Success story : તનતોડ મહેનત કરીને કોન્સ્ટેબલથી IPS ઓફિસર બન્યા, ખુબ જ પ્રેરણાદાયક છે Vijay Singh ની કહાની….

Success story : તનતોડ મહેનત કરીને કોન્સ્ટેબલથી IPS ઓફિસર બન્યા, ખુબ જ પ્રેરણાદાયક છે Vijay Singh ની કહાની….

મનથી કરેલી કોશિશથી મુશ્કેલ લક્ષ્યોને પણ હાંસલ કરી શકાય છે. આ વાતને વિજય સિંહ ગુર્જરે ખૂબ જ સારી રીતે સાબિત કરી છે. એક સામાન્ય ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા વિજય સિંહ ગુર્જરના પરિવારની ઈચ્છા હતી કે તેમને શિક્ષકની નોકરી મળે જેથી તેઓ પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે, પરંતુ તેમની મહેનતથી તેઓએ તે કરી બતાવ્યું જેની કોઈએ અપેક્ષા પણ ન કરી હતી. તેમણે પહેલા દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવી અને પછી IPS બનવાની સફર નક્કી કરી.

Success story
Success story

રાજસ્થાનમાં થયો હતો જન્મ

વિજય સિંહ ગુર્જરનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુમાં થયો હતો અને તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ પણ રાજસ્થાનમાંથી જ પૂર્ણ કર્યું હતું. તેમણે વર્ષ 2002માં ધોરણ 10 અને 2004માં ધોરણ 12 પાસ કર્યું હતું. આ પછી તેમણે વર્ષ 2009માં સંસ્કૃતમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો.

Success story
Success story

પિતા ઈચ્છતા હતા કે દીકરો શિક્ષક બને

વિજય સિંહ ગુર્જરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘પિતા ઈચ્છતા હતા કે હું ભણીને ટીચર બનું. સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન કર્યું, કારણ કે તેમાં શિક્ષક બનવું સરળ હતું. આ સાથે મેં સરકારી નોકરીની તૈયારી પણ શરૂ કરી, પરંતુ રાજસ્થાનમાં શિક્ષકની ભરતી, આર્મી ભરતી અને રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં હું અસફળ રહ્યો.’

Success story
Success story

મિત્રની સલાહ કામ કરી ગઈ

આ પણ વાચો : Gujarat ની આ સંસ્થા સામે હાવર્ડ-કેમ્બ્રિજ યુનિવર્સિટી પણ ફીક્કી લાગે, જન્મકુંડળીથી બાળકોને આપે એડમિશન….

તેમના એક મિત્રએ તેમને દિલ્હી જઈને દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની ભરતીની તૈયારી કરવાની સલાહ આપી હતી. આ પછી 2010માં તેમનું સિલેક્શન થઈ ગયું. તેઓ અહીં જ ન અટક્યા અને તૈયારી કરતા રહ્યા. કોન્સ્ટેબલના પદ પર ભરતી થયા પછી તેમણે તેમની સખત મહેનત ચાલુ રાખી અને વર્ષ 2010માં દિલ્હીમાં સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર તેમનું સિલેક્શન થઈ ગયું.

Success story
Success story

ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર પણ બન્યા

આ પછી વર્ષ 2012માં તેમણે SSC ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષામાં સફળતા મેળવી અને તેમનું સિલેક્શન કેરળમાં સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સમાં થઈ ગયું. આ પછી વર્ષ 2014માં SSC પરીક્ષા પાસ કર્યા પછી તેમને ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરનું પદ મળ્યું.

Success story
Success story

દરરોજ 6 કલાક કરતા અભ્યાસ

તેમણે ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર બન્યા પછી UPSCની તૈયારી કરવાનું વિચાર્યું અને સખત મહેનત કરવાનું શરૂ કર્યું. તેના માટે તેઓ નોકરીની સાથે દરરોજ લગભગ 6 કલાક અભ્યાસ કરતા હતા.

Success story
Success story

તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2017માં સફળતા મેળવી અને તેઓએ 574મો રેન્ક મેળવ્યો હતો. આ રીતે વિજય સિંહ ગુર્જરની દિલ્હી પોલીસ કોન્સ્ટેબલથી શરૂ થયેલી સફર એક IPS અધિકારી બનવા સુધી ચાલી છે.

more article : Success Story : ‘એન્જિનિયર બન્યા પછી ઘરે બેઠો છે’, લોકો મારતા ટોણા, ખેડૂતના દિકરાએ ગામડામાં રહીને પાસ કરી UPSC એક્ઝામ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *