Success Story : અભ્યાસ બાદ નોકરી કરવાની જગ્યાએ શેર બજારમાં કિસ્મત અજમાવી, માત્ર 12 પાસ ‘માર્કેટ ગુરુ’એ ઉભુ કર્યું કરોડોનું સામ્રાજ્ય
Success Story : દેશની ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં દિનેશ ઠક્કરે એક અલગ જ ઓળખ બનાવી છે. તેઓ ભારતની મુખ્ય ફાઈનાન્સિયલ કંપનીઓમાંથી એક એન્જલ વન (Angel-One)ના સંસ્થાપક છે. તેને પહેલા એન્જલ બ્રોકિંગ તરીકે ઓળખવામાં આવતું હતું.
Success Story : માત્ર ધોરણ 12 સુધી ભણેલા દિનેશ ઠક્કરે ખૂબ જ સ્પર્ધાત્મક સેક્ટરમાં મોટા-મોટા દિગ્ગજોને હચમચાવી દીધા. આજે તેમનું બિઝનેસ સામ્રાજ્ય અરબોનું છે. ઓછું ભણતર હોવા છતાં તેમણે તેમની મહેનત અને સમર્પણ દ્વારા સફળતા મેળવી છે. ચાલો, અહીં તેમના વિશે જાણીએ.
1990ના દાયકામાં બિઝનેસમાં એન્ટ્રી
Success Story : દિનેશ ઠક્કરે 1990ના દાયકાની શરૂઆતમાં અત્યંત સ્પર્ધાત્મક નાણાકીય ક્ષેત્રમાં પ્રવેશ કરીને તેમના બિઝનેસ સફરની શરૂઆત કરી હતી. ત્યાં સુધી તેઓ તેમની સામે આવનારા પડકારોથી વાકેફ ન હતા. એક દિવસ તેમની મુલાકાત એક બેંકર સાથે થઈ.
મીટીંગમાંથી બહાર નીકળતી વખતે તેમની નજર એક ખૂબ જ આલીશાન કાર પર પડી. તેમને આ કાર ખૂબ જ પસંદ આવી. તે જ ક્ષણે તેમને અહેસાસ થયો કે તેમનો સાચો જુસ્સો પરંપરાગત બેંકિંગથી અલગ છે.
હર્ષદ મહેતા કૌભાંડ વખતે મોટો પડકાર આવ્યો
Success Story : દિનેશ ઠક્કરના નવા બ્રોકરેજ બિઝનેસને 1992માં હર્ષદ મહેતાના કૌભાંડ દરમિયાન મોટો ઝટકો લાગ્યો હતો. આ કૌભાંડે દરેકને હચમચાવી દીધા હતા. આ સમયગાળા દરમિયાન તેમને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પણ રસ પડ્યો. તેમણે એવી લક્ઝરી પ્રોપર્ટીમાં રોકાણ અને તેનું નિર્માણ કરવાનું શરૂ કર્યું, જે બિલકુલ અસાધારણ હતું.
આ પણ વાંચો : Goverment Scheme : સરકાર આપી રહી છે Free Wifi , હવે મફતમાં મરજી પડે એટલું વાપરો ઇન્ટરનેટ
₹25,000 કરોડની છે કંપની
Success Story : તેમના નેતૃત્વમાં એન્જલ વન ભારતમાં એક અગ્રણી નાણાકીય સેવા કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 31 માર્ચ, 2024 સુધી 25,000 કરોડ રુપિયાથી વધુનું હતું.
લક્ઝરી કારોના શોખીન
દિનેશ ઠક્કર ગાડીઓના ખૂબ જ શોખીન છે. તેમની પાસે આઈકોનિક કારનું વિશાળ કલેક્શન છે. તેમાં લેમ્બોર્ગિની સ્ટેરાટો અને લક્ઝુરિયસ BMW i7નો સમાવેશ થાય છે. દિનેશ ઠક્કરની સફળતાએ માત્ર ઉદ્યોગ જગતમાં તેમને એક લીડર તરીકે પ્રસ્થાપિત નથી કર્યા, પરંતુ તેમને એવા લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ બનાવ્યા છે જેઓ ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે.