Success Story : શાર્ક ટેન્કમાં રિજેક્ટ થવા છતાં હાર ના માની, આ જોડીએ ઉભું કર્યું રૂ. 240 કરોડનું સામ્રાજ્ય..
Success Story : કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીમાં બ્યુટી કંપની રિકોડ સ્ટુડિયો ઝડપથી ઉભરી રહી છે. 2018માં ધીરજ બંસલ અને રાહુલ સચદેવાએ આ સ્ટાર્ટઅપનો પાયો નાખ્યો હતો. તેણે ઝડપથી વિસ્તાર કર્યો છે. 2021માં તેમણે એક ઓનલાઈન માર્કેટપ્લેસની શરુઆત કરી. તેના પર વિશ્વભરની 60થી વધુ બ્રાન્ડની પ્રોડક્ટ્સની રેન્જ ઉપલબ્ધ છે.
Success Story : ખાસ વાત એ છે કે શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 1માં ધીરજ બંસલ અને રાહુલ સચદેવાએ પોતાની કંપની વિશે વાત કરી હતી. પરંતુ, શાર્ક ટેન્કથી તેમને નિરાશા મળી હતી. શાર્કે તેમનો પ્રસ્તાવ રિજેક્ટ કરી દીધો હતો. આ વાત બંનેને દિલ પર લાગી ગઈ હતી. તેમને પોતાના કોન્સેપ્ટ પર પૂરો વિશ્વાસ હતો. આ આત્મવિશ્વાસથી જ તેમને આગળ વધવાની તાકાત મળી. તો ચાલો જાણીએ આ સફળતાની કહાની વિશે.
પંજાબના રહેવાસી છે ધીરજ અને રાહુલ
રિકોડ સ્ટુડિયો એ બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી વિકસતું નામ છે. તેમણે પોષાય તેવા ભાવે બેસ્ટ પ્રોડક્ટ્સ રજૂ કરીને ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી છે. જર્મની, તાઈવાન અને અન્ય ગ્લોબલ હબ્સના અગ્રણી મેન્યુફેક્ચરર્સની સાથે તેમણે પાર્ટનરશિપ કરી છે. રિકોડ સ્ટુડિયોનું લક્ષ્ય બ્યૂટી અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ માટે વિશ્વનું અગ્રણી પ્લેટફોર્મ બનાવવાનું છે.
પંજાબના રહેવાસી ધીરજ બંસલ અને રાહુલ સચદેવાએ 2018માં રિકોડ સ્ટુડિયોનો પાયો નાખ્યો હતો. થોડા જ વર્ષોમાં સ્ટાર્ટઅપે નોંધપાત્ર રીતે સફળતા મેળવી છે.
2021 લૉન્ચ કર્યું ઓનલાઈન પ્લેટફોર્મ
રિકોડ સ્ટુડિયોએ 2021માં પોતાનું ઓનલાઈન માર્કેટપ્લેસ લૉન્ચ કર્યું હતું. આનાથી ગ્રાહકોને બ્યુટી પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ સરળતાથી ઉપલબ્ધ કરાવી દીધી. પ્લેટફોર્મે ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. હવે 60થી વધુ બ્રાન્ડ્સ આના પર લિસ્ટેડમાં છે. પોતાની પ્રોડક્ટસ વેચવા ઉપરાંત રિકોડ સ્ટુડિયો અન્ય બ્રાન્ડ્સને પણ તેમના પ્રોડક્ટ શોકેસ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
શાર્ક ટેન્કમાં પ્રપોઝલ થયું હતું રિજેક્ટ
રિકોડ સ્ટુડિયોના સ્થાપકો ધીરજ બંસલ અને રાહુલ સચદેવાએ શાર્ક ટેન્ક ઈન્ડિયા સિઝન 1 એપિસોડ 2માં તેમની કંપનીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેઓએ 1 કરોડ રુપિયાના બદલામાં 1% ઇક્વિટી ઓફર કરી હતી. શાર્કથી પ્રસ્તાવ રિજેક્ટ થયા પછી પણ તેમના મનમાં તેમની કંપની વિશે સહેજ પણ શંકા નહોતી આવી.
ખૂબ જ ઓછા સમયમાં રિકોડ સ્ટુડિયોએ કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું. જે વસ્તુ પર ધીરજ બંસલ અને રાહુલ સચદેવા સૌથી વધુ ફોકસ કર્યું, તેમાં ક્વોલિટી, એફોર્ડેવિલિટી અને અન્ય બિઝનેસને વધારવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું સામેલ હતું.
240 કરોડનું સામ્રાજ્ય બનાવ્યું
શાર્ક ટેન્ક ઈન્ડિયામાં કોઈ ડીલ ન થઈ હોવા છતાં પણ રિકોડ સ્ટુડિયોએ શો પછી તેમના વેલ્યૂએશનમાં વધારો જોયો. બ્રાન્ડની કિંમત હવે 240 કરોડ રૂપિયા છે. આ શાર્ક ટેન્ક પરના તેમના પ્રારંભિક મૂલ્યાંકનથી 140 કરોડ રુપિયાનો વધારો દર્શાવે છે.
શાર્ક ટેન્ક ઈન્ડિયા પછી રિકોડ સ્ટુડિયોની સફર એ હકીકતનો પુરાવો છે કે દ્દઢ સંકલ્પ અને અનન્ય બિઝનેસ મોડલ બાહ્ય ફંડિગ વિના પણ સફળતા તરફ લઈ જઈ શકે છે. આ ઉભરતા સાહસિકો માટે પ્રોત્સાહક કરનારી બાબત છે.
more article : Holi : હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.