી જયંતિ કંપનીની કમાન સંભાળશે. હવે આમાં પણ નવો ટ્વિસ્ટ આવી ગયો છે.

એક રિપોર્ટ અનુસાર જયંતિ ચૌહાણે બિસલેરીના ચાર્જ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેમાં પિતા રમેશ ચૌહાણ સાથે અણબનાવના સમાચાર સામે આવી રહ્યા હતા, ત્યારે આ વચ્ચે હવે અચાનક બિસલેરી નવા બોસની જાહેરાત કરવામાં આવી છે.

Success Story
Success Story

પુત્રીએ વ્યવસાયથી દૂર રહેવાનું નક્કી કર્યું

ટાટા ગ્રુપ સાથે લાંબી વાટાઘાટો બાદ આ સોદો નિષ્ફળ ગયો હતો. બિઝનેસ ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બિસ્લેરી પ્રત્યે વરિષ્ઠ ચૌહાણ બિસ્લેરી વેચવા અંગે અનિર્ણાયક હતા. રિપોર્ટ અનુસાર, હાલ મામલો થોડો અંધારામાં છે કારણ કે પુત્રી જયંતિએ પેકેજ્ડ વોટર બિઝનેસની જવાબદારી સંભાળવાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. ટાટા સાથેની વાતચીત નિષ્ફળ જતાં ચૌહાણે કહ્યું હતું કે જયંતિ તેના સીઈઓની મદદથી બિસલેરી ઈન્ટરનેશનલ ચલાવશે.

આ પણ વાંચો : IPO : પૈસાની વ્યવસ્થા કરી રાખજો, કમાણીની મળશે જબરદસ્ત તક! ટાટાના અનેક મોટા IPO આવવાના છે..

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, જયંતિ પોતાનો ગુસ્સો કાઢવા પ્રોફેશનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર ગઈ અને એક પોસ્ટ જે તેણે પાછળથી કાઢી નાખી, જયંતિએ લખ્યું, “મારા પિતા મારા માટે નથી બોલતા, હું મારા માટે ખુદ બોલું છું.”

Success Story
Success Story

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *