Stock Market : ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી ?

Stock Market : ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી ?

Stock Market : દિગ્ગજ બિઝનેસમેન કિશોર બિયાણીના ફ્યૂચર ગ્રુપની મોટાભાગની કંપની દેવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. તેની અસર કંપનીઓના શેર પણ પડી છે.

Stock Market : દિગ્ગજ બિઝનેસમેન કિશોર બિયાણીના ફ્યૂચર ગ્રુપની મોટાભાગની કંપની દેવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. તેની અસર કંપનીઓના શેર પણ પડી છે. એવી જ એક કંપની ફ્યૂચર રિટેલ લિમિટેડ છે. લાંબા સમયમાં શેરની કિંમત 5 રૂપિયાથી નીચે છે.

Stock Market
Stock Market

શું છે શેરની કિંમત

ગત શુક્રવારે ફ્યૂચર ફ્યૂચર રિટેલ લિમિટેડના શેરની કિંમત 2.59 રૂપિયા હતી. આ શેર ગત ક્લોઝિંગ 2.47 રૂપિયાના મુકાબલે 4.86 ની તેજી સાથે પહોંચી ગયો. તમને જણાવી દઇએ કે આ શેરની કિંમત 644 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. આ કિંમત નવેમ્બર 2017 માં હતી. આ લગભગ 99% ટકા નુકસાન બતાવે છે.

આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદના માધુપુરા આવેલું છે જગદંબાનું મંદિર, 200 વર્ષથી થાય છે ઘીના બે અખંડ દીવા, માનતા માનો એટલી પૂરી..

22 માર્ચના રોજ થઇ હતી બેઠક

ફ્યૂચર રિટેલના કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) ની બેઠક 22 માર્ચના રોજ થઇ હતી. તેની જાણકારી આપતાં કંપનીએ સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું કે આ 30મી બેઠક છે.

Stock Market
Stock Market

મોટા દેવા હેઠળ છે કંપની

તમને જણાવી દઈએ કે ફ્યુચર રિટેલ ખૂબ જ દેવામાં ડૂબી ગયું છે. તેના ખરીદનારની શોધ ઘણા સમયથી ચાલી રહી હતી. 2020 માં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ₹24,713 કરોડમાં ફ્યુચર ગ્રૂપના રિટેલ, જથ્થાબંધ બિઝનેસ અને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Share Market : સેન્સેક્સ-નિફ્ટીનું કામકાજ તેજીથી શરૂ, આ શેરોના આધારે રોકાણકારોની સંપત્તિમાં કરોડોનો વધારો..

Stock Market : જોકે, વર્ષ 2022માં માલિકી માટે લાંબી લડાઈ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ સોદો રદ કર્યો હતો. તે જ વર્ષે, રિલાયન્સ રિટેલે સેંકડો ફ્યુચર રિટેલ સ્ટોર્સ લીઝ પર લીધા.

Stock Market : આ દરમિયાન ફ્યૂચર રિટેલ લિમિટેડના નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ લિક્વિડેશન માટેની અરજી હજુ પેન્ડિંગ છે.તમને જણાવી દઇએ કે ફ્યૂચર રિટેલ પર બેંક ઓફ ઇન્ડીયાના નેતૃત્વવાળા પોતાના લેણદારોનું ₹19,000 કરોડથી વધુનું દેવું બાકી છે.

Stock Market
Stock Market

MORE ARTICLE : Chirag Yojana : ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની મળશે તક, જાણો શું છે ચિરાગ યોજના..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *