Success Story : પિતાના નિધન બાદ ઈચ્છા ના હોવા છતાં સંભાળવી પડી કંપનીની કમાન, આજે દેશભરમાં ગુંજી રહ્યું છે નામ

Success Story : પિતાના નિધન બાદ ઈચ્છા ના હોવા છતાં સંભાળવી પડી કંપનીની કમાન, આજે દેશભરમાં ગુંજી રહ્યું છે નામ

Success Story  : મહિમા દત્તલા બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓમાંથી એક છે. IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર, મહિમા દત્તાલા દક્ષિણ ભારતીય રાજ્યો આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં સૌથી ધનિક મહિલા છે. તેમના પરિવારની સંપત્તિમાં ખૂબ જ વધારો થયો છે. તે વધીને 8,700 કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે. આ સાથે તેઓ આ રાજ્યોના 10માં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

તેમની સંપત્તિ 2021ની સરખામણીમાં 1,000 કરોડ રુપિયા વધી ગઈ. જોકે, એ પણ એક સત્ય છે કે તેમને શરૂઆતમાં ફેમિલી બિઝનેસમાં જોડાવાનું મન ન હતું. પરંતુ, પિતાના નિધન બાદ તેમના પર આ જવાબદારી આવી ગઈ. બિઝનેસની કમાન સંભાળ્યાના થોડા જ સમયમાં તેઓએ આ કંપનીને ખૂબ જ ઉંચાઈ પર પહોંચાડી દીધી.

બાયોલોજિકલ ઈ ના એમ.ડી

Success Story  : 45 વર્ષની ઉંમરે મહિમા દત્તલા હૈદરાબાદ ખાતે આવેલી જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર (MD) છે. આ કંપનીનો વારસો 75 વર્ષ જૂનો છે. આ દેશની પ્રતિષ્ઠિત વેક્સીન બનાવતી કંપનીઓમાંની એક છે. થર્ડ જનરેશન લીડર તરીકે મહિમા દત્તલાએ વેક્સીન સેક્ટરમાં પ્રગતિને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોવિડ-19 મહામારી દરમિયાન કોર્બેવેક્સ COVID-19 વેક્સીન વિકસાવવા માટે બાયોલોજિકલ ઈને ઓળખ મળી.

લંડનથી કર્યો છે અભ્યાસ

Success Story  : તેમનો શરૂઆતમાં ફેમિલી બિઝનેસમાં જોડાવાનો કોઈ ઈરાદો નહોતો. તેમણે લંડનની વેબસ્ટર યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી પૂર્ણ કરી હતી. પરંતુ, આને કંપનીના વ્યવસાયને સંભાળવા સાથે કોઈ લેવાદેવા ન હતું. તેમનું માનવું હતું કે આ ડિગ્રી તેમના રિઝ્યુમને મજબૂત કરવા માટે હતી. આ વાતનો ઉલ્લેખ તેમણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. જોકે, સંજોગો કંઈક એવા બન્યા કે 2021માં ઈચ્છા ન હોવા છતાં તેમને બાયોલોજિકલ Eમાં જોડાવું પડ્યું.

આ પણ વાંચો : Health Tips : આ વિટામીનની ઉણપથી હાર્ટ એટેકનું રહે છે જોખમ, બચવા માટે આજથી જ ખાવાની શરૂ કરો આ વસ્તુઓ..

પિતાના નિધન બાદ સંભાળી કમાન

Success Story  : પિતા વિજય કુમાર દત્તલાના નિધન બાદ તેઓએ કંપનીનું નેતૃત્વ સંભાળ્યું. તેમના નેતૃત્વ હેઠળ બાયોલોજિકલ ઈ કંપનીએ ઉડાન ભરી. તેમણે 100થી વધુ દેશોમાં વેક્સીન સપ્લાય કરી છે. છેલ્લા એક દાયકામાં 200 કરોડથી વધુ ડોઝની ડિલવરી કરી છે. કંપની ખસરા, ટેટનસ અને રુબેલા સહિત 7 WHO પ્રી-ક્વોલિફાઇડ વેક્સીનના ઉત્પાદન માટે જાણીતી છે. તે ટેટનસ વેક્સીનની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક છે.

મળી ચૂક્યા છે અનેક પુરસ્કારો

Success Story  : તેમની કોર્પોરેટ સિદ્ધિઓ ઉપરાંત મહિમા દત્તલા પબ્લિક હેલ્થ પોલિસીના મુદ્દાઓ પર ભારત સરકારની સાથે સક્રિયપણે સંકળાયેલા છે. હેલ્થકેર પહેલ માટે તેઓ અવાજ ઉઠાવે છે. તેને તેમની પ્રતિષ્ઠાને મજબૂત કરી છે. તેમને તેમના કામ માટે ઘણા પુરસ્કારો અને સન્માન મળ્યા છે. તેમાં EY આંત્રપ્રિન્યોર ઓફ ધ યર (2022) અને ફોર્બ્સ ઈન્ડિયા વુમન લીડર (2021)નો સમાવેશ થાય છે.

more article : જ્યોતિષશાસ્ત્ર : ખાલી 3 દિવસ જેમતેમ કાઢી નાખો પછી થશે શનિદેવનો ઉદય,તમારે આજીવન ન ખૂટે એટલા પૈસા કમાશો…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *