Stock market : જબરદસ્ત કમાણી કરાવતો શેર, 4 વર્ષમાં 20000%ની તોફાની તેજી, રોકાણકાર બન્યા કરોડપતિ….
Stock market : મલ્ટીબેગર કંપની આદિત્ય વિઝન લિમિટેડના શેરોમાં ગુરુવારે સારી એવી તેજી જોવા મળી. આદિત્ય વિઝનના શેર ગુરુવારે 8 ટકાતેજી સાથે 3440.60 રૂપિયાના ભાવે પહોંચી ગયા. કંપનીના શેરોએ છેલ્લા 4 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આદિત્ય વઝનના શેર છેલ્લા 4 વર્ષમાં 20000 ટકાથી વધુ ચડ્યા છે. આ સમયગાળામાં કંપનીના શેર 17 રૂપિયાથી વધીને 3400 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
રોકાણકારો બન્યા માલામાલ
આ પણ વાંચો : INVESTMENT : 21 વર્ષની ઉંમરમાં તમારૂ બાળક હશે કરોડપતિ અને તમને કહેશે Thank You રોકાણની આ રણનીતિ કરશે કમાલ
Stock market : આદિત્ય વિઝનના શેર 19 માર્ચ 2020ના રોજ 17.20 રૂપિયા હતો. કંપનીના શેર 21 માર્ચ 2024ના રોજ 3444.60 રૂપિયા પર પહોંચી ગયા છે. ગત વર્ષે કંપનીના શેરોમાં 20097 ટકાની તોફાની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 19 માર્ચ 2020ના રોજ આદિત્ય વિઝનના શેરોમાં એક લાખ રૂપિયા રોકાણ કર્યું હશે તો અને હોલ્ડ કરી રાખ્યા હશે તો હાલના સમયમાં આદિત્ય વિઝનના આ શેરોની વેલ્યૂ 2 કરોડ રૂપિયા થઈ જાય. અમે તમને ગણતરીમાં કંપની તરફથી અપાયેલા ડિવિડન્ડને સામેલ કર્યું નથી.
એક વર્ષમાં 123 ટકાની તેજી
Stock market : આદિત્ય વિઝનના શેરોમાં છેલ્લા એક વર્ષનું જોઈએ તો 123 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 22 માર્ચ 2023ના રોજ 1550.45 રૂપિયા પર હતા. મલ્ટી બ્રાન્ડ કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ રિટેલ ચેન આદિત્ય વિઝન લિમિટેડના શેર 21 માર્ચ 2024ના રોજ 3444.60 રૂપિયા પર પહોંચ્યા છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરોમાં 53 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયગાળામાં કંપનીના શેર 2250.40 રૂપિયાથી વધીને 3400 રૂપિયા પાર પહોંચી ગયો છે. કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 3997.85 રૂપિયા છે. જ્યારે આદિત્ય વિઝનના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 1251.65 રૂપિયા છે.
more article : શેરબજાર : શેરબજાર પાછું આવ્યું, સેન્સેક્સ-નિફ્ટી બમ્પર ઉછાળા સાથે ખુલ્યા..