Stock Market : 5 વર્ષમાં 500% નું મલ્ટીબેગર રિટર્ન, આ કંપનીએ આપ્યું ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન..

Stock Market : 5 વર્ષમાં 500% નું મલ્ટીબેગર રિટર્ન, આ કંપનીએ આપ્યું ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન..

Stock Market: શેર બજારમાં ઘણા શેર લિસ્ટ છે. તેમાંથી ઘણા શેર નાની કંપનીઓ તો કોઈ મોટી કંપનીઓના છે. સાથે નાની કંપનીઓમાં ગ્રોથની પણ ખુબ સંભાવનાઓ રહે છે અને તેના શેર ઘણીવાર મલ્ટીબેગર બની જાય છે. આવા મલ્ટીબેગર સ્ટોકના લિસ્ટમાં મેટલ કંપની Ashoka Metcast પણ સામેલ છે. આ કંપનીએ પાંચ વર્ષમાં ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ રિટર્ન 500 ટકાનું છે. 500 ટકાનું રિટર્ન લઈને કંપનીના ઈન્વેસ્ટરો માલામાલ થઈ ગયા છે, તો હવે કંપની તરફથી નવા બિઝનેસની સંભાવનાઓ શોધવામાં આવી રહી છે.

Stock Market
Stock Market

નવો બિઝનેસ

Stock Market : મેટલ કંપની Ashoka Metcast નું સ્ટીલ ક્ષેત્રમાં કામકાજ છે, તો હવે કંપની કેમિકલ બિઝનેસમાં પણ ઉતરવાની તૈયારી કરી રહી છે. તે માટે કંપની તરફથી સંભવિત માર્કેટ જોખમ, લાભો, રણનીતિ અને આગળ વધવાના પ્લાનનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કંપનીના શેરમાં તેજી જોવા મળી છે. 7 ફેબ્રુઆરીએ કંપનીના શેરમાં 0.98 રૂપિયા એટલે કે 3.84 ટકાની તેજી જોવા મળી છે.

આ પણ વાંચો : Astro Tips : જો તમે તમારી વ્યવસાયને નવી ઉડાન આપવા માંગતા હોવ તો આ ઉપાયો અપનાવો,દિવસ દરમિયાન પ્રગતિ બમણી અને રાત્રે ચાર ગણી થશે…

શેરમાં તેજી

Ashoka Metcast ના શેર પાંચ વર્ષ પહેલા આઠ ફેબ્રુઆરી 2019ના આશરે 4 રૂપિયાના ભાવ પર હતા. ત્યારબાદ શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને ઓગસ્ટ 2019થી ડિસેમ્બર 2020 સુધી કંપનીના શેર 2-3 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ શેરમાં તેજી જોવા મળી છે અને હવે સ્ટોકે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.

500 ટકાથી વધુનું રિટર્ન

મે 2022માં શેરની કિંમત 10 રૂપિયા સુધી પહોંચી ગઈ અને ત્યારબાદ મે 2023 સુધી તેની કિંમત ડબલ થઈ 20 રૂપિયા થઈ ગઈ હતી. 7 ફેબ્રુઆરીએ આ શેર 26.49 રૂપિયા પર બંધ થયો છે. આ સાથે પાંચ વર્ષમાં શેરની કિંમત 22.17 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે સ્ટોકે ઈન્વેસ્ટરોને 513.19 ટકાનું રિટર્ન છેલ્લા પાંચ વર્ષમાં આપ્યું છે.

Stock Market
Stock Market

આ પણ વાંચો :  મોહન સિંહ ઓબેરોય: માતાએ આપેલા 25 રૂપિયામાથી બનાવ્યું અબજોની કિંમતનું ઓબેરોય હોટેલનું સામ્રાજ્ય

more artical : IPO : ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે IPO, પ્રાઇઝ બેન્ડ 147, જાણો વિગત

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *