માણસાઈ હજુ પણ જીવીત છે ! પૂરના પ્રવાહમાં તણાઈ રહ્યા હતા બે જીવ, અચાનક એક વ્યક્તિની નજર પડતા જ કૂદી પડ્યો, બીજો પણ તેને જોઈને અંદર ગયો અને પછી… જુઓ વીડિયો
હાલ દેશભરમાં વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં પરિસ્થિતિ ખુબ જ ગંભીર પણ બની છે. ઘણી નદીઓ તેના જળ સ્તરથી ઉપર આવી ગઈ છે, અને ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવો માહોલ સર્જાયો છે. તો રહેણાક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. માણસ તો પોતાનો જીવ ગમે તેમ કરીને બચાવી શકે છે, પરંતુ બેઘર એવા અબોલા જીવ ક્યાં શરણ લેવાના ? ત્યારે ઘણા વીડિયો એવા પણ સામે આવે છે જેમાં અબોલા જીવ પણ પાણીના પ્રવાહમાં તણાઈ જતા હોય છે.
પાણીમાં તણાંતા જોવા મળ્યા 2 સ્ટ્રીટ ડોગ :
ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે આવા નજારા જોતા રહે છે તો કોઈ દયાવાન માણસ તેમના જીવ બચાવવા માટે પોતાના જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે.
હાલ એક એવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે લોકો કંઈપણ વિચાર્યા વગર સ્ટ્રીટ ડોગને બચાવવા માટે પાણીના પ્રવાહમાં કૂદી પડે છે અને તેમનો જીવ પણ બચાવે છે. વીડિયોમાં રસ્તા પર પાણી દેખાઈ રહ્યું છે અને પાણીનો પ્રવાહ ઝડપી થઈ રહ્યો છે.
જીવન જોખમે 2 લોકોએ ઝંપલાવ્યું :
આ દરમિયાન એક યુવક પૂરના પાણીમાં ઝંપલાવે છે. એવું લાગે છે કે જાણે કોઈ પ્રાણી પૂરમાં વહી જતું હોય. બહાદુર યુવક એ જીવ તરફ દોડે છે. આ દરમિયાન પાછળથી અન્ય એક યુવક પણ તેની સાથે આવે છે.
પહેલો યુવક એક સ્ટ્રીટ ડોગને ઉપાડે છે જ્યારે બીજો યુવક બીજાને ઉપાડે છે. બંને યુવાનો પોતાનો જીવ જોખમમાં મુકીને સ્ટ્રીટ ડોગના જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. યુવાનોની આવી હરકતો સાબિત કરે છે કે માનવતા હજુ પણ જીવિત છે અને ગમે તેવા સંજોગો હોય, તેઓ કોઈપણ પરિસ્થિતિમાં બીજાને મદદ કરવામાં પાછળ નહીં રહે.
View this post on Instagram
લોકોએ કર્યા વખાણ :
વિરલ ભાયાણી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને નેટીઝન્સ બધાના આઘાતમાં છે. ઘણા વપરાશકર્તાઓએ તેમના માનવતાવાદી કાર્ય માટે યુવાનોનો આભાર માન્યો અને પ્રશંસા કરી. આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે.
એક યુઝરે લખ્યું, “દરેક પરિસ્થિતિમાં મદદ કરનારાઓનું સન્માન.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ઈશ્વરીય કાર્ય આ લોકોને સૌથી મુશ્કેલ સમયમાં પુરસ્કાર આપશે. ભગવાન વિષ્ણુ હંમેશા તેમની રક્ષા કરશે.” ત્રીજા યુઝરે લખ્યું, “આવા લોકો માટે ભગવાનનો આભાર કે જેઓ રહેવા માટે વધુ સારી જગ્યાઓ બનાવે છે.