Success Story : ‘એન્જિનિયર બન્યા પછી ઘરે બેઠો છે’, લોકો મારતા ટોણા, ખેડૂતના દિકરાએ ગામડામાં રહીને પાસ કરી UPSC એક્ઝામ

Success Story : ‘એન્જિનિયર બન્યા પછી ઘરે બેઠો છે’, લોકો મારતા ટોણા, ખેડૂતના દિકરાએ ગામડામાં રહીને પાસ કરી UPSC એક્ઝામ

આજે આપણે એક એવા UPSC ઉમેદવારની કહાની જાણીશું જેમણે ઘણા પ્રયાસો પછી આ મુશ્કેલ પરીક્ષામાં સફળતા મેળવી છે. એક સમય એવો હતો જ્યારે તેમને લોકો પાસેથી એવું સાંભળવું પડતું હતું કે ‘એન્જિનિયરિંગ કર્યા પછી પણ ઘરે બેઠો છે’, પરંતુ તેમણે સાબિત કરી દીધું કે તેઓ તેમના જીવનમાં કેટલો મોટો હેતુ લઈને જીવી રહ્યા હતા.

ચાલો જાણીએ પટનાના ઉત્કર્ષ ગૌરવની Success Story , જેમણે પોતાની તૈયારીને કારણે UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ક્લિયર કરી લીધી. સૌથી મોટી વાત તો એ છે કે એક બાજુ યુવકો આ પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી જાય છે ત્યારે ગૌરવ દિલ્હી છોડીને ગામડે પરત ફર્યા હતા અને ઘરે જ તૈયારી કરી હતી.

Success Story
Success Story

બેંગલુરુથી કર્યું એન્જિનિયરિંગ

ઉત્કર્ષ ગૌરવ નાલંદાના અમરગાંવના રહેવાસી છે. તેમના પિતા ખેડૂત અને માતા ગૃહિણી છે. તેમને એક ભાઈ અને એક નાની બહેન છે. તેઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ બિહારથી કર્યા બાદ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા બેંગલુરુ ચાલ્યા ગયા હતા.

જ્યાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ ઘરે પરત આવ્યા હતા અને યુપીએસસીની તૈયારી કરવા લાગ્યા હતા. તેઓ ચોથો પ્રયાસમાં પ્રથમ વખત મેઈન્સ અને ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા.

Success Story
Success Story

ગામડે પરત આવી કરી તૈયારી

ઉત્કર્ષ ગૌરવે B.Tech પાસ કર્યા પછી ક્યાંય નોકરી ન કરી. તેમણે સીધી સરકારી નોકરીની તૈયારી શરૂ કરી દીધી. 2018માં B.Tech પાસ કર્યા બાદ તેઓ દિલ્હી ચાલ્યા ગયા. ત્યાં UPSC કોચિંગ શરૂ કર્યું.

પરંતુ તેઓ સફળતા મેળવી શક્યા ન હતા. તેઓ UPSC પરીક્ષાના સતત 3 પ્રયાસોમાં નિષ્ફળ ગયા હતા. આ દરમિયાન વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું હતું. જ્યારે ભારતમાં લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે તેઓ પોતાના ગામ પાછા ફર્યા.

આ પણ વાંચો  : Salangpurમાં શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં 70%થી વધુ કાર્ય પૂર્ણ, એક સાથે 1 લાખથી વધુ લોકો જમી શકે એવું ભોજનાલય અને 30 હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એવું પાર્કિંગ ઊભું કરાયું

પરિવારજનોએ આપ્યો સાથ

B.Tech પછી નોકરી કર્યા વિના ગામમાં રહેવું સરળ નહોતું. ગ્રામજનોએ તેમને ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. તેનાથી ઘણી વખત તેમનું મનોબળ તૂટી જતું હતું, પરંતુ તેમના પરિવારના સભ્યો તેમને પ્રોત્સાહિત કરતા રહ્યા.

ગામમાં રહીને UPSC પરીક્ષાની તૈયારી કરવાના ઘણા ફાયદા હતા. આનાથી તેમનો દિલ્હીમાં રહેવાનો ખર્ચ બચી ગયો અને ઘરે બનાવેલું ભોજન ખાવાથી તેમની તબિયતમાં પણ સુધારો થયો.

Success Story
Success Story

યુટ્યુબથી કરી તૈયારી

ઉત્કર્ષ ગૌરવ વર્ષ 2022માં લેવાયેલી UPSC CSE પરીક્ષામાં 709મા રેન્કની સાથે સરકારી અધિકારી બન્યા. સરકારી નોકરી મેળવવા માટે તેમણે સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. ગામડામાં રહીને તેઓ UPSC પરીક્ષાની તૈયારી YouTube (UPSC Exam Preparation Tips) દ્વારા કરતા હતા.

more article : success story : એક ગામડાની વિદ્યાર્થિનીએ 32 લાખ રૂપિયાની નોકરી નકારી કાઢી, ગૂગલે તેને 56 લાખ રૂપિયાની ઓફર કરી!જાણો તેની કહાની …..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *