Success Story : પહેલા બે બિઝનેસમાં નિષ્ફળતા છતાં હાર ના માની, આજે આ અમદાવાદીનું છે કરોડોનું સામ્રાજ્ય

Success Story : પહેલા બે બિઝનેસમાં નિષ્ફળતા છતાં હાર ના માની, આજે આ અમદાવાદીનું છે કરોડોનું સામ્રાજ્ય

Success Story : એસ્ટ્રલ પાઈપ્સને કોઈ ઓળખની જરૂર નથી. તે અલગ-અલગ પ્રકારની પાઈપ અને ફિટિંગની વસ્તુઓ બનાવતી એક દિગ્ગજ કંપની છે. પરંતુ શું તમે જાણો છો કે આ સફળ કંપનીને ઉભી કરવામાં કોનો હાથ છે? આજે અમે તમને તેમનો જ પરિચય કરાવીશું. તેમનું નામ છે સંદીપ એન્જિનિયર. તેઓ એસ્ટ્રલ પાઈપ્સના સ્થાપક છે.

Success Story : સંદીપ એન્જિનિયર દેશના પસંદગીના ઉદ્યોગપતિઓમાંથી એક છે. તેમણે પોતાની મહેનત અને સમર્પણથી કરોડોનું બિઝનેસ સામ્રજ્ય બનાવ્યું છે. તેમણે કોઈપણ પારિવારિક પૃષ્ઠભૂમિ વગર ઉદ્યોગ જગતમાં સફળતા હાંસલ કરી છે. એક એવો પણ સમય હતો જ્યારે તેમણે 850 રૂપિયા પગારમાં નોકરી કરી.

કેમિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી
Success Story : સંદીપ એન્જિનિયરનો જન્મ 1961માં અમદાવાદમાં થયો હતો. તેમને બિઝનેસની સફળતાના માર્ગમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેમણે કેડિલા લેબોરેટરીઝ (હવે ઝાયડસ લાઈફસાયન્સ)માં એક પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેમને માત્ર મહિને 850 રૂપિયા પગાર મળતો હતો. સંદીપ એન્જિનિયરે કંપનીમાં સાથે લગભગ બે વર્ષ સુધી કામ કર્યું.

Success Story
Success Story

નોકરી છોડવાનો લીધો નિર્ણય
Success Story : નોકરી છોડ્યા બાદ તેમણે 1981માં પોતાનો પહેલો બિઝનેસ શરૂ કરવાનો સાહસિક નિર્ણય લીધો. તેમણે ફ્લેવર્ડ ઈસબગોલના ડિસ્ટ્રીબ્યુટર બનવાનું પસંદ કર્યું. પરંતુ બિઝનેસની દુનિયામાં તેમનું આ પહેલું પગલું અસફળ રહ્યું. દુકાનદારો ઉધાર માલ માગતા હતા. વેચાણ ન થવાને કારણે પેમેન્ટ ફસાતા હતા. સંદીપ માટે નુકસાનકારક સાબિત થયું. 5,000 રુપિયાની ખોટ સાથે તેમને પોતાનો બિઝનેસ બંધ કરવો પડ્યો.

આ પણ વાંચો : Success Story : દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી જૉબ, એન્જિનિયર જાગૃતિ આવી રીતે બની UPSC સેકન્ડ ટૉપર

નિષ્ફળતાથી નિરાશ ન થયા
સંદીપ એન્જિનિયર આ શરૂઆતી ઝટકાથી નિરાશ ન થયા અને તેમણે નવી તકોને શોધવાનું ચાલુ રાખ્યું. કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ તેમણે શ્રી કેમિકલ્સ નામની કંપની દ્વારા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (APIs)ના નિર્માણમાં સાહસ કર્યું. કમનસીબે આ વ્યવસાયમાં તેમની સામે ક્વોલિટી સંબંધિત સમસ્યાઓ આવી. જેના કારણે સંદીપ એન્જિનિયરને આ બિઝનેસથી પણ દૂર થવું પડ્યું હતું.

Success Story
Success Story

અમેરિકાથી પરત આવી શરૂ કર્યો બિઝનેસ
Success Story : સંદીપ એન્જિનિયરની બિઝનેસ સફરમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે અમેરિકી કંપની લુબ્રિઝોલ (તે સમયે B.F. ગુડરિચ પર્ફોર્મન્સ મટિરિયલ્સ)માંકામ કરતા CPVC (ક્લોરિનેટેડ પોલિવિનાઇલ ક્લોરાઇડ) પાઈપોની ક્ષમતા વિશે જાણ્યું. ભારતીય બજારમાં ત્યાં સુધી તેની ક્ષમતાને શોધી ન હતી.

તેની ક્ષમતાને સમજીને તેઓ દેશમાં પરત ફર્યા. વર્ષ 1998માં તેમણે એસ્ટ્રલ પોલી ટેક્નિકની સ્થાપના કરી. આનાથી તે દેશમાં CPVC પાઈપોના નિર્માણ માટે લાયસન્સ મેળવવા માટે અગ્રણી કંપની બની ગઈ.

કરોડોની બની ગઈ છે કંપની
એસ્ટ્રલ પોલી ટેક્નિકે 2011માં તેમના CPVC પાઈપ બિઝનેસની સફળતાને કારણે એસ્ટ્રલ પાઈપ્સ તરીકે તેમનું નામ બદલી લીધું. સંદીપ એન્જિનિયરના સૌથી મોટા પુત્ર કૈરવનો બિઝનેસમાં પ્રવેશ આ બદલાવની સાથે થયો. 2014માં કૈરવે લોકપ્રિય બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લાવીને બ્રાન્ડની વિઝિબિલિટીને વધારી.

કંપનીની વાર્ષિક આવક 2007માં 60 કરોડ રુપિયાથી વધીને માર્ચ 2023 સુધી 5,100 કરોડ રુપિયાથી વધુ થઈ ગઈ.

Success Story
Success Story

more article : HEALTH TIPS : ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *