મલ્ટીબેગર સ્ટોક: આ પેની સ્ટોક માત્ર છ મહિનામાં રૂ.2 થી રૂ.74 પર પહોંચ્યો, રોકાણકારોને મળ્યું 3,378% વળતર…

મલ્ટીબેગર સ્ટોક: આ પેની સ્ટોક માત્ર છ મહિનામાં રૂ.2 થી રૂ.74 પર પહોંચ્યો, રોકાણકારોને મળ્યું 3,378% વળતર…

2021ના વર્ષમાં અનેક શેરે મલ્ટીબેગર રીટર્ન આપ્યું છે. આ શેરમાં લાર્જકેપ અને મિડકેપ જ નહીં પરંતુ પેની સ્ટોક્સ પણ સામેલ છે. સુરજ ઇન્ડસ્ટ્રીઝ ના શેરે તેના રોકાણકારોને છેલ્લા છ મહિનામાં 3,378% વળતર આપ્યું છે. આ પેની સ્ટોક બીજી જૂન, 2021ના રોજ 2.14 રૂપિયાના સ્તર પર હતો. બીજી ડિસેમ્બરના રોજ આ શેર BSE પર 74.45 રૂપિયાના ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો.

આના પરથી એક અંદાજ લગાવીએ તો જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા સુરજ ઇન્ડસ્ટ્રીઝ માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 34.78 લાખ રૂપિયા હોય. જો સેન્સેક્સ સાથે તેની સરખામણી કરીએ તો આ દરમિયાન સેન્સેક્સ 12.5% વધ્યો છે.

સુરજ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત: છેલ્લા 21 ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેર 175.2% વધ્યો છે. બીજી ડિસેમ્બરના રોજ સુરજ ઇન્ડસ્ટ્રીઝની શેર BSE પર 4.93%ના વધારા સાથે 74.45 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. આજે ત્રીજી ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યા આસપાસ આ શેર 4.97% વધીને 78.15 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ સાથે જ કંપનીની માર્કેટ કેપ વધીને 64.40 કરોડ પર પહોંચી છે. સુરજ ઇન્ડસ્ટ્રીઝનો શેર 7મી ડિસેમ્બર, 2020ના રોજ 52 અઠવાડિયાની સૌથી નીચી સપાટી 1.29 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો.

મહિનમાં 162%નો ઉછાળો: હાલ આ મલ્ટીબેગર શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મુવિંગ એવરેજ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો આ શેર 162% વધ્યો છે. સપ્ટેમ્બર 2021ના રોજ પુરા થતા ત્રિમાસિક દરમિયાન કંપનીના પાંચ પ્રમોટર કંપનીમાં 59.19% સ્ટેક અથવા 43.08 લાખ શેર ધરાવે છે.

નફો નુકસાન: જે રીતે શેરની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે તે રીતે જોઈએ તો કંપનીનું લાંબા ગાળાનું પ્રદર્શન એટલું સારું નથી રહ્યું. માર્ચ 2021 પહેલાના સાત ક્વાર્ટર દરમિયાન કંપનીએ ખોટી કરી છે. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન કંપનીએ 0.82 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો.

ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીએ 0.08 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન કંપનીની આવક 14.96 કરોડ રૂપિયા રહી હતી. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન કંપનીની આવક 0.39 કરોડ રૂપિયા હતી.

માર્ચ 2021ના રોજ પૂર્ણ થતા વર્ષ દરમિયાન કંપનીએ 0.37 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. માર્ચ 2020ના રોજ પૂર્ણ થતા વર્ષ દરમિયાન કંપનીએ 0.46 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. 2021 દરમિયાન કંપનીની આવક 6.99 કરોડ રૂપિયા રહી હતી, જે એક વર્ષ પહેલા 1.30 કરોડ રૂપિયા હતી.

admin

Leave a Reply

Your email address will not be published.