Stock Market : 3 રૂપિયાવાળા શેરે આપ્યું 650% રિટર્ન, હવે કંપની કરશે નવા કારોબારમાં ધમાકેદાર એન્ટ્રી..

Stock Market : 3 રૂપિયાવાળા શેરે આપ્યું 650% રિટર્ન, હવે કંપની કરશે નવા કારોબારમાં ધમાકેદાર એન્ટ્રી..

Stock Market : કોરોનાના સમયમાં અનેક એવા પેની સ્ટોક હતા જેના પર દાવ લગાવનારા રોકાણકારોને હવે મલ્ટીબેગર રિટર્ન મળી ચૂક્યું છે. આવો જ એક પેની શેર સકુમા એક્સપોર્ટ્સનો છે. માર્ચ 2020માં 3.35 રૂપિયા પ્રતિ શેરના નીચલા સ્તરે પહોંચ્યા બાદ આ સ્મોલ કેપ સ્ટોકે રોકાણકારોને મજબૂત રિટર્ન આપ્યું છે. અત્રે જણાવવાનું કે હાલમાં સકુમા એક્સપોર્ટના શેર 27 રૂપિયાના સ્તરે છે. આ પ્રકારે છેલ્લા ચાર વર્ષમાં સ્મોલ કેપ સ્ટોકમાં 650 ટકાથી વધુની તેજી જોવા મળી છે.

છ મહિનાનું રિટર્ન

સકુમા એક્સપોર્ટ્સના શેરે ગત છ મહિનાઓમાં 50 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેરોની કિંમત 17 રૂપિયાથી વધીને 25.35 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચી ગઈ છે. ગત એક વર્ષમાં આ મલ્ટીબેગર પેની સ્ટોક 13.75 રૂપિયા ચડીને 25.35 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયો છે. આ દરમિયાન તેમા લગભગ 85 ટકાનો વધારો નોંધાય છે.

આ પણ વાંચો : Stock Market : 5 વર્ષમાં 500% નું મલ્ટીબેગર રિટર્ન, આ કંપનીએ આપ્યું ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન..

Stock Market
Stock Market

કંપનીની યોજના

આ પણ વાંચો : IPO : ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે IPO, પ્રાઇઝ બેન્ડ 147, જાણો વિગત

અત્રે જણાવવાનું કે હાલમાં જ કંપનીએ મકાઈ ખરીદ અને વેચાણના વેપારમાં ઉતારવાની જાહેરાત કરી છે. આ રણનીતિક પગલું પૂર્વ ભારતમાં ઉભરી રહેલી બજાર સંભાવનાઓને દેખાડે છે. કંપનીએ કહ્યું કે વ્યવસાયિક અનુમાનોથી આગામી સીઝન માટે લગભગ 500 કરોડના કારોબારનો અંદાજો છે. અત્રે જણાવાનુંકે કંપનીના વાર્ષિક રાજસ્વમાં 11.19 ટકાનો વધારો જોવા મળ્યો છે અને હવે તે 3180 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કંપનીના ત્રિમાસિક રાજસ્વમાં વર્ષ દર વર્ષ 9.59 ટકાનો વધારો નોંધાયો છે. જે 364.33 કરોડ સુધી પહોંચી ગયો.

Stock Market
Stock Market

શેર બજારના હાલ

સેન્સેક્સ 167.06 અંક એટલે કે 0.23 ટકા ચડીને 71.595.49 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 71676.49ના ઉપરી અને 71200.31ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી પણ 64.55 અંક એટલે કે 0.30 ટકા વધીને 21782.50 અંક પર પહોંચી ગયો.

more article :  Stock market : આ 20 શેર ચલાવી રહ્યાં છે આખું બજાર, તગડી કમાણીની તક

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *