Success Story : એક સમયે 18 રૂપિયાના પગારે એંઠા વાસણ ધોતા હતા, આજે પોતાની 100થી વધુ રેસ્ટોરન્ટ, પ્રેરણાદાયક કહાની

Success Story : એક સમયે 18 રૂપિયાના પગારે એંઠા વાસણ ધોતા હતા, આજે પોતાની 100થી વધુ રેસ્ટોરન્ટ, પ્રેરણાદાયક કહાની

માણસ પૈસાથી નહીં પરંતુ સોચથી ગરીબ હોય છે. મહેનતથી ગરીબ હોય છે. જો કોઈ મનમાં ધારી લે કે અમીર બનવું છે તો બસ પછી તે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે પરંતુ વ્યક્તિ મંજિલ સુધી પહોંચી જ જાય છે. આ એક એવા વ્યક્તિની કહાની છે જે ક્યારેય પોતાના ભાગ્ય પર રડ્યો નથી કે દોષ આપ્યો નથી પરંતુ મહેનતને પ્રાધાન્ય આપ્યું છે.

ઓછા પૈસાવાળા કામ કર્યા પરંતુ સપના મોટા જોયા. એક સમયે પગારમાં 18 રૂપિયા મળતા હતા પરંતુ આજે 300 કરોડનો બિઝનેસ ઊભો કર્યો છે. અહીં વાત કરી રહ્યા છીએ સાગર રત્ન રેસ્ટોરન્ટના માલિક જયરામ બાનની. તેમની કહાની ખરેખર પ્રેરણાદાયક છે.

નાની ઊંમરે ઘર છોડ્યું

કર્ણાટકના ઉડુપીમાં પેદા થયેલા જયરામ બનાન લગભગ 13 વર્ષની ઊંમરે ઘરે છોડ્યું હતું. જેનું કારણ હતું પપ્પાના મારનો ડર. બાનને તેમના પપ્પાથી ખુબ બીક લાગતી હતી. સ્કુલિંગ દરમિયાન તેઓ એક ધોરણમાં ફેલ થયા હતા. તેમને એ ડર સતાવવા લાગ્યો કે પિતાજી ખુબ મારશે. આ ડરના કારણે તેમણે 13 વર્ષની વયે ઘર છોડી દીધું.

આ પણ વાંચો : shree ram : ભગવાન શ્રી રામે કાગડાની આંખ કેમ તોડી? અને પછીથી કેમ આપ્યું વરદાન; વાંચો સમગ્ર માહિતી!!

એંઠા વાસણો માંજ્યા

ઘર છોડીન તરત મુંબઈ પહોંચી ગયા. તે 1967નું વર્ષ હતું. અહીં તેમનો એક ઓળખીતો હતો જે રેસ્ટોરન્ટ ચલાવતો હતો. આ રેસ્ટોરન્ટમાં બાનન કામ કરવા લાગ્યા હતાં. ઉંમર નાની હતી અને કઈ બહું આવડતું ન હતું. આવામાં તેઓ એંઠા વાસણો ધોતા હતા. આ કામ માટે તેમને માસિક 18 રૂપિયા પગાર મળતો હતો. 6 વર્ષ સુધી તેમણે વાસણો ધોવાનું કામ કર્યું. ત્યારબાદ બનાનની લગન જોઈને તેમને પહેલા વેઈટર અને પછી રેસ્ટોરન્ટમાં મેનેજર બનાવી દેવાયા. આ સાથે તેમનો પગાર મહિને 200 રૂપિયા થઈ ગયો.

દિલ્હીમાં પહેલું રેસ્ટોરન્ટ

બાનને વર્ષો સુધી એ રેસ્ટોરન્ટમાં કામ કર્યું. ત્યારબાદ તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. તેઓ દિલ્હીમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલવા માંગતા હતા. બાનન 1947માં દિલ્હી આવી ગયા. ત્યારબાદ તેમણે ગાઝિયાબાદમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની કેન્ટીન ચલાવી. પછી સાઉથ દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં પોતાનું પહેલું રેસ્ટોરન્ટ ખોલ્યું. તેનું નામ સાગર રાખવામાં આવ્યું. આ રેસ્ટોરન્ટના પહેલા દિવસે તેમણે 408 રૂપિયા કમાણી કરી હતી.

300 કરોડનો બિઝનેસ

બાનને રેસ્ટોરન્ટમાં મન દઈને કામ કર્યું. ક્વોલિટી પર ખાસ ધ્યાન આપ્યું. જ્યારે આ સારું ચાલવા લાગ્યું તો 4 વર્ષ બાદ દિલ્હીમાં જ બીજુ રેસ્ટોરન્ટ ખોલ્યું. આ રેસ્ટોરન્ટનું નામ સાગર રત્ના પાડવામાં આવ્યું. જયરામ બનાવને લોકો ઢોસા કિંગ નામથી પણ ઓળખે છે. સમય સાથે સાગર રત્ના મોટી બ્રાન્ડ બનતી ગઈ. આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સિંગાપુર, કેનેડા અને બેંગકોકમાં પણ સાગર રત્નાના આઉટલેટ્સછે. આજે બનાન 300 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરે છે. દુનિયા ભરમાં તેમના 100 જેટલા રેસ્ટોરન્ટ છે.

more article : Success story : તનતોડ મહેનત કરીને કોન્સ્ટેબલથી IPS ઓફિસર બન્યા, ખુબ જ પ્રેરણાદાયક છે Vijay Singh ની કહાની….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *