Ahmedabadના જુહાપુરામાં પોલીસે અટકાવી યુવતીની દફનવિધિ, કારણ ચોંકાવનારું, સાહિલ પઠાણ સામે તપાસ શરૂ…
આજકાલ યુવક-યુવતી ભાગીને પ્રેમ લગ્ન કરી લેવાનાં કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં Ahmedabadના જુહાપુરામાં રહેતી યુવતીએ થોડા સમય અગાઉ ગોધરાનાં સાહિલ પઠાણ નામનાં યુવક સાથે આંખ મળી જતા યુવતી પ્રેમ લગ્ન કરવા ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ યુવક દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા.
પાંચ મહિનાનાં સુખી લગ્ન જીવન બાદ અચાનક જ ઉથલ પાથલ સર્જાઈ
આ પણ વાંચો : Khajurbhai : ભગવાનના દૂત બનીને આવ્યા ખજૂરભાઈ, યાતના ભોગવતી નિસહાય મા-દીકરીને આપ્યું ઘરનું ઘર
લગ્નને પાંચ મહિનાં જેટલો સમય વીત્યો હતો. ત્યાં જ સાહિલ દ્વારા યુવતી પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું હતું. પાંચ મહિનાં સુધી લગ્ન જીવન સારૂ ચાલ્યા બાદ અચાનક જ લગ્ન જીવનમાં ઉથલ પાથલ સર્જાતા સાહિલ દ્વારા યુવતી પર અત્યાચારનો અંતિમ વિડિયો બનાવ્યો હતો. યુવતીનાં પરિવારજનો દ્વારા આક્ષેપ કર્યો છે કે સાહિલ દ્વારા યુવતીને માર મારતા તેનું મોત નિપજ્યું છે.
વીડિયોમાં યુવતી કહી રહી છે કે મારો પતિ સાહિલ મને ખૂબ જ મારે છેઃ યુવતી
યુવતીએ પતિનાં અત્યાચારનો અંતિમ બનાવ્યો હતો. વીડિયોમાં યુવતી કહી રહી છે કે મારો પતિ સાહિલ મને ખૂબ જ મારે છે. તેમજ ઘરમાં મારી નણંદ તેમજ સાસ બે જણ છે.
ત્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે યુવતીનાં મોત બાદ દફનવિધિ અટકાવી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.