Success Story : પાટીદાર સમાજનું ગૌરવ વધારનાર અનિકેત પટેલ કોણ છે? વાંચો તેના વિશેની તમામ વાતો..

Success Story : પાટીદાર સમાજનું ગૌરવ વધારનાર અનિકેત પટેલ કોણ છે? વાંચો તેના વિશેની તમામ વાતો..

Success Story : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતના 25 ઉમેદવાર પાસ થયા છે. આ પરીક્ષામાં પાટીદાર સમાજના 8 તારલાઓ છે. તેમાનો એક તારલો એટલે અનિકેત પટેલ. જેનો ઓલ ઈન્ડિયા રેન્ક 183 છે અને ગુજરાતમાં છઠ્ઠા નંબરે છે. આજે અનિકેતના માતા-પિતાનો હરખ ક્યાય સમાતો નથી. હરખ થવો પણ સ્વાભાવિક છે કારણ કે પુત્રએ યુપીએસસી પરીક્ષા પાસ કરી છે.

Success Story
Success Story

આ પણ વાંચો : Gold Ramayana : સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડી

Success Story : ગુજરાતી જાગરણે અનિકેત પટેલ સાથે વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે યુપીએસસી પાસ કરવી અધરી નથી. જો હાર્ડ વર્ક એટલે કે સખત મહેનત કરવાની તમારી તૈયારી હોય તો આ શક્ય છે. મેં 2022માં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ ક્યું હતું અને ત્યારથી હું આ યુપીએસસીની તૈયારી કરતો હતો. હું રોજના 7થી 8 કલાક આ તૈયારી પાછળ આપતો હતો.

Success Story
Success Story

આ પણ વાંચો : Surat : સુરતના એક મંદિરમાં નથી ભગવાન રામની મૂર્તિ કે તસવીર, જાણો તો પછી શેના દર્શન કરવા ઉમટે છે રામ ભક્તો.

મુળ ગામ : સાબરકાંઠાના વડાલી તાલુકાનું રહેડા ગામ
ઉંમર : 25 વર્ષ
અભ્યાસ : BA, LLB
પિતા શું કરે છે : ગુજરાત એજ્યુકેશન સર્વિસમાં ક્લાસ 2 અધિકારી છે. પિતાનું નામ કમલેશભાઈ પટેલ છે.
માતા શું કરે છે : હાઉસ વાઈફ છે.
પરિવારમાં કોણ છે : હું એકજ સંતાન છું.
તમારે શું બનવાનું છે : મારું લક્ષ્ય પહેલેથી જ IPS બનવાનું છે.
દરરોજ કેટલો કલાક તૈયારી કરતા હતા : 7થી 8 કલાક.

Success Story
Success Story

more article : Success Story : આદિત્ય શ્રીવાસ્વત IPSથી બનશે IAS, તેમની UPSC સફર પર એકનજર..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *