Stock market : શું શેરબજારમાં ટ્રેડિંગ કરવું મોંઘુ થશે? BSE એ ચાર્જીસમાં કર્યા ફેરફાર, જાણો નવા રેટ…
Stock market : BSE એ રોકાણકારોને સ્પર્શતી બે મહત્વની જાહેરાત કરી છે. પ્રથમ જાહેરાત Bankex અને Sensex ઓપશનના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કર્યો છે. નવા દરો 13 મેથી લાગુ થશે. અન્ય નિર્ણયમાં BSE એ ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સિંગલ સ્ટોક ડેરિવેટિવ્ઝની એક્સપાયરી ડેટમાં ફેરફારની જાહેરાત કરી છે જે જુલાઈથી લાગુ થશે.

Stock market : BSE એ માહિતી આપી છે કે સિંગલ સ્ટોક ડેરિવેટિવ્સના માસિક કોન્ટ્રાક્ટની એક્સપાયરી ડેટ બદલવામાં આવી છે. 1લી જુલાઈથી કરાર કેલેન્ડર મહિનાના બીજા ગુરુવારે સમાપ્ત થશે.
Stock market : બજાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં જે સ્ટોક ડેરિવેટિવ્ઝ મહિનાના છેલ્લા ગુરુવારે સમાપ્ત થશે તે 28 જૂન 2024ના રોજ સમાપ્ત થશે. આ કરારો 1લી જુલાઈથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
કેલેન્ડર મહિનાના બીજા ગુરુવારે સમાપ્ત થતા નવા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ 1 જુલાઈથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં અન્ય કોઈપણ કોન્ટ્રાક્ટની સમાપ્તિ તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
BSE દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 3 કરોડ રૂપિયા સુધીની ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 500 રૂપિયા પર જ રહેશે. જ્યારે 3 કરોડથી 100 કરોડ વચ્ચેના ટ્રાન્ઝેક્શન ચાર્જીસ રૂપિયા 3750 થી વધીને 4950 પ્રતિ કરોડ થયા છે.
Stock market : બીજી તરફ રૂપિયા 100 કરોડથી 750 કરોડ સુધીના વ્યવહારો માટે ટ્રાન્ઝેક્શન ચાર્જ રૂપિયા 3500 થી વધીને 4700 પ્રતિ કરોડ થયો છે. રૂપિયા 750 કરોડથી 1500 કરોડની વચ્ચે ટ્રાન્ઝેક્શન ચાર્જ 3000થી વધીને રૂપિયા 4200 કરોડ થયો છે.
વધુમાં રૂપિયા 1500 કરોડથી 2000 કરોડ વચ્ચેના ટ્રાન્ઝેક્શન ચાર્જીસ રૂપિયા 2500થી વધીને 3700 પ્રતિ કરોડ થયા છે. 2000 કરોડથી વધુના ચાર્જિસ 2000 રૂપિયાથી વધીને 2950 રૂપિયા થઈ ગયા છે.